સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 16 October 2017

આગામી ચૂંટણીમાં ભાજપના પ્રધાનો કે ધારાસભ્યોને ગામમાં પ્રવેશબંધી કરવા હાર્દિક પટેલનું એલાન - મોદી વિજય અભિયાનનો શંખ ફુંકશેઃ ઐતિહાસિક સંમેલનને સંબોધન - 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી' વાઇરલ થયું - વેપારીઓ આનંદો... GSTના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલાશે

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

આગામી ચૂંટણીમાં ભાજપના પ્રધાનો કે ધારાસભ્યોને ગામમાં પ્રવેશબંધી કરવા હાર્દિક પટેલનું એલાન
સરકારને જનમેદની એકત્ર કરવા ૮૦૦ બસ લાવવી પડે અને ફુડ પેકેટ આપવા પડે, અહીં સ્વૈચ્છીક રીતે લોકો ઉમટયાઃ લલીત વસોયા - ભાયાવદરમાં પાસ દ્વારા રોડ-શો સભા
આગામી ચૂંટણીમાં ભાજપના પ્રધાનો કે ધારાસભ્યોને  ગામમાં પ્રવેશબંધી કરવા હાર્દિક પટેલનું એલાન
      ભાયાવદર, તા. ૧૬ :. શનિવારે ભાયાવદરમાં હાર્દિક પટેલનો રોડ શો અને સંકલ્પ સભા યોજાઈ હતી. હાર્દિક પટેલ સહીત સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર પાસની ટીમનું બપોરે ૩ કલાકે આગમન થતા જાગનાથ મંદિર પાસે કુમ કુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કરેલ. ત્યાર બાદ ૧૦,૦૦૦ જેટલા અભૂતપૂર્વ પાટીદાર ભાઈ-બહેનોની હાજરી સાથે જય સરદાર - જય પાટીદારના નારા સાથે ડી.જે. સથવારે રોડ શો ભાયાવદર શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થયેલ. રોડ શો દરમ્યાન હાર્દિક પટેલની અભિવાદન યુવાનો, વડીલો તેમજ બહેનોએ કર્યુ હતું.
      જૂના બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફુલહાર કરીને જય સરદારના નારા લગાવ્યા હતા.
      રોડ શો પટેલનગરમાં પહોંચેલ કે, જ્યાં સંકલ્પ સભા યોજાયેલ હતી. આ સભામાં હાર્દિક પટેલ, લલીતભાઈ વસોયા, વરૂણ પટેલ, મનોજભાઈ પનારા, નયનભાઈ જીવાણી તેમજ વલ્લભભાઈ માકડીયા, રેખાબેન સીણોજીયા તેમજ ઉપલેટા, કોલકી, મોટી પાનેલી, જામજોધપુર, લાલપુર સહિતની પાસની ટીમે હાજરી આપેલ હતી.
      આ સંકલ્પ સભામાં ભાયાવદરની જુદી જુદી જ્ઞાતિના આગેવાનો, સામાજીક સંસ્થાના હોદેદારોએ હાર્દિક પટેલનું હારતોરાથી અભિવાદન કરેલ હતું.
      આ સંકલ્પ સભામાં વરૂણ પટેલ, માનોજભાઇ પનારાએ આવનારી ચૂંટણીમાં ભાજપને સબ આપવા હાકલ કરેલ હતી.
      સૌરાષ્ટ્ર પાસના કન્વીનર લલીતભાઇ વસોયાએ જણાવેલ કે સરકારને આટલી મેદની ભેગી કરવા માટે ૮૦૦ બસની જરૂર પડે અને ફુડ પેકેટ આપવા પડે તો પણ આટલી મેદની ન આવે ત્યારે અહીંયા તો સમગ્ર પાટીદાર સમાજ સ્વેચ્છીક રીતે આવેલ છે અને આવી જ એકતા જાળવવા જણાવેલ હતું.
      હાર્દિક પટેલે પોતાના આગવી શૈલીમાં જય સરદાર જય પાટીદારના નારા સાથે શરૂઆત કરેલ તેમને જણાવેલ કે આગામી ચૂંટણી દરમ્યાન ગમે તેવા પ્રલોભનો આવે તો પણ આપણી પાટીદાર સમાજની એકતા તૂટવી ન જોઇએ અને અનામત નહિ આપે તો ભાજપને હરાવીને જ જંપશું એવો હુંકાર કરેલ હતો.
