સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 June 2015

કમ્પ્યુટરને ઠંડુ રાખતી હીટ સિન્ક

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,કમ્પ્યુટરને ઠંડુ રાખતી હીટ સિન્ક

વીજપ્રવાહથી ચાલતા દરેક ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક સાધનો ગરમ થાય છે. વીજપ્રવાહ વહે ત્યારે ગરમી પેદા થાય છે, કેટલાક સાધનોને આ ગરમીથી નુકસાન થઇ શકે છે. કમ્પ્યુટરના પ્રોસેસર ખૂબ જ ઝડપથી ગરમ થતા હોય છે. તેને ઠંડા રાખવા જરૃરી છે. આ માટે કમ્પ્યુટરમાં હીટ સિન્ક નામનું સાધન બેસાડેલું હોય છે. હીટ સિન્ક વિના કમ્પ્યુટર ચાલે જ નહીં.
હીટ સિન્ક એ એલ્યુમિનિયમનું બનેલું સાદું સાધન છે. એલ્યુમિનિયમ સૌથી વધુ ઝડપે  ગરમીનું વહન કરે છે એટલે એલ્યુમિનિયમ ઝડપથી ગરમ થઇ અને ઠંડુ પણ ઝડપથી થાય છે. એલ્યુમિનિયમ પોતાની નજીક રહેલા ગરમ પદાર્થમાંથી ગરમીનું શોષણ કરી તેને ઠંડા કરે છે. હીટ સિન્ક એલ્યુમિનિયમની જાળી કે નજીક નજીક ગોઠવેલી પાતળી પ્લેટોનો સમૂહ છે. પ્રોસેસરની ઉપર તે ફીટ થાય તેવી રચના હોય છે. હીટ સિન્ક પ્રોસેસરની ગરમી શોષી લે છે અને તેની ઉપર રહેલો પંખો આ ગરમીનું શોષણ કરી બહાર ફેંકે છે. આમ તે કમ્પ્યુટરને ઠંડુ રાખે છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 3 June 2015

મફત નાઇટ કોલીંગ સુવિધા બાદ BSNLની 15 જૂનથી નવી ભેટ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,મફત નાઇટ કોલીંગ સુવિધા બાદ BSNLની 15 જૂનથી નવી ભેટ

- સત્તામાં આવ્યા બાદ એનડીએ સરકારે આ સુવિધાની ખાતરી આપી હતી

અમદાવાદ તા. 2 જૂન, 2015

ટેલીકોમ મંત્રી રવિ શંકર પ્રસાદે આજે કહ્યું કે, બીએસએનએલ 15 જૂનથી સમગ્ર દેશમાં રોમિંગ ફ્રી સેવાની શરુઆત કરવા જઈ રહ્યું છે. પ્રસાદે જણાવ્યું કે, '15 જૂનથી બીએસએનએલ આખા દેશમાં રોમિંગ ફ્રી થશે.'

ઉલ્લેખનીય છે કે, સત્તામાં આવ્યા બાદથી જ એનડીએ સરકારે ફ્રી નેશનલ રોમિંગ કરવાની ખાતરી આપી હતી. જો કે, આ અગાઉ યુપીએ સરકાર પણ ફ્રી નેશનલ રોમિંગની ખાતરી આપી હતી. સાથે સાથે વર્ષની શરુઆતમાં વોડાફોન અને રિલાયન્સે પણ રોમિંગ ચાર્જીસ ન્યુનતમ કરવાની પહેલ કરી હતી.

પ્રસાદે એ પણ કહ્યું કે, સ્પેક્ટ્રમ શેયરિંગ અને ટ્રેડિંગ પોલિસી આ મહીને કેબિનેટની સામે મુકવામાં આવશે. જુલાઈ કે ઓગસ્ટ સુધી ઈન્ડિયા પોસ્ટને પેમેન્ટ બેંક લાઈસન્સ પણ મળી શકે છે.

BSNL પોતાની લેન્ડલાઈન સેવાના ઓછા થતા વ્યાપરને સુધારવા માટે રાત્રે ફ્રી કોલીંગની સુવિધા ગત મહીનાથી શરુ કરી હતી. 1 મેથી શરુ થયેલી આ સ્કીમ હેઠળ BSNLએ દેશનાં કોઈ પણ મોબાઈલ ફોન સહિતનાં ઓપરેટરને રાત્રે 9થી સવારનાં 7 સુધી ફ્રી કોલીંગની સુવિધા આપી છે.

ટ્રાઈ પ્રમાણે, લેન્ડલાઈનમાં સૌથી વધારે કસ્ટમર હોવા છતા આ સેગમેન્ટમાં ફેબ્રુઆરીમાં BSNLએ સૌથી વધારે ઝડપીથી પોતાનાં કસ્ટમરો ખોયા હતા. જો કે, આ દરમ્યાન એરટેલને સૌથી વધારે ગ્રાહકો મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીનાં અંતમાં BSNL નાં લેન્ડ લાઈન યુઝર્સની સંખ્યા 1.66 કરોડ હતી.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

29 જુલાઈએ આવી રહ્યું છે Windows 10, આ યુઝર્સને મળશે એકદમ ફ્રી...

