સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 12 October 2017

માત્ર લોલીપોપ આપે છે સરકારઃ પાટીદાર સામે ૧૪૦૦ કેસ છે અને પાછા ખેંચાશે માત્ર ૧૭૮ - રોજીંદા વપરાશની ૧૦૦ જેટલી ચીજવસ્તુઓ પરનો GST ઘટશે - ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણીઃ વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર વચ્ચે જંગ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

માત્ર લોલીપોપ આપે છે સરકારઃ પાટીદાર સામે ૧૪૦૦ કેસ છે અને પાછા ખેંચાશે માત્ર ૧૭૮
પાસનો સનસનીખેજ આરોપઃ જે કેસ જાહેરનામાના ભંગના છે તે જ પાછા ખેંચાશેઃ ગંભીર કહી શકાય તેવા કેસ અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથીઃ હાર્દિક પટેલ કહે છે કે, સરકારની જાહેરાત ચૂંટણી લક્ષીઃ નિર્દોષ લોકો સામેના કેસ પાછા ખેંચવા જોઇએ
   નવી દિલ્હી તા.૧૩ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગઇકાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલા કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જેને પાસએ લોલીપોપ ગણાવી છે. પાસનું કહેવુ છે કે પાટીદારો સામે ૧૪૦૦ કેસ છે જેમાંથી માત્ર ૧૭૮ કેસ પાછા ખેંચાશે. પાસના અગ્રણી હાર્દિક પટેલે કહ્યુ છે કે, કોઇ કેસ પાછા ખેંચાયા નથી. સરકાર ચૂંટણી લક્ષી જાહેરાતો જ કરે છે. સરકારે સમાજ માટે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. સરકાર પ્રચાર કરે છે પરંતુ અમલીકરણ કરતી નથી.
   દરમિયાન પાટીદારો સામે રાજયભરમાં ૧૪૦૦ ગુના નોંધાયા છે તેમાંથી ગણીને માત્ર ૧૭૮ જેટલા કેસ પાછા ખેંચવાની વાત છે જે કેસ જાહેરનામાના ભંગ બદલ કરવામાં આવ્યો હોય તે છે. તેવુ પાસના સુરતના કન્વીનરે કહ્યુ છે. પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવીયાનું કહેવુ છે કે જે કિસ્સામાં આઇપીસીની કલમ ૧૪૪ અને ૧૮૮ એટલે પો.કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવાના ગુના હોય તેવા જ કેસ પાછા ખેંચવાની વાત છે. આવા કેસ રાજયમાં ૧૭૮ છે જયારે સુરતમાં ૧૮થી વધુ છે.
   તેમનુ કહેવુ છે કે વાસ્તવમાં તો જે કેસ ગંભીર પ્રકારના કહી શકાય તેવા કેસની વાત સરકારે કરવી જોઇએ તેના બદલે મામુલી કેસના નામે સરકાર ખોટો જશ ખાટવા નીકળી છે. સરકારની આ નીતિ સામે પાસ નારાજ છે. પાસ અને સરકાર વચ્ચે તાજેતરમાં બેઠક યોજાઇ હતી જેમાં સરકારે પાટીદારોના આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની તૈયારી દર્શાવી હતી. બેઠકમાં અનામત અંગે કોઇ નિર્ણય નહી લેવાતા પાટીદારોએ બેઠકમાં જ વિરોધ કર્યો હતો. સરકારે ગઇકાલે કહ્યુ હતુ કે, કુલ ર૩પ જેટલા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે.
Source :- http://www.akilanews.com/13102017/main-news/1507868876-115887
રોજીંદા વપરાશની ૧૦૦ જેટલી ચીજવસ્તુઓ પરનો GST ઘટશે
સફેદ ચોકલેટ, મસ્ટર્ડ સોસ, કસ્ટર્ડ પાઉડર, શેમ્પુ અને વાળમાં લગાડવામાં આવતા ક્રિમ પરના દરોને ૧ર ટકાથી ૧૮ ટકા વચ્ચે નક્કી થાય તેવી શકયતાઃ ૯મી નવેમ્બરે કાઉન્સીલની બેઠકઃ સ્ટેશનરી પ્રોડકટની ચીજવસ્તુઓ પરનો જીએસટીનો દર પણ ઘટશેઃ સરકાર માને છે કે જીએસટીના દરોમાં સમાનતા નથી
રોજીંદા વપરાશની ૧૦૦ જેટલી ચીજવસ્તુઓ પરનો GST ઘટશે
   નવી દિલ્હી તા.૧૩ : કેન્દ્ર સરકાર રોજબરોજના ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓ પર ટુંક સમયમાં જીએસટીના દરોમાં ઘટાડો જાહેર કરશે. જીએસટી પરીષદ લોકો સાથે જોડાયેલી ચીજવસ્તુઓ ઉપરના દરો ઘટાડવા આવશે. હવે પછીની જીએસટી પરીષદની બેઠક ૯મી નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકમાં સફેદ ચોકલેટ, મસ્ટર્ડ સોસ, કસ્ટર્ડ પાઉડર, શેમ્પુ અને વાળમાં લગાડવામાં આવતા ક્રિમ પરના દરોને ૧ર ટકાથી ૧૮ ટકા વચ્ચે નક્કી થાય તેવી શકયતા છે. અત્યારે આ બધી વસ્તુઓ ઉપર ર૮ ટકા જીએસટી લાગુ છે. આ જ પ્રકારે સ્ટેશનરી સાથે જોડાયેલી ચીજવસ્તુઓ જેમ કે ફાઇલો, પુસ્તકોના બાઇન્ડીંગ સાથે જોડાયેલી સામગ્રી, લેટર કલીપ્સ, લેટર કોનર્સ, પેપર કલીપ્સ, ઇન્ડેકસીંગ, ટેગ અને ઓફિસમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ પર ૧૮ ટકા ટેકસ લાગુ કરવામાં આવ્યો હતો.
   સરકાર એવી ચીજવસ્તુઓ ઉપરના ટેકસના દરને ઘટાડવા વિચાર કરી છે જે રોજબરોજ લોકો સાથે જોડાયેલ હોય અને લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા હોય. સરકાર ૧૦૦થી વધુ ચીજવસ્તુઓના દર ઘટાડશે કે જેનો ઉપયોગ રોજીંદા વપરાશમાં થતો હોય. આમાંથી મોટાભાગની ચીજવસ્તુઓના કરના દર ર૮ ટકા રાખવામાં આવેલ છે. સરકાર દરોમાં ઘટાડો કરવાની સમીક્ષા કરી રહી છે. રોજબરોજમાં ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓ પર જીએસટીના દરોમાં સમાનતા નથી. આ જ કારણ છે કે આવી વસ્તુઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેના પર ગત બેઠકમાં ચર્ચા થઇ હતી. સરકાર ત્રણ મહિનાથી સતત આ મુદે વિવિધ પક્ષકારો પાસેથી સુચનો લઇ રહી છે.
   જીએસટી પરીષદની રરમી બેઠકમાં રર વસ્તુઓ તથા પાંચ સેવાઓના ટેકસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે આગામી બેઠકમાં વધુ ચીજવસ્તુઓ ઉપર ટેકસ ઘટાડવા તૈયારી કરવામાં આવી રહી છે. ઉદ્યોગ સંગઠનોએ પણ ટેકસ ઘટાડો કરવાની માંગણી કરી છે. રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પરનો ટેકસ ર૮ ટકા ટેકસ હોવો ન જોઇએ તેવી સંગઠનોની માંગણી છે.
Source :- http://www.akilanews.com/13102017/main-news/1507868897-115888

ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણીઃ વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર વચ્ચે જંગ
ચૂંટણી મોદી સરકાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્નઃ મોદી - શાહની જોડીના નાકનો સવાલઃ પ્રથમવાર ચોપાંખિયો જંગઃ પાટીદારો - દલિતો કિંગ મેકરની ભૂમિકામાં
ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણીઃ વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર વચ્ચે જંગ
   નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ચાલો જાણી લઈએ આ ચૂંટણીના કેટલાંક મહત્વપૂર્ણ પાસા. ગુજરાતમાં મોદીના સીએમ તરીકેના વળપણ હેઠળ ચૂંટણી યોજવામાં આવતી હતી, પણ પ્રથમવાર ૧૮ વર્ષ બાદ મોદી વગર ચૂંટણી લડવામાં આવશે. માત્ર મોદી માટે નહીં મોદી સરકાર માટે પણ આ પ્રતિષ્ઠાનો સવાલ છે.સાથોસાથ પીએમ મોદી અને અમિત શાહની જોડીના નાકનો સવાલ છે.
   બીજી તરફ અણધાર્યા રાહુલે ગુજરાત ગજવી દેતા કોંગ્રેસ હાલમાં જોરમાં છે. ત્યારે એક એવો પ્રશ્ન પણ છે કે શું ભાજપ અને કોંગ્રેસ માટે આરપારની લડાઈમાં કોઈ ત્રીજો ફાવશે ? એ વાત વિરોધીઓએ પણ સ્વીકારવી પડે કે મુર્છિત અવસ્થામાં રહેલી કોંગ્રેસમાં હાલ પ્રાણ ફૂંકાયા છે. રાહુલે એકલે હાથે તેમાં પ્રાણ પૂર્યા તેમ પણ કહી શકાય.
   હાલની પરિસ્થિતિની જો સમીક્ષા કરવામાં આવે તો કોગ્રેસમાંથી ભાજપ જોડાયેલા એમએલએની સ્થિતિ ન ઘર કા ન ઘાટ કા જેવી છે. ગુજરાતમાં પ્રથમ વાર ચૂંટણી વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર પર ફોકસ થઈ છે.
   ગુજરાતમાં પ્રથમ વાર ચૌ પાંખિયો જંગ ખેલાય રહ્યો છે. બાપુ પર સૌની નજર છે. બાપુની જનવિકલ્પ અને કેજરીવાલની આપ કોઈનું ગણિત બગાડી શકે છે કે કેમ તે એક મુદ્દો છે.
   આમતો ભાજપ-કોગ્રેસ વચ્ચે મુખ્ય લડાઈ છે આમછતાં પાટીદાર, દલિતો કિંગ મેકરની ભૂમિકામાં છે. ગુજરાતના કુલ મતદારોમાં ૨૦ ટકા પાટીદારો વિજયનું  ગણિત બદલી શકે છે. દલિતોની ઉપેક્ષા પણ સરકારને ભારે પડી શકે છે. જો કે દલિત વાલ્મિકી સમાજને ખુશ કરવા સરકાર તમામ જોર લગાવી રહી છે. આમછતાં ગુજરાતના રાજકારણમાં આ પ્રથમ ઘટના છે કે ત્રણ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી જોવા મળ્યા.
   બીજેપીનો ૧૫૦ નો ટારગેટ કેવી રીતે પુરો થશે તે એક પ્રશ્ન છે કારણકે ખુદ કાર્યકરો નિરુત્સાહ છે. બીજી તરફ ભાજપની તમામ નબળાઈ કોગ્રેસનો મોટો ફાયદો કરાવશે. ગુજરાતમાં કોગ્રેસ બે દશકાથી સત્તા બહાર છે ત્યારે હવે તેના માટે સોનેરી તક છે. ભાજપ વિકાસનુ બ્યુગલ વગાડી રહ્યું છે ત્યારે કોંગ્રેસ વિકાસના એન્કાઉન્ટરનું સાથોસાથ નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા સાથે ઉઘોગપતિઓની સરકારનું બ્યુગલ વગાડે છે. ગુજરાતમાં ૧૮ વર્ષની ભાજપનુ રાજ છે પણ હવે શિક્ષિતો  સજાગ બન્યા છે.
   દેશના વડાપ્રધાને ગુજરાતની એક વર્ષમાં ૧૨ વાર મુલાકાત લીધી હોય તેવી આ પહેલી ઘટના છે. રાહુલ ગાંધીએ છેલ્લા ૩ માસમાં ગુજરાતની ૩ મુલાકાત લેતાં ભાજપ ચિંતામાં આવી ગયું છે. રાહુલ ગાંધીના પ્રવાસમા જન મેદની વધી છે જયારે ગૌરવ યાત્રા ફિકી પડી ગઈ છે તે પણ દીવા જેવી હકીકત છે.
   ૧૮ વર્ષથી સત્ત્।ા બહાર રહેલી કોંગ્રેસે પ્રથમ વાર એકજુટતા બતાવી છે. ભાજપનો જે રીતે વિરોધ કરતો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે આ ઉપસતા ચિત્રો વચ્ચે પણ ગુજરાતનો મતદાર કોના પર કળશ ઢોળશે તે તો સમય આવે જ ખબર પડશે.
 Source :-http://www.akilanews.com/13102017/main-news/1507870850-115891
 
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

2 comments:

 1. thank you for this useful information. Keep sharing such useful information.
  Visit:

  Sarkari Naukri
  sarkari exam result
  govt jobs in india

  ReplyDelete
 2. get the latest best wishes msgs happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc .

  GET THE LATEST GOVT JOB NOTIFICATIONS ELIGIBILITY DETAILS, AGE LIMIT, QUALIFICATION NEEDED FOR GOVT JOB .

  get the latest COMPUTER LAUNCH INFORMATION AND KEYBOARD,MOUSE,PRINTERS,HEADPHONES,MONITORS,GAMING ACCESSORIES INFORMATION.

  ReplyDelete