      તેમણે જણાવેલ કે સરકારમાં બેઠેલ આપણા ૪૪ બાઘડ બીલ્લાઓને કોઇ જ અવાજ ઉઠાવી શકતા નથી આ લોકોને મુળમાંથી ઉખેડીને ફેંકી દેવા જણાવેલ.
      હાર્દિક પટેલે જણાવેલ કે આગામી ચૂંટણી દરમ્યાન ભાજપના પ્રધાનો કે ધારાસભ્યોને ગામમાં પ્રવેશ બંધી કરવી એવો હુંકાર કરતા જનમેદનીએ વધાવી લીધેલ હતી.
      બહેનોની વિશાળ હાજરીને આહવાન કરેલ કે ફરીથી થાળી, વેલણ તૈયાર કરી રાખજો અને આ વેલણનો ઉપયોગ છોકરાઓને મારવા માટે નહિ દુશાસન કરનાર શાસકો સામે ઉગાવવા હાકલ કરી હતી.
      સમગ્ર સભા દરમ્યાન જય સરદાર-જય પાટીદારના નારા સતત ચાલુ રહ્યા હતાં. આભારવિધી રાજકોટ જીલ્લા પાસના સહુ કન્વીનર નયનભાઇ જીવાણીએ કરી હતી.
Source :- http://www.akilanews.com/16102017/saurashtra-news/1508134173-75947
મોદી વિજય અભિયાનનો શંખ ફુંકશેઃ ઐતિહાસિક સંમેલનને સંબોધન
બપોર બાદ ગાંધીનગરના ભાટ ખાતે પેજ પ્રમુખોનું મહાસંમેલનઃ પીએમ, ભાજપ અધ્યક્ષ એક મંચ ઉપરઃ કાર્યક્રમમાં ૭ લાખ કાર્યકરો ઉપસ્થિત રહેશેઃ પેજ પ્રમુખોના ગૌરવ મહાસંમેલન થકી શકિતના મહાયુધ્ધનો શંખનાદ ફુંકશેઃ ભાજપને આશીર્વાદ આપવા બદલ હું પ્રજા સમક્ષ નત મસ્તક છું: પ્રવાસ પુર્વે મોદીનું ટવીટ્
મોદી વિજય અભિયાનનો શંખ ફુંકશેઃ ઐતિહાસિક સંમેલનને સંબોધન
   નવી દિલ્હી તા.૧૬ : ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા ભાજપે પુરેપુરી તાકાત લગાવી છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા પીએમ મોદી આજે પ્રજાને ભાજપ તરફ ખેંચવાનો અંતિમ પ્રયાસ કરશે. આજે તેઓ બપોરબાદ ગાંધીનગર નજીકના ભાટ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા સમાપન સંમેલનને સંબોધન કરશે. ભાજપનો દાવો છે કે સાત લાખ કાર્યકરો તેમાં ભાગ લેશે. ભાજપનું કહેવુ છે કે આટલી મોટી સંખ્યામાં કાર્યકરો આ પહેલા કોઇ પક્ષની રેલીમાં એકઠા થયા નથી તેથી તે ઐતિહાસિક રહેશે. આ દરમિયાન ગુજરાતના સીએમ વિજય રૂપાણી, ભાજપના અધ્યક્ષ શાહ અને અન્ય નેતાઓ હાજર રહેશે. પીએમ મોદીએ આજે ગુજરાતની મુલાકાત પુર્વે ટવીટ્ કર્યુ છે કે ગુજરાતની ગૌરવ યાત્રાઓમાં જનશકિતનો ઉત્સાહ જોવા મળ્યો છે અને વિકાસ તથા સુશાસનની રાજનીતિમાં ગુજરાતનો દ્રઢ વિકાસ છલકયો છે. દાયકાઓ સુધી ભાજપને આશીર્વાદ આપવા માટે હું ગુજરાતના લોકો સમક્ષ નત મસ્તક છું. અમે સંપુર્ણ શકિત અને પુરૂષાર્થથી દરેક ગુજરાતીઓના સપના પુરા કરશુ.
   આજે બપોરે ૩ વાગ્યે આ સંમેલન શરૂ થવાનુ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણીના કહેવા મુજબ આયોજન સ્થળે ૧૦ લાખ લોકોની વ્યવસ્થા કરી છે.
   ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે મુખ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેરાત કરી શકે એવી દ્યડીઓ ગણાઇ રહી છે. તેને અનુલક્ષીને આજે વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ એક મંચ ઉપરથી સાત લાખ પેઇજ પ્રમુખોના ગૌરવ મહાસંમેલન થકી ચૂંટણીના મહાયુદ્ઘનો શંખનાદ ફૂંકયો છે. બન્ને રાષ્ટ્રીય નેતાઓ પહેલી વખત એક મંચ ઉપરથી રાજયની જનતાને એક સ્પષ્ટ સંદેશો આપી રહ્યા છે.
   ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આવેલા ભાટ ટોલ નાકા પાસે પાંચ લાખ ચોરસ મીટર વિસ્તારમાં આજે બપોરે ૩ વાગ્યે ગૌરવ મહાસંમેલનને સંબોધવા માટે પીએમ મોદી બપોરે અમદાવાદ આવ્યા છે અને ત્યાંથી જ સીધા નવી દિલ્હી પરત ફરનાર છે. આ મહાસંમેલનમાં પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, સીએમ વિજયભાઇ રૂપાણી, ડેપ્યૂટી સીએમ નીતિનભાઇ પટેલ, પ્રમુખ જીતુભાઇ વાદ્યાણી, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ઉપરાંત અન્ય આગેવાનો કાર્યકરોને માર્ગદર્શન આપશે. મહાસંમેલન એ ચૂંટણીની જાહેરાત થાય એ પૂર્વેનું ભાજપનું શકિત પ્રદર્શન માનવામાં આવી રહ્યું હોવાથી આજે બપોરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ત્રણેક કલાક સુધી પ્રમુખ જીતુ વાદ્યાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહિતના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
   નરેન્દ્રભાઇ મોદી ૨૨-૨૩ ઓકટોબરે ફરી ગુજરાતમાં
   વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૧૭ ઓકટોબરનો કાર્યક્રમ મોકૂફ રહ્યા પછી હવે તેમનો દિવાળી પછી તુરંત જ બે દિવસનો કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે. ૨૨મીએ  વડોદરામાં ત્રણેક મોટા કાર્યક્રમોમાં હાજરી આપશે. ૨૩મીએ ભાવનગરમાં રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરી પરત ફરશે. સંભવતૅં એ જ દિવસે સાંજે ચૂંટણી પંચ ગુજરાતની ચૂંટણી જાહેર કરી શકે છે. જો કે મળતી વિગત મુજબ ર૪ કે રપ અથવા રજી નવેમ્બર પછી તારીખો જાહેર થાય તો નવાઇ નહી. આમ, પીએમના કાર્યક્રમને લીધે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૨૨ને બદલે ૨૪મીથી શરૂ થશે.
   બે  તબક્કે  ગૌરવ યાત્રા ૧૩૯ મતવિસ્તારમાં ફરી
   પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાદ્યાણીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇએ પ્રારંભ કરાવેલી બે ચરણની ગુજરાત ગૌરવ યાત્રા ૪૪૭૧ કિલોમીટરનો પ્રવાસ કરી ૧૩૯ વિધાનસભા મતવિસ્તારોને આવરી લઇને ગઇકાલે પૂરી થઇ છે. આ યાત્રાઓ દરમિયાન ૧૧૯ સભાઓ તેમણે અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે સંબોધી હતી.
   ભાજપની યાત્રાને સમગ્ર રાજયમાં વ્યાપક આવકાર મળ્યો છે. છેક બુથ લેવલના સંગઠનના કાર્યકરો ચૂંટણીમાં ભાજપને ૧૫૦ પ્લસ બેઠકો પર વિજય માટે સંપૂર્ણ સક્રિય થઇ ચૂકયા છે તેવું સ્પષ્ટ જણાય છે એની સાથોસાથ જનતા પણ ભાજપના શાસનમાં થયેલા વિકાસ અને ભાજપ જ વિકાસ કરી શકે છે એ વિશ્વાસ સાથે પુનૅં એક વખત સાથ આપવાનું મન બનાવી ચૂકી છેSource :- http://www.akilanews.com/16102017/main-news/1508127363-116044

'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી' વાઇરલ થયું
કોંગ્રેસે ૪ વિડિયો અને ૩૦ પોસ્ટર રીલીઝ કર્યા
   અમદાવાદ તા. ૧૬ : રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઈબર વોર ખેલાઈ રહ્યું છે. જેમાં 'વિકાસ ગાંડો થયો છે'નું સ્લોગન સુપર-ડુપર 'હીટ'સાબિત થયું છે. કોંગ્રેસને આ સ્લોગને અપાવેલી પ્રસિદ્ઘિ સોશિયલ મીડિયાના અત્યારસુધીના ઈતિહાસમાં અજોડ ગણાય તેવી છે. આ સ્લોગનની સફળતાને પગલે કોંગ્રેસે હવે ભાજપ સામેના આ સાઈબર વોરને વધુ તેજ બનાવતાં 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી'નામથી ૪ વીડિયો અને ૩૦ પોસ્ટર રિલીઝ કર્યા છે.
