સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 21 January 2016

રેડિયો મિર્ચીનાં આરજેની પત્નીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,રેડિયો મિર્ચીનાં આરજેની પત્નીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા

- બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

- મૃતકના પરિવારજનોએ આત્મહત્યા ન હોવાનો આક્ષેપ કર્યો

- નહેરૃનગરમાં રહેતા પત્નીએ આનંદનગર રોડ પરનાં ટાવર પરથી પડતુ મુક્યું

અમદાવાદ, ગુરૃવાર
નહેરૃનગરમાં રહેતી અમે રેડીયો મિર્ચીના આરજે કૃણાલ દેસાઈની પત્નીએ આનંદનગર રોડ પર આવેલા એક ૧૦ માળના ટાવર પરથી આજે બપોરે પડતુ મુકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા અને વિદેશમાં હનીમુન મનાવીને પરત આવ્યા હતા. જોકે પતિ સાથે ઝઘડો થતા તે છેલ્લા બે દિવસથી પિયરમાં હતી. જોકે તેના પરિવારજનોએ તેણે આત્મહત્યા નહી પણ તેની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આનંદનગર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
સેટેલાઈટમાં ઝાંસીની રાણીનાં પુતળા નજીક સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં પતિ કૃણાલ ઈશ્વરભાઈ દેસાઈ સાથે રહેતી ભૂમી પ્રવિણભાઈ પંચાલ (૨૪)એ આજે બપોરે અંદાજે ૨ વાગ્યે આનંદનગર રોડ પર આવેલા ૧૦ માળના સચીન ટાવરનાં ટેરેસ પરથી પડતું મુક્યું હતું.
પતિ સાથે ઝઘડો થતા ભુમિ તેના પિતાના શાહીબાગ સ્થિત ગુંજન એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા જ આવી ગઈ હતી.
આજે સવારે તે શાહીબાગથી જીજે ૦૧ આરજે ૧૦૪૮ નંબરની આઈ-૧૦ કાર લઈને નીકળી હતી. ત્યારબાદ તે સચીન ટાવરમાં આવી હતી અને કાર પાર્કિંગ કરીને એચ વિંગના ૧૦ માળના ટેરેસ પર ગઈ હતી. જ્યો પોતાનું પર્સ અને ચપ્પલ મુકીને તેણે નીચે પડતુ મુક્યું હતું. જોકે તેનો મોબાઈલ તેની સાથે જ હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના એક મિત્રને ફોન કરીને પોતે સુસાઈજ કરતી હોવાનું જણાવ્યું હોવાનું કહેવાય છે.
ત્યારબાદ ભારે કોલાહલ થતા એચ વિંગમાં રહેતા દિવ્યાંગભાઈ પંડયા નીચે દોડી આવ્યા હતા. તેમણે જોયું તો કોઈ મહિલાએ સુસાઈડ કર્યું હતું, આથી તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરતા આનંદનગર પોલીસ  ઘટનાસ્થળે દોડી આવી હતી. દિવ્યાંગભાઈનાં જણાવ્યા મુજબ તેમણે જોયું તો મહિલા તેમના સચીન ટાવરની રહેવાસી ન હોવાનું જણાયું હતું. જોકે બાદમાં પોલીસ આવતા પોલીસે તપાસ કર્યા બાદ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેને પગલે તેના પરિવારજનો ઘટનાસ્થળે આવ્યા હતા. તેમનાં હૈયાફાટ રૃદનથી અહીંનું વાતાવરણ શોકમય બની ગયું હતું.
ભુમીનાં લગ્ન અગાઊ થયા હતા. પરંતુ પતિ સાથે અણબનાવને પગલે તેણે છુટાછેડા લીા હતા.
બીજીતરફ સચીન ટાવરનાં પ્રવેશદ્રાર પર સીસીટીવી કેમેરા લગાવેલા છે. જેમાં ભુમી કાર લઈને આવી ત્યારે તેની સાથે કોઈ હતિં કે કેમ તે તપાસ બાદ જાણવા મળશે એમ પોલીસે કહ્યું હતું.
જોકે હાલમાં આનંદનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંીને વધુ તપાસ હાથ રી છે.

દુબઈમાં કોન્ટેસ્ટ જીતેલી ભૂમીને કૃણાલ સાથે પ્રેમ થયો હતો
બીબીએ થયેલી ભૂમી પંચાલ રેડિયો મિર્ચીની એક કોન્ટેસ્ટમાં જીતી ગઈ હતી. જેમાં દુબઈમાં તેની ઓળખ આરજે કૃણાલ સાથે થઈ હતી. જેમાં બન્ને વચ્ચે પ્રેમ થતા તેમણે પરિવારજનોની સંમતીથી તા. ૨૪.૧૧.૨૦૧૫નાં રોજ  લગ્ન કરી લીા હતા.