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,29 જુલાઈએ આવી રહ્યું છે Windows 10, આ યુઝર્સને મળશે એકદમ ફ્રી...

- માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10ને 7 અલગ અલગ એડિશનમાં લાવ્યું છે

- નવી ઓએસને 111 ભાષાઓની સાથે દુનિયાનાં 190 દેશોમાં લોન્ચ કરી રહ્યું છે

અમદાવાદ તા. 2 જૂન, 2015

માઈક્રોસોફ્ટ વિન્ડોઝનું નેક્સ્ટ જનરેશન વર્ઝન 29 જુલાઈનાં રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. કંપની તેને વિન્ડોઝ 10 નામેથી લઈને આવી છે. તેમાં ખાસ વાત એ છે કે આ વર્ઝન કોમ્પ્યુટરની સાથે સાથે સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે પણ આવી રહ્યું છે.

કોમ્પ્યુટર અને હાર્ડવેર સહિત તેની સાથે જોડાયેલી એસેસરીઝ અને સોફ્ટવેર સેલ કરનાર ઓનલાઈન રિટેલરે Windows 10 માટે પ્રી ઓર્ડર લેવાનું પણ શરુ કરી દીધું છે. આ રિટેલર દ્વારા માઈક્રોસોફ્ટ Windows 10 હોમ OEM 109.99 ડોલર એટલે કે અંદાજે 7000 રૂપિયા અને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10 પ્રોફેશનલ ઓઈએમને 149.99 ડોલર અંદાજે 9500 રૂપિયામાં પ્રી બુક કરવામાં આવી રહ્યું છે.

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10ને 7 અલગ અલગ એડિશનમાં લાવવામાં આવ્યું છે જેમાં વિન્ડોઝનું હોમ, મોબાઈલ, મોબાઈલ એન્ટરપ્રાઈઝ, પ્રો, એન્ટરપ્રાઈઝ, એજ્યુકેશન. 10 આઈઓટી કોર છે. માઈક્રોસોફ્ટ પોતાનાં વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમને 111 ભાષાઓની સાથે દુનિયાનાં 190 દેશોમાં લોન્ચ કરી રહ્યું છે.

માઈક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8નાં વર્ઝન યુઝર્સને વિન્ડોઝ 10 એકદમ ફ્રી આપવામાં આવશે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 2 June 2015

વિશ્વની શ્રેષ્ઠ લેન્ડમાર્ક ઇમારતોમાં આગ્રાના તાજમહેલનો ત્રીજો ક્રમ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,વિશ્વની શ્રેષ્ઠ લેન્ડમાર્ક ઇમારતોમાં આગ્રાના તાજમહેલનો ત્રીજો ક્રમ

- પેરૃનુ માચુ પિચુ પ્રથમ અને કમ્બોડિયાનું અંગકોરવાટ બીજા સ્થાને રહ્યા

(પીટીઆઇ)    લંડન, તા.૨
સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરતા પર્યટકોએ વિશ્વમાં ટોચની ત્રણ લેન્ડમાર્ક ઇમારતોમાં આગ્રાના તાજમહેલને ત્રીજા સ્થાને મુક્યો હતો, એમ એક જાણીતી પ્રવાસ આયોજક વેબસાઇટે અત્રે કહ્યું હતું.

ટ્રીપ એડવાઇઝરના ૨૦૧૫ ટ્રાવેલર એટ્રેકશન વાટ અનુસાર, ટોચના લેન્ડમાર્કની યાદીમાં તાજમહેલનો ક્રમ ત્રીજો હતો. ' ટ્રાવેલર્સ ચોઇઝ લેન્ડમાર્ક દ્વારા વિશ્વની કેટલીક ટોચની આઇકોનિક ઇમારતો જે આકર્ષણનું કેન્દ્ર હોય છે એની એક યાદી તૈયાર કરવામાં આવી હતી' એમ ટ્રિપ એડવાઇઝરના મુખ્ય માર્કેટિંગ અધિકારી બારબરા મેસિંગે કહ્યું હતું.

મોગલ બાદશાહ શાહ જહાન દ્વારા એમના પત્નીની યાદમાં બંધાવવામાં આવેલ તાજ સફેદ સંગેમરમરથી બનાવવામાં આવ્યો હતો. એને પ્રેમના પ્રતિક તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯૮૩માં, એને યુનેસ્કોની વિશ્વની હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યો હતો. તાજને જોવા માટે દર વર્ષે ૨.૪ કરોડ લોકો આવે છે જેમાં બે લાખ કરતાં પણ વધારે તો વિદેશીઓ હોય છે.  યુકેમાં ટાવર ઓફ લંડનને શ્રેષ્ઠ લેન્ડમાર્ક તરીકે ગણવામાં આવ્યો હતો. સ્કોટલેન્ડમાં આવેલું એડિનબરો કેસ્લ બીજા સ્થાને હતું.

યુકેમાં તો અનેક લેન્ડમાર્ક ઇમારતો આવેલી છે. ઉનાળામાં તો આ તમામ જગ્યાએ ખૂબ જ આકર્ષણ જમાવે છે. લોકો એને જોવા માટે અગાઉથી બુકિંગ કરાવી લે છે.