   શનિવારે રિલીઝ કરાયેલાં આ કેમ્પેઈનના ચોટદાર સંવાદોએ એક જ દિવસમાં ટ્વિટર, વોટ્સએપ અને ફેસબુક પર એવી ધૂમ મચાવી કે, સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દેશમાં સોશિયલ મીડિયામાં તેને ટોપ ટ્રેન્ડમાં સ્થાન મળ્યું હતું. ભાજપના 'અડીખમ ગુજરાત, હું છું. વિકાસ'સામે કોંગ્રેસ આગામી સોમવારે 'હું છું શાણું ગુજરાત, હું જાણું છું ગાંડો વિકાસ'ની થીમ પર નવા ૮ વીડિયો રિલીઝ કરશે.
   એક સમયે ચૂંટણી દિવાલ પર સૂત્રો લખીને, પડદા-પોસ્ટર બાંધીને લડાતી હતી પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં ટેકનોલોજીમાં આવેલી ક્રાંતિને કારણે હવે આ લડાઈ મોબાઈલ ફોન, વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક જેવા પ્લેટફોર્મ પર લડાઈ રહી છે. દેશમાં ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી સુધી સોશિલય મીડિયાની આ તાકાતનો કોઈને અંદાજ આવ્યો ન હતો પરંતુ રાજયના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીની આ ક્રાંતિનો ભરપૂર ઉપયોગ કરીને યુવાનોને ભાજપ તરફ આકર્ષવાનો ઈતિહાસ રચી દીધો હતો અને સોશિયલ મીડિયાની આ તાકાતને ભલભલા ચમરબંધીઓએ સ્વીકારવી પડી હતી.
   સોશિયલ મીડિયાની આ ક્ષમતાને પારખીને કોંગ્રેસે આ વખતે ભાજપ સામે ચૂંટણીમાં સોશિયલ મીડિયા મુખ્ય શસ્ત્ર બનાવીને ભાજપને ભીંસમાં મૂકી દીધું છે. 'વિકાસ ગાંડો થયો છે, મારા હાળા છેતરી ગયા,' જેવા સ્લોગન બાદ હવે કોંગ્રેસે ભાજપના અહંકાર, અન્યાય અને ખોટા વચનોને આધાર બનાવીને 'છેલ્લી દિવાળી'નું સૂત્ર વહેતુ કર્યું છે.
   રાજયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ભાજપે ગુજરાતમાં ગૌરવ યાત્રા થકી પ્રચાર માટે રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ સહિતના જુદા જુદા રાજયોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે ભાજપના નેતાઓને ચૂંટણી ટાણે ગુજરાત કેમ યાદ આવ્યું છે તેની યાદ અપાવવા કોંગ્રેસની આઈટી સેલે 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી'માં વ્યકત કર્યા છે. કોંગ્રેસના ઓલ ઈન્ડિયાના મીડિયા કો-ઓર્ડિનેટર રોહન ગુપ્તા આક્ષેપ કરતા કહે છે કે, કેન્દ્રમાં કોંગ્રેસની શાસન હતી ત્યારે ગુજરાત ભાજપે કેન્દ્રના અન્યાયની બૂમો પાડીને કોંગ્રેસને બદનામ કરી હતી અને અનેક ચૂંટણી વચનો આપ્યા હતા પરંતુ એ આજ સુધી કાગળ પર જ રહ્યા છે.
   ભાજપ જૂના વચનો સાથે નવેસરથી વચનોની લહાણી કરીને છેતરવા નીકળ્યા હોવાની લાગણી ગુજરાતની જનતામાં પ્રવર્તી રહી છે. અમે લોકોની આ લાગણીને વાચા આપવા અગાઉ 'મારા હાળા છેતરી ગયા'નું સ્લોગન વહેતુ કર્યું હતું.