આટલી વાતમાં આવું તે કંઈ કરાય? ઃ કૃણાલ દેસાઈ
ભુમીએ આત્મહત્યા કરતા પહેલા તેના એક મિત્રને પોતે સુસાઈડ કરતી હોવાનો મેસેજ તેના એક મિત્રને કર્યો હતો. આથી તેણે ભુમીને ફોન કર્યો હતો પરંતુ ભુમી ફોન ઊપાડતી ન હતી. આથી તે સચીન ટાવર દોડી આવ્યો હતો. તેણે જોયુ તો ભુમી લોહીલુહાણ હાલતમાં પડી હતી. બાદમાં તેણે કૃણાલને ફોન કરતા તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેણે ભુમીને આ હાલતમાં જોઈને આટલી વાતમાં આવું તે કંઈ કરાતું હશે, એમ કહ્યું હતું, બાદમાં તે સચીન ટાવરનાં ગાર્ડનમાં બેસી ગયો હતો.

આ આત્મહત્યા નહી હત્યાનો બનાવ છે ઃ ભુમીના પરિવારજનો
ઘટનાસ્થળે દોડી આવેલા ભુમીના દાદા અને ફુઆએ આ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભુમીના ફુઆ રમેશ પંચાલનાં જણાવ્યા મુજબ ભુમીના પિતા દુેશ્વરમાં એન્જીનિયરિંગની ફેક્ટરી રાવે છે. ઘરેલું ઝઘડાને કારણે ભુમી બે દિવસથી તેના શાહીબાગમાં પિયરમાં આવી ગઈ હતી. ભુમીનો મૃતદેહ જે રીતે પડયો છે તે જોતા તેણે આત્મહત્યા નહી પણ કોઈએ તેને ક્કો માર્યો હોય તેવું જણાય છે. જોકે પોલીસ તપાસમાં બધુ બહાર આવશે.

બર્થડેના દિવસે ભુમી પતિ સાથે હનીમુન માટે બેંગકોક ગઈ હતી ઃ પોલીસ
આ કેસની તપાસ કરી રહેલા એમ ડિવીઝનનાં એસીપી યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ૧૪ જાન્યુઆરી નાં રોજ ભુમીનો બર્થડે હતો.આથી કૃણાલ અને ભુમી અન્ય ત્રણ કપલ સાથે હનીમુન માટે ૧૩ જાન્યુઆરીનાં રોજ બેંગકોક જવા રવાના થયા હતા. જ્યાં તેઓ ૧૮ જાન્યુઆરી સુી રોકાયા હતા.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

સુર્યમાળામાં નવમો ગ્રહ શોધાયો હોવાનો વિજ્ઞાાનીઓનો દાવો

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,સુર્યમાળામાં નવમો ગ્રહ શોધાયો હોવાનો વિજ્ઞાાનીઓનો દાવો

- ૧૬૨ વર્ષમાં પ્રથમ વખત સુર્યમાળામાં નવો ગ્રહ ઉમેરાશે

- પ્લુટોને રદબાતલ કર્યા પછી આઠ જ ગ્રહો ગણાય છે

નવમો ગ્રહ અવકાશ વિજ્ઞાાનના ઈતિહાસની મહત્ત્વપૂર્ણ શોધ
પાસાડેના, તા.૨૧
અમેરિકાની કેલિફોનિયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વિજ્ઞાાનીઓએ દાવો કર્યો છે કે સુર્યમાળામાં નવમો ગ્રહ છે. પ્લુટો નવમો ગ્રહ હતો, પણ ૨૦૦૬માં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને તેની ગ્રહ તરીકેની માન્યતા રદ કર્યા પછી સુર્યમાળા આઠ જ ગ્રહની રહી ગઈ હતી. હવે તેમાં નવમો ગ્રહ શોધાયો હોવાનો દાવો થતાં ખગોળવિજ્ઞાાન જગતમાં રોમાંચ ફેલાયો છે. કેમ કે ૧૮૪૫ પછી સુર્યમાળામાં ગ્રહ શોધાયાની આ પહેલી ઘટના છે. સુર્યમાળા બહાર ઘણા ગ્રહો નોંધાતા રહે છે. પણ સુર્ય ફરતે પ્રદક્ષિણા કરતો હોય એવો છેલ્લો ગ્રહ નેપ્ચુન જોન ગાલે અને ઉર્બેઈન લેવેરિયરે શોધ્યો હતો.
સંશોધકોએ ગુરુત્વાકર્ષણ બળના આધારે આ ગ્રહની હાજરી પારખી છે, માટે હજુ તેની ઉલટતપાસ કરવાની બાકી છે. પણ નેપ્ચુન પછી કોઈ મોટો ગોળો હોવાની વાત વિજ્ઞાાનીઓ વિશ્વાસપૂર્ક કહી રહ્યાં છે. કેમ કે નેપ્ચુન પછીના ખાલી આકાશમાં જે ગુરુત્વાકર્ષણ બળ અનુભવાઈ રહ્યું છે એ કોઈ નાના લઘુગ્રહનું ન હોઈ શકે. દૂરના બ્રહ્માંડમાં આવેલા ગ્રહો તેના ગુરુત્વાકર્ષણના આધારે જ શોધાતા હોય છે.
નવમો ગ્રહ ગ્રહ પૃથ્વી કરતાં દસગણુ દળ ધરાવે છે, પણ કદ પૃથ્વી કરતાં ત્રણ ગણુ છે. નવમો ગ્રહ જોકે અત્યંત દૂર છે. સુર્ય અને નેપ્ચુન વચ્ચે અંતર છે, તેનાથી ૨૦ ગણો દૂર આવેલો છે. એટલે એ સુર્ય ફરતે એક ચક્કર કાપવામાં ૧૦થી ૨૦ હજાર વર્ષ જેટલો સમય લેતો હોવાનો વિજ્ઞાાનીઓએ અંદાજ લગાવ્યો છે. આ ગ્રહ પ્લુટો કરતાં તો ૫ હજાર ગણુ વધારે દળ ધરાવે છે, એટલે કે તેને ગ્રહ માનવો જ પડે એટલું મોટું તેનું કદ છે.
૨૦૧૪માં સૌ પ્રથમ વખત ઈન્સ્ટીટયૂટના કેટલાક સંશોધકોએ નેપ્ચુન પછી આવેલા વિવિધ ૧૩ પદાર્થો અંગે અભ્યાસ રજૂ કર્યો હતો. તેમાં પ્રથમ વાર આ ગ્રહ હોવા અંગે ઉલ્લેખ હતો. હવે તે અંગેના મજબૂત પુરાવા મળ્યાં છે. જોકે વધારે નક્કર સાબિતી માટે વિજ્ઞાાનીઓ હવાઈ ટાપુ ખાતે આવેલા ટેલિસ્કોપ દ્વારા નવમા ગ્રહનો સતત અભ્યાસ કરશે. સાથે સાથે દુનિયાના બીજા બધાં મોટા ટેલિસ્કોપ પણ નવાં ગ્રહના અભ્યાસ માટે કામે લાગી ગયા છે.

નવમો ગ્રહ રદ કર્યો, તેમણે જ નવો ગ્રહ શોધ્યો!
નવમા ગ્રહની શોધમાં પ્લાનેટરી એસ્ટ્રોનોમીના પ્રોફેસર માઈક બ્રાઉને મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની ટુકડી જ સંશોધનમાં લાગેલી હતી અને હજુ પણ લાગી છે. પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા રદ કરવા માટે પણ માઈક કારણભૂત છે. કેમ કે તેમણે પ્લુટો જેવડા ઘણા ખગોળિય પદાર્થો શોધી કાઢ્યા હતા. જો પ્લુટો ગ્રહ હોય તો માઈકે શોધેલા કેટલાક ગોળાઓને પણ ગ્રહ ગણવા પડે. એ રીતે ગ્રહોની સંખ્યા ઘણી વધી જાય. માટે એ પછી ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને ગ્રહ અંગેની નવી વ્યાખ્યા તૈયાર કરી પ્લુટોને રદ કર્યો અને પ્લુટોને લઘુગ્રહ તરીકેની નવી ઓળખ આપી. એ પછી તો પ્રોફેસર બ્રાઉને પોતે કઈ રીતે પ્લુટોના મારણ માટે કારણભૂત બન્યા એ અંગે પુસ્તક પણ લખ્યું હતું. નવા ગ્રહની શોધ પછી બ્રાઉને કહ્યુ હતું કે પ્લુટોને ગ્રહ તરીકે હટાવી દેતી વખતે જે લોકો દુઃખી થયાં  હતાં, તેમને મેં હવે નવો ગ્રહ શોધી આપ્યો છે!

ગ્રહ કેમ શોધાય?
નવો ગ્રહ છે એ કેમ ખબર પડે? તેનું અંતર તો અબજો કિલોમીટર દૂર છે. વિજ્ઞાાનીઓ પાસે ગ્રહોની હાજરી પારખવા માટે પાંચ પદ્ધતિ છે. ડોપ્લર ઈફેક્ટ, રેડિયો કિરણો દ્વારા ઓળખાણ, કોઈ ગ્રહ આગળથી અજાણ્યો ગ્રહ પસાર થાય ત્યારે વપરાતી ટ્રાન્ઝિટ મેથડ, સીધી જ નવા ગ્રહની તસવીર મળી આવે અને ગુરુત્વાકર્ષણની માપણી. બ્રહ્માંડમા ફેલાયેલા ગુરુત્વીય મોજાંઓના અભ્યાસ માટે વિજ્ઞાાનીઓ પાસે આઈન્સ્ટાઈની થિયરી છે જ. એ થિયરી પ્રમાણે કોઈ વિશાળ ગ્રહની નજીકથી પસાર થતી વખતે ગુરુત્વાકર્ષણના મોજાં વળાંક લે છે. એ વળાંકના આધારે ખબર પડી આવે કે નજીકમાં કોઈ મોટો ગ્રહ છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 11 January 2016

ક્લાઈમેન્ટ ચેન્જ : વિશ્વ સમક્ષ મોટો પડકાર - Save the world - 8

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,ક્લાઈમેન્ટ ચેન્જ : વિશ્વ સમક્ષ મોટો પડકાર - Save the world - 8

Author: 
ડા. એસ. કે. પાંભર
Source: 
યોજના, જુલાઈ-૨૦૧૦
પૃથ્વી ઉપર ઉદ્યોગોને કારણે કાર્બનડાયોક્સાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક હદે વધી ગયું છે. તેને કારણે દુનિયામાં પીવાના પાણીની સખત ખેંચ પેદા થાય તેમ છે. એક અંદાજ મુજબ યંત્રવાદનો યુગ શરૂ થયોતે અગાઉ પૃથ્વી ઉપર કાર્બનડાયોક્સાઈડ વાયુનું જેટલું પ્રમાણ હતું તે પ્રમાણમાં આજે ઘણો વધારો નોંધાતા વિશ્વના રણપ્રદેશો અને સુકાપ્રદેશોમાં ભેજનું પ્રમાણ એકદમ ઘટી જશે. તો ક્યાંક પાણીનો જથ્થો વધી જશે તેમ જણાવવામાં આવ્યું છે.

ક્યોટો પ્રોટોકોલ અને કોપન હેગન પરિષદ પછી પણ હવામાન પરિવર્તન માટે જવાબદાર કૃત્રિમ પરિબળોને અંકુશમાં લેવાની કોઈ મજબુત, વૈશ્વિક સમજુતી સાધી શકાય નથી. પરિણામે ક્લાઈમેન્ટ ચેન્જની સામે પગલાઓ લઈ શકાય તે પ્રકારનું આયોજન અને નજીકના ભવિષ્યમાં સફલતા મળે તેવું લાગતું નથી. આખો પ્રશ્ન વિકસિત, વિકાસશીલ અને ગરીબ રાષ્ટ્રોના હિતો અને સંઘર્ષ વચ્ચે અટવાઈ ગયો છે. પૃથ્વીની ઉત્પત્તિ, કુદરતી, ભૌગોલિક ઘટનાઓ અને પરિવર્તનોથી અનેક કુદરતી પ્રદેશો હજારો વર્ષથી અસ્તિત્વમાં આવ્યા છે અને વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. આવા પ્રદેશોમાં મુખ્યત્વે ઠંડા, શુષ્ક, ગરમ વગેરે જોવા મળે છે. આવા પ્રદેશો કુદરતી રીતે જોઈએ તો જેમના તેમ રહેવા જોઈએ, પરંતુ પૃથ્વી પર બદલાઈ રહેલા વાતાવરણને પગલે વિશ્વના દરેક ખૂણે હવે નવા-નવા ફેરફારો નોંધાવવા લાગ્યા છે અને જેના પરિણામસ્વરૂપ અતિશય તાપમાનવૃદ્ધિ, બરફવર્ષા, અતિવૃષ્ટિ, અતિ ઠંડી વગેરે જેવા હવામાનમાં થતા ફેરફારો જોવા મળ્યા છે. કુદરતના આવા પરિવર્તનોને લઈને વિશ્વના ઘણાં બધાં દેશો આ બાબતે ચિંતા દર્શાવવા લાગ્યા છે.

કેટલાક અહેવાલો


ક્લાઈમેન્ટ ચેન્જને પરિણામે સમગ્ર સૃષ્ટિ પર અને વિશ્વના કેટલાક પ્રદેશો પર કેવી દુરોગામી અસરો થશે તે અંગેની માહિતી નીચેના કેટલાક અહેવાલો પરથી જાણી શકાશે.
૧. વિશ્વબેંકનો એક તાજેતરનો અહેવાલ જણાવે છે કે વૈશ્વિક તાપમાન વધવાથી ગંભીર વિઘાતક પ્રશ્નો સર્જાય છે, તેથી ઋતુચક્રમાં પરિવર્તનો થવા લાગ્યા છે. જે ખૂબ જ પ્રતિકૂળ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા પણ ઘટવા લાગી છે. ઈ.સ. ૨૦૦૦ થી ૨૦૦૭ દરમિયાન માનવપ્રવૃત્તિઓને કારણે જમીન અને સમુદ્રની કાર્બનડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા ૫૪ ટકા ઘટી છે. જંગલોનો નાશ થવાથી જાગતિક તાપમાનમાં વૃદ્ધિ થઈ છે. તેથી વિકસતા દેશોને દર વર્ષે ૧૦૦ બિલીયન ડોલરનું નુકસાન થાય છે.
૨. નાસાના વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ થોમસે વિમાન દ્વારા આટલાન્ટિક ખંડ પર અવલોકન કરીને જણાવેલ કે બરફના પહાડો પીગળી રહ્યા છે અને હીમનદીઓ પાતળી પડી રહી છે. બરફ પીગળવાને કારણે દુનિયાભરના મહાસાગરોની સપાટી ઊંચી આવી રહી છે અને સુનામી જેવી ઘટનાઓનું પ્રમાણ વધશે તેવું જણાઈ રહ્યું છે.
૩. સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણીય કાર્યક્રમ અને વર્લ્ડ મિટીયોલોજીકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૧૨૨ વૈજ્ઞાનિકો અને ૫૧૫ સહાયકો દ્વારા ૨૦૦૧માં એક વિસ્તૃત અભ્યાસ રજુ થયો હતો. તે મુજબ વીસમી સદીમાં પૃથ્વીના સ્તરના સરેરાશ તાપમાનમાં ૦.૬ ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો થયેલ અને આ વધારાનું મુખ્ય કારણ માનવસર્જિત ઉદ્યોગો હતુ. ઈ.સ. ૧૮૬૧ની સાલમાં પૃથ્વીના વિવિધ પ્રદેશોનું ઉષ્ણતામાન વિધિસર માપવાનું અને નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે. તે પછી ૧૯૯૦નો દાયકો પૃથ્વી માટે સૌથી ગરમ દાયકો હતો અને ઈ.સ. ૧૯૯૮નું વર્ષ સૌથી ગરમ વર્ષ હતું.
૪. ‘ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેન્ટ ચેન્જ’ ના જણાવ્યા મુજબ ૧૯૬૧ થી અત્યાર સુધીમાં પૃથ્વીના ૧૦ ટકા પહાડો પીગળી ગયા છે. વીસમી સદી સુધીમા પૃથ્વી ઉપર આવલેા સમદ્રુની સપાટીમાં ૦.૧ મીટરથી લઈને ૦.૨ મીટર જટેલા વધારો થયો છે. એક અંદાજ મુજબ૨૧ મી સદીના અંત સધુીમાં પૃથ્વી ના તાપમાનમા ૧.૪ ડીગ્રીથી લઈને ૫.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ વાંદરો થવાની સંભાવના છે.
૫. ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ - ઇસરોએ જાહેર કરેલા આંકડાઓ મુજબ આબોહવા પરિવર્તનની ગંભીર અસરોને કારણે ગંગોત્રી હિમખંડ છેલ્લા ૩૦ વર્ષમાં ૧.૫ કિ.મી. જેટલો ઓગળ્યો છે. સેટેલાઈટ તસ્વીરો દ્વારા પુરવાર થયું હતું કે છેલ્લા દશ વર્ષમાં આ હિમખંડ ૧૫ થી ૨૦ મીટર પીગળ્યો હતો. ઇસરોએ ઉપગ્રહ દ્વારા મેળવેલા ચિત્રોમાં સ્પષ્ટ જણાતું હતું કે ગંગોત્રી હિમખંડની ઉંચાઈએ હવે વૃક્ષો ઉગવાનું શરૂ થયું છે જે થોડા દાયકાઓ અગાઉ જોવા મળતા ન હતા.
૬. ફિલિપાઈન્સની ઈન્ટરનેશનલ રાઈસ ઇન્સ્ટીટ્યુટે બહારપાડેલા અહેવાલ મુજબ વિશ્વમાં વધી રહેલી ગરમીને કારણે ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વના આશરે અઢી અબજ લોકોનો મુખ્ય આહાર ચોખા છે એ જોતા ચોખાનું ઉત્પાદન ઘટશે તો આ અઢી અબજ પૈકી કરોડો ગરીબ લોકો ભૂખમરાનો શિકાર બનશે. વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વીના ઉષ્ણતામાનમાં જો ૦.૭ ડિગ્રી જેટલો વધારો થાય તો ચોખાના ઉત્પાદનમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થાય છે.

હવામાન પરિવર્તનની અસરો


હવામાન પરિવર્તનને લીધે પૃથ્વી પરના વાતાવરણમાં જે ફેરફારો થાય છે. તેનાથી ઋતુચક્રમાં બદલાવ આવેલો જોવા મળે છે. કેટલીક ગંભીર અસરોને સ્પષ્ટ કરીએ : - પૃથ્વી ઉપરના ઉદ્યોગોને કારણે કાબર્નડાયોક્સાઈડ જવેા ઝેરી વાયુઓનું પ્રમાણ વધી ગયું છે. તેને કારણે દુનિયામાં સતત પાણીની ખેંચ પેદા થાય તેમ છે. વિશ્વના રણપ્રદેશો અને સુકાપ્રદેશોમાં ભેજનું પ્રમાણ એકદમ ઘટી જશે. તો ક્યાંક પાણીનો જથ્થો વધી જશે તેમ જણાવવામાં આવ્યું છે.
- જેઓ નિયમિત રીતે હિમાલયની મુલાકાતે જાય છે, તેમનું સ્પષ્ટ નિરીક્ષણ છે કે અગાઉ આ પ્રદેશમાં જેટલી બરફવર્ષા થતી હતી એટલી હવે થતી નથી. ઉતરાંચલમાં કૌંસાની નામનું હિલસ્ટેશન આવેલું છે આ પ્રદેશમા શિયાળામાં હવે પહેલા જેટલી ઠંડી પડતી નથી.
- છેલ્લા ૫૦ વર્ષમાં હવામાનના ઉષ્ણતામાનમા ૧૦૦ ટકાનો વધારો નોધાયો છે. તેથી પૃથ્વીની વાર્ષિક સિસ્ટમમા ગરબડ ઊભી થઈ છે.
- ૧૯૯૮ થી સતત દર વર્ષે સરેરાશ ઉષ્ણતામાન વધતું રહ્યું છે અને ૨૦૦૫નું વર્ષસદીઓમાં સૌથી ગરમ વર્ષ સાબિત થયું હતું.
- ગરમીના કારણે ઉત્તરધ્રુવની હિમાચ્છાદીત પર્વતમાળાઓ અને દક્ષિણધ્રુવના હિમાચ્છાદીત મેદાનો ઓગળી રહ્યા છે તેથી ધ્રુવપ્રદેશો ઠંડક ગુમાવી રહ્યા છે.
- હજારો વર્ષથી જરાય ન ઓગળેલો બરફ ઓગળીને મહાસાગરોમાં ઠલવાઈ રહ્યો છે. તેથી મહાસાગરના આંતરિક પ્રવાહો બદલાઈ રહ્યા છે અને જળચર જીવસૃષ્ટિ નાશ પામી રહી છે.
- શિયાળો-ઉનાળો અને ચોમાસુ અસ્થિર તથા ઘાતક બની જતા દરેક ઋતુના પાક નિષ્ફળ જશે અને અનાજની કારમી અછતથી વિશ્વવ્યાપી ભૂખમરો ફરી વળશે.
- વધતી ગરમીના પરિણામે હવામાં ભેજનું પ્રમાણ વધશે પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ, ફ્લુ જેવા ચેપી રોગોના વાયરસ વગેરે અનેક પ્રમાણમાં ઉદ્ભવશે અને ફેલાશે.

વિનીત કુંભારાણા
Source :-http://hindi.indiawaterportal.org/node/48633
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

ગ્લોબલ વોર્મિંગ - સળગતી સમસ્યા - Save the world - 7

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,ગ્લોબલ વોર્મિંગ - સળગતી સમસ્યા - Save the world - 7

Author: 
રૂપેશ જોષી
source: 
યોજના, જુલાઈ-૨૦૧૦
વૈજ્ઞાનિકો એવું અનુમાન કરે છે કે વર્ષ ૨૦૨૫ થી ૨૦૭૫ ની વચ્ચેના સમયગાળામાં અંગારવાયુનું પ્રમાણ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા જેટલું હતું. તેનાથી બમણું થઈ જવા પામશે. આ રીતે અંગારવાયુની જમાવટથી વધારે માત્રામાં ઉષ્ણતા પૃથ્વી ઉપર રોકશે અને વૈશ્વિક તાપમાન ૧.૫ સે થી ૫.૫ સે સુધી વધી જવા પામશે. તેને લીધે બંને ધ્રુવો ઉપરનો બરફ પીગળવા માંડશે અને સમુદ્રોેની સપાટીઓ ૧ મી. થી ૩ મી. જેટલી ઊંચી આવશે અને તેના પરિણામે વિશ્વના નીચાણવાળા ભાગો જેવા કે ન્યુયોર્ક, લંડન, ટોકિયો, બાંગ્લાદેશ, લક્ષદ્વિપ અને નેધરલેન્ડ અને અન્ય વિસ્તારો પાણીમાં ડૂબી જશે.

કોપન હેગન ખાતે યોજાયેલી ગ્લોબલ વોર્મિંગની બેઠકમાં દુનિયાના દરેક દેશને ચેતવણી આપી કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આપણી કમજોરી બને તે પહેલાં તેના કારણો દૂર કરવાના ઉપાયો કરવા પડશે છેલ્લા ૫૦ વર્ષમાં હવામાનના ઉષ્ણતામાનમાં ખૂબ વધારો થયો છે. ગરમીને લીધે ઉત્તર ધ્રુવની હિમાચ્છાદિત પર્વતમાળાઓ અને દક્ષિણ ધ્રુવના હિમાચ્છાદિત મેદાનો ઓગળી રહ્યા છે. તેથી આ ધ્રુવ પ્રદેશો ઠંડક ગુમાવી રહ્યા છે. બરફ ઓગળી દરિયામાં ઠલવાઈ રહ્યો છે. તેથી દરિયાની સપાટી વધવાથી કિનારાના શહેરો ડૂબવાની શક્યતા છે. ગરમીને કારણે મૃત્યુ આંક ઊંચો આવશે. શિયાળો-ઉનાળો અને ચોમાસાની ઋતુઓ અસ્થિર અને ઘાતક બની જશે. ધ્રુવ પ્રદેશોની ઠંડી ઘટવાથી અને હવાની તથા મહાસાગરોની ગરમી વધવાથી વિનાશક વાવાઝોડા સેંકડોની સંખ્યામાં નુકસાન કરશે. ભારતના ઉત્તરના રાજ્યોને આ બધાની વધુ અસર થશે. ઈ.સ. ૨૦૨૦ની આસપાસ દિલ્હીમાં જાન્યુઆરીમાં ઉનાળાની અસર જોવા મળશે. ગંગા, જમના, બ્રહ્મપુત્રા જેવી હિમાલયની નદીઓમાં હિમનદીઓ પીગળતા પુર આવતા નુકસાન થશે. પર્યાવરણ એટલે પૃથ્વી પરના જીવન અને વિકાસને અસર કરતી તમામ બાહ્ય પરિસ્થિતિઓ અને અસરો, માનવે બુદ્ધિ અને વિજ્ઞાનના બળે પર્યાવરણનો ઉપયોગ કરી પોતાનું સાંસ્કૃતિક માળખું સર્જ્યું છે. જેમાં ખેતીવાડી, ઉદ્યોગ, વાહનવ્યવહાર, વ્યાપાર અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ બધી આર્થિક પ્રવૃત્તિઓમાં પર્યાવરણ પાયામાં પડેલું છે. પર્યાવરણનો ઉપભોગ કરવા જતાં અને વિવિધ ઉદ્યોગોનો વિકાસ કરવા જતાં માનવે પ્રદૂષણને જન્મ આપ્યો છે. મિલ, કારખાનામાં ઝેરી-ધુમાડાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધી છે. પરિણામે હવા પ્રદૂષણ ફેલાયું છે. ઉદ્યોગ અને કારખાનામાં વપરાતાં દૂષિત થયેલાં પાણીએ જળપ્રદૂષણને જન્મ આપ્યો છે.

ઓઝોન સ્તરમાં ગાબડું


ગ્લોબલ વોર્મિંગની ઉપરોક્ત અસરોનું કારણ ઓઝોન સ્તરમાં ગાબડું છે. આપણી પૃથ્વીની ૧૫ થી ૫૦ કિ.મી. વચ્ચે આવેલ ઓઝોન (૦૩) વાયુના જાડા સ્તરમાં ફેરફાર થયો છે.જ્યારે સૂર્યનાં નીલાતીત કિરણો પ્રાણવાયુ (૦૨)ના અણુઓ ઉપર પડે છે. ત્યારે તેનું રૂપાંતર થઈ ૦૩ ઉત્પન્ન થાયછે.સૂર્યનાં નીલાતિત કિરણો કે જો સીધાં પૃથ્વી ઉપર પડે તો ઘણા જૈવિક અણુઓનો નાશ કરે એટલે કે સજીવોને હાનિ પહોંચાડે તેવા ૯૯ ટકા નીલાતિત કિરણોને પૃથ્વી ઉપર પડતાં અટકાવવાનું અગત્યનું કામ ઓઝોન વાયુનું સ્તર કરે છે. આપણું પર્યાવરણ ૦.૦૩ ટકા અંગારવાયુનું બનેલું છે અને આ વાયુની માત્રા છેલ્લી સદીમાં ૨૫ ટકા વધવા પામી છે. વાતાવરણનો અંગારવાયુએ ગ્રીનહાઉસના કાચ સમાન છે. સૂર્યની પ્રકાશરૂપી ઊર્જા અંગાવાયુમાંથી પસાર થઈ પૃથ્વી આવી પૃથ્વીને ગરમ રાખે છે. પરંતુ કેટલીક ગરમી નીલાતીત કિરણો અથવા ઉષ્ણતારૂપે આ અંગારવાયુના સ્તરની અંદર રોકાઈ જાય છે. વીસમી સદીમાં અંગારવાયુની માત્રામાં થયેલી વૃદ્ધિના કારણે વધારે પ્રમાણમાં નીલાતિત કિરણો અને ગરમી આ રીતે રોકાઈ ગયેલ છે અને પૃથ્વીનુ તાપમાન ૦.૫ સે જેટલું વધી જવા માપેલ છે. આ અંગારવાયુ પૈકીનો મોટાભાગનો કોલસાનું, તેલનું અને પેટ્રોલનું, કારખાના અને વાહનો દ્વારા થતા દહનના કારણે ઉત્પન્ન થયેલો છે. અન્ય પ્રદુષણકર્તા તત્ત્વો જેવા કે, મીથેન, નાઈટ્સ્ ઓક્સાઈડ અને કેટલાંક સલ્ફર સંયોજનો પણ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં ભાગ ભજવે છે.

વૈજ્ઞાનિકો એવું અનુમાન કરે છે કે વર્ષ ૨૦૨૫ થી ૨૦૭૫ ની વચ્ચેના સમયગાળામાં અંગારવાયુનું પ્રમાણ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા જેટલું હતું તેનાથી બમણું થઈ જવા પામશે. આ રીતે અંગારવાયુની જમાવટથી વધારે માત્રામાં ઉષ્ણતા પૃથ્વી ઉપર રોકશે અને વૈશ્વિક તાપમાન ૧.૫ સે થી ૫.૫ સે સુધી વધી જવા પામશે. તેને લીધે બંને ધ્રુવો ઉપરનો બરફ પીગળવા માંડશે અને સમુદ્રોેની સપાટીઓ ૧ મી. થી ૩ મી. જેટલી ઊંચી આવશે અને તેના પરિણામે વિશ્વના નીચાણવાળા ભાગો જેવા કે ન્યુયોર્ક, લંડન, ટોકિયો, બાંગ્લાદેશ, લક્ષદ્વિપ અને નેધરલેન્ડ અને અન્ય વિસ્તારો પાણીમાં ડૂબી જશે.

ગ્લોબલ વોર્મિંગને કાબુમાં લેવાના વૈશ્વિક પ્રયત્નો


- ઇન્ડોનેશિયાના સારાગોવા શહેરના લોકો એ અઠવાડિયામાં એક દિવસ પેટ્રોલ-ડિઝલ પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
- ફ્રાન્સના પેરિસ શહેરના લોકોએ સાયકલ દ્વારા મોટાપાય પર અવરજવર શરૂ કરી છે.
- સ્વીડનના મિનિસ્ટ્રી ઓફ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના મંત્રીએ ૨૦૨૦ સુધીમાં સ્વીડનમાં ખનીજતેલનો વપરાશ શૂન્ય કરવાનું આયોજન કર્યું છે.
- વર્ષ ૨૦૦૪નું શાંતિનું નોબેલ પારિતોષિક વિજેતા કેનિયાના વાંગારી મથાઇએ ૧૯૭૭ થી કેનિયામાં ‘ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ’ અભિયાન છેડ્યું છે. તેમણે ૩ કરોડ વૃક્ષો ઉછેરવાનું કામ કર્યું છે અને વર્ષ ૨૦૧૦ના અંત સુધીમાં તો ૧ અબજ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કર્યો છે.
- ભારતમાં મેઘા પાટકર, અરુંધતી રોય, સુનીતા નારાયણ, મધુસરિન જેવી મહિલાઓ કાર્બન કટક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપી રહી છે.

ગ્લોબલ વોર્મિંગથી બચવા આપણા પ્રયત્નો


- શક્ય તેટલા કામ પગે ચાલીને કરીએ ટૂંકા અંતરે જવા સાયકલનો વપરાશ કરીએ લાંબા અંતરની મુસાફરી માટે સામૂહિક પરિવહનનો ઉપયોગ કરીએ.
- કાગળનો ઉપયોગ ઘટાડીએ વપરાયેલા કાગળનો રિસાયક્લીંગ કરી ફરી ઉપયોગ કરીએ.
- એક બાજુ કોરો કે અર્ધા લખેલા કાગળને કાળજીપૂર્વક જુદા કરી રફકામમાં ઉપયોગમાં લઈએ પત્રવ્યવહારમાં આવેલા કવરને જરૂરી રીપેરીંગ કરી નવું કવર બનાવી પુનઃવપરાશમાં લઈએ.
- ઘરમાં વીજળીનો બચાવ કરીએ.
- ભોજન ગરમ કરવાં, પાણી ગરમ કરવા સૂર્યશક્તિનો ઉપયોગ કરીએ.
- તહેવારો, ધાર્મિક દિવસો કે શુભપ્રસંગોએ વીજળીનો બેફામ ઉપયોગ થતો રોકીએ.
- ફટાકડા ફોડવા ઉપર સંયમ રાખીએ.
- મોબાઈલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક ગેમ્સનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ.
- વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીએ. - પ્રતિમાઓનું જળાશયોમાં વિસર્જન ન કરીએ.
- પ્લાસ્ટિકનો વપરાશ અટકાવીએ.
- વરસાદી પાણીને વહી જતું અટકાવવું, ખેતતલાવડી, ગામ તલાવડી, ભૂગર્ભ ટાંકા દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવો તથા ભૂગર્ભ જળનાં તળ ઊંચાલાવવાં.
- વોટર શેડ કાર્યક્રમનો અમલ કરવો.

ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાને અટકાવવા માનવ સમાજ દ્વારા ખનીજ બળતની વૈશ્વિક માત્રામાં ૫૦ ટકા જેટલો ઘટાડો કરવો પડશે, વનોનું ઉન્મુલન અટાવવું પડશે. અને ઉજ્જડ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષ વાવેતર કરવાનું અભિયાન શરૂ કરવું પડશે. કારણ કે વૃક્ષો અંગારવાયુને શોષે છે. દેશ કે રાજ્યની સરકારના કાર્યક્રમો માત્રથી આ સમસ્યા હલ થવાની નથી દેશના નાગરિકોએ વ્યક્તિગત રીતે ઉપરોક્ત પ્રયાસો દ્વારા તેમાં સહભાગી બનવું પડશે.

વિનીત કુંભારાણા
Source :-http://hindi.indiawaterportal.org/node/48632
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/