   પ્રજાએ જાણે પોતાની લાગણીનો પડઘો પડ્યો હોય તેવી રીતે આ સ્લોગનોને આવકાર્યા છે તેથી અમે નાગરિકોના મનમાં ઘર કરી ગયેલી આવી ભાવનાને સોશિયલ મીડિયામાં વાચા આપી રહ્યા છીએ અને તેથી જ અમારા નવા સ્લોગનો સમગ્ર દેશમાં ટોપમાં 'ટ્રેન્ડ'થઈ રહ્યા છે.
 Source :-http://www.akilanews.com/16102017/gujarat-news/1508129511-64776
વેપારીઓ આનંદો... GSTના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલાશે
ગુજરાતમાં બે પક્ષ વચ્ચે સ્પર્ધા, ત્રીજા રાજકીય પક્ષને કોઇ સ્થાન નથીઃ ભાજપ અધ્યક્ષ
વેપારીઓ આનંદો... GSTના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલાશે
   નવી દિલ્હી તા. ૧૬ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે રવિવારે સાંજે ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલના ચુનાવ મંચ કાર્યક્રમમાં પ્રશ્નોત્ત્।રી દરમિયાન જણાવ્યું હતું કે, જીએસટીનો મુખ્ય હેતુ વ્યાપારીઓને હેરાન કરવાનો નહિ પરંતુ દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવાનો છે.
   ચેનલના એડિટર રજત શર્માએ પુછેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં અમિતભાઇએ જણાવ્યું હતું કે, જીએસટી અંગે વેપારીઓને પડતી હાલાકી સંદર્ભે કેન્દ્ર સરકારે ફીડબેક મેળવ્યા હતા, એક સમિતિએ દેશના તમામ વર્ગના વેપારીઓ, લઘુ ઉદ્યોગના પ્રતિનિધિઓ, કોન્ટ્રાકટરો તથા કોર્પોરેટ ગૃહો સાથે તેઓની સમસ્યા અંગે ચર્ચા કરી હતી અને મહદઅંશે આ સમસ્યાઓ ઉકેલવા માટેની જાહેરાતો ગત સપ્તાહે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કરાઇ હતી. હજુ ત્રણ ચાર પડતર મુખ્ય માગણીઓ અંગે રજૂઆતો મળી છે એ અંગેનો નિર્ણય સંભવતઃ આગામી ૧૯-૨૦ ઓકટોબરના રોજ મળનારી સમિતિની બેઠકમાં લેવાશે.
   ટૂંકમાં જીએસટી અંગેના વ્યાજબી ઉકેલનો સંકેત આપતા અમિતભાઇએ વેપારીઓને અને ઉપસ્થિત નાગરિકોને એક સવાલ પૂછ્યો હતો કે, શું માત્ર ટેકસ પ્રણાલીથી જ સારો વહીવટ ચાલી શકે? શું ગુજરાતની જનતા સારી કાનૂન વ્યવસ્થા, ભ્રષ્ટાચાર મુકત અને કરફયુમુકત ગુજરાત નથી ઇચ્છતું?
   તેમણે ઉમેર્યું હતું કે, ભાજપના શાસનમાં ગુજરાતમાં કાનૂન અને વ્યવસ્થા સુપેરે જળવાઇ છે પરિણામે વ્યાપાર અને ઉદ્યોગનો વિકાસ થયો છે. શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પના કારણે ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે કે નુકસાન એવા પ્રશ્નના ઉત્તરમાં અમિત શાહે જણાવ્યું હતં કે, ગુજરાતમાં માત્ર બે જ મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા રહે છે. અન્ય રાજકીય પક્ષોનું કોઇ ખાસ વજુદ હોતું નથી.
   બુલેટ ટ્રેન પ્રોજેકટથી શુ ભાજપને ફાયદો મળશે એવા અન્ય એક સવાલના જવાબમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાજપે ગુજરાતમાં બુલેટ ટ્રેન સહિત વિકાસના અનેક કામો કર્યા છે અને પ્રોજેકટ્સ શરૂ કર્યા છે તેનો લાભ ભાજપને જરૂર મળશે.

 Source :-http://www.akilanews.com/16102017/main-news/1508129713-116049
 
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment