સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 4 August 2015

સ્માર્ટફોનને વધુ ટકાઉ કેવી રીતે બનાવી શકાય

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

સ્માર્ટફોનને વધુ ટકાઉ કેવી રીતે બનાવી શકાય

ગયા વર્ષે આખા વિશ્વમાં આશરે બે અબજ મોબાઈલ ફોન વેચાયા હતા. આમાના મોટા ભાગના સ્માર્ટફોન માત્ર બે વર્ષ માટે વપરાયા હતા. સ્માર્ટફાનના વપરાશકારો સામાન્ય રીતે દર અઢાર મહિને તેમનો સ્માર્ટફોન બદલી નાખે છે. શું એ શક્ય છે કે એવી ડિઝાઈનના સ્માર્ટફોન બને જે લોકો વર્ષો સુધી જાળવી રાખવા પસંદ કરે. આ દિશામાં પ્રયત્ન થઈ રહ્યા છે. એક મોડયુલર એન્ડ્રોઈડ ડિવાઈસ 'પઝલફોન'ને વિકસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેમાના ત્રણ ભાગને સહેલાઈથી 'કસ્ટમાઈઝ' કરી શકાશે, રિપ્લેસ કરી શકાશે અને 'અપગ્રેડ' કરી શકાશે.
મોબાઈલ ફોનનું 'બ્રેન' જે મુખ્ય ઈલેક્ટ્રોનિક્સના પાર્ટસ, 'હાર્ટ' જે બેટરી છે અને 'સ્પાઈન' જે એલસીડી સ્ક્રીન છે. જો મોબાઈલનો કેમેરા અથવા બેટરી કામ કરતા બંધ થઈ જાય અથવા જો તમે બીજા કોઈ ઓપરેટીંગ સિસ્ટમને વાપરવા માગતા હો તો આખો નવો ફોન ખરીદવાને બદલે તમે ફોનનો એક ભાગ બદલી શકો છો.
આ ફોનનું નિર્માણ દસ વર્ષ કામ આવે એ રીતે કરવામાં આવ્યું છે. આ પ્રકારના ફોનને બનાવવાનો મુખ્ય હેતુ ફોનની આવરદા વધારવાનું તથા ફોનની 'એનવાઈરોનમેન્ટલ ફૂટ પ્રીન્ટ' ઓછી રહે એ છે. આ ફોનનો વિકાસકરતી ફિનલેન્ડ સ્થિત કંપનીના સીઈઓના જણાવ્યા મુજબ મોબાઈલ ફોન તેના ઉત્પાદનના તબક્કામાં જ પચાસ કિલો જેટલો કાર્બન વાતાવરણમાં છોડે છે. બીજા શબ્દોમાં ફોનનું ઉત્પાદન કરવાની પ્રક્રિયામાં પચાસ કિલો કાર્બન મોનોક્સાઈડ વાયુ વાતાવરણમાં ઠલવાય છે. ફોન બનાવનારી તમામ કંપનીઓ દર વર્ષે વાતાવરણમાં ૯૦ મિલિયન ટન કાર્બન મોનોક્સાઈડ વાયુ વાતાવરણમાં માત્ર નવા ફોનને બનાવવા થકી ઠાલવે છે.
ફોન જો ફુલ્લી અપગ્રેડેબલ હોય તો પણ શક્ય છે કે અમુક ગ્રાહકો દર વર્ષે-બે વર્ષે નવો મોબાઈલ ફોન ખરીદવાની લાલચ ન રોકી શકે. પરંતુ આ ફિનલેન્ડની કંપનીના ઈંજનેરોના માનવા પ્રમાણે હાલમાં આ પ્રકારનો કોઈ વિકલ્પ ન હોવાને કારણે લોકો નવો ફોન ખરીદવાનું પસંદ કરે છે. જો તેઓ ફોનનું 'બ્રેન' બદલી શકતા હોય તો શક્ય છે કે ઘણા બધા ગ્રાહકો ફોનનો ન જોઈતો અથવા ખરાબ થયેલો ભાગ બદલવાનો વિકલ્પ પસંદ કરે. પ્રોસેસીંગ પાવર અને બ્રોડબેન્ડ જ્યારે ખરા અર્થમાં કોમોડીટી પાવર અને બ્રોડબેન્ડ જ્યારે ખરા અર્થમાં કોમોડીટી બની જશે પછી ફોન બદલવાનું ચલણ મોટા પ્રમાણમાં વધી જશે કારણ કે જૂનો ફોન  ઝડપથી 'ઓબ્સોલેટ' બની જશે. હાલમાં કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોવાને કારણે ગ્રાહકો ફોન બદલાવી નાખે છે. આ એક સંપૂર્ણપણે વેડફાય છે. બીજા શબ્દોમાં ટાયર ખરાબ થતા ગ્રાહકો કાર બદલાવી નાખે છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

ડ્રાઈવર વિનાની કાર ચકાસવા કૃત્રિમ શહેર બન્યું

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ડ્રાઈવર વિનાની કાર ચકાસવા કૃત્રિમ શહેર બન્યું

અમેરિકાના સંશોધકોએ દસ મિલિયન ડોલરના ખર્ચે એક કૃત્રિમ શહેરનું નિર્માણ કર્યું છે. ભવિષ્યની ડ્રાઈવરલેસ કારની ચકાસણી કરવા માટે બત્રીસ એકર જમીનમાં નિર્માણ કરવામાં આવેલા આ 'ફેક સીટી'માં 'ડમી શોપ' અને હોટેલો પણ છે.
મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ આ 'એમ' સીટીનું નિર્માણ કર્યું છે. ભવિષ્યની  ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઓટોમેટિક અને ડ્રાઈવર રહિત વાહનોની સંભાવનાઓ ચકાસવાના હેતુથી વિશ્વના આ પહેલા 'કન્ટ્રોલ્ડ' બનાવટી શહેરની રચના કરવામાં આવી છે. અહીં વિવિધ પરીક્ષણોમાં સફળતા મળશે તો એને પરિણામે ભવિષ્યની ડ્રાઈવર લેસ કારના ઉત્પાદનનો માર્ગ મોકળો થશે.
કોઈ સાચા નાનકડા પરામાં અથવા શહેરમાં હોય એ તમામ પ્રકારના વાઘા, રસ્તાઓ, અડચણો વિગેરે આ બત્રીસ એકરના શહેરમાં ઉભા કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઈટ, સ્ટોપ સાઈન, માર્ગોનું નેટવર્ક, હોટેલો અને દુકાનો અહીં ઉભા કરવામાં આવ્યા છે. નાનકડાં શહેરમાં મુખ્ય બજારથી દૂર એક 'ડાઉન  ટાઉન' હોય એને પણ અહીં આકાર આપવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના મોબિલીટી ટ્રાન્સફોર્મેશન સેન્ટરના વડાએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે આ 'એમ' સીટી સંપૂર્ણપણે સલામત, અંકુશ હેઠળનું અને વાસ્તવિક નજારો ધરાવતું છે. અહીં ડ્રાઈવર વગરના કનેક્ટેડ વાહનોની વિશ્વસનિયતા, ક્ષમતા, સલામતી આદિ પાસાઓની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત આ કૃત્રિમ શહેરની હદમાં 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' શ્રેણીના વાહનોની પણ ચકાસણી કરવામાં આવશે. કનેક્ટેડ કાર એક બીજા સાથે સીધો સંવાદ કરી શકે છે. (વેહિકલ ટૂ વેહિકલ કન્ટ્રોલ) અથવા માર્ગો પર ગોઠવવામાં આવેલા સિગ્નલોના થાંભલામાં મૂકાયેલા વીજાણુ સાધનો (વેહિકલ ટૂ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્ટ્રોલ) થકી એકબીજા સાથે સૂચનાઓનું આદાનપ્રદાન કરી શકે છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

કુદરતની કમાલ - સાયન્ટિસ્ટ કહે છે ક્યારેય નથી જોયો આવો રહસ્યમય જીવ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

કુદરતની કમાલ - સાયન્ટિસ્ટ કહે છે ક્યારેય નથી જોયો આવો રહસ્યમય જીવ

કુદરતની કમાલ - સાયન્ટિસ્ટ કહે છે ક્યારેય નથી જોયો આવો રહસ્યમય જીવ
અજબ-ગજબ ડેસ્ક : પૂર્વ રશિયામાં દરિયા કિનારે એક અજીબ પ્રાણી તણાઈને આવ્યું છે. વિશાળકાય માછલી જેવા મૃત અવસ્થામાં મળેલા આ પ્રાણીનો મુદ્દો સોશિયલ સાઈટ પર છવાયેલો છે. સમુદ્ર કિનારે મળેલા આ પ્રાણીના શરીર પર ઘણાં વાળ છે અને તેનું મોં પક્ષીની ચાંચ જેવું છે. સમુદ્રી જીવો પર રિસર્ચ કરનારા મરાઈન સાયન્ટિસ્ટ પણ તેને જોઈને ચોંકી ઊઠ્યાં છે. નવાઈની વાત એ છે કે તેનું કદ માણસના કદ કરતાં બમણું છે. આ વિચિત્ર પ્રાણીના ફોટોઝ આજકાલ સોશિયલ સાઈટ પર વાઈરલ થઈ ગયા છે અને લોકોએ એને ભરપૂર શેર કર્યા છે. આ વિશે સખાલિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિશરીઝના ડેપ્યૂટી હેડ અને મરાઈન સાયન્ટિસ્ટ નિકોલ કિમે કહેવું કે આ પ્રાણી કદાવર ડોલ્ફિન જેવું છે. જો કે ઘણાં જાણકારો આ વાતને માનવા તૈયાર નથી. નિકોલ પોતે પણ કહે છે કે ડોલ્ફિનના શરીર પર વાળ નથી હોતા. ખરેખર તો આ એક દુર્લભ પ્રાણીનું શવ છે. આવો રહસ્યમય જીવ અહીના દરિયામાં પણ ક્ચારેય જોવા નથી મળ્યો. તેમનું માનવું છે કે આ પ્રાણી ક્યાંકથી તણાઈને આ દરિયા કિનારે આવી ગયુ છે. 
રહ્સ્યમય જીવના પીછા અને મોંના ફોટો જુઓ આગળની ક્લિકમાં...
Source :- http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 4 June 2015

કમ્પ્યુટરને ઠંડુ રાખતી હીટ સિન્ક

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

કમ્પ્યુટરને ઠંડુ રાખતી હીટ સિન્ક

વીજપ્રવાહથી ચાલતા દરેક ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક સાધનો ગરમ થાય છે. વીજપ્રવાહ વહે ત્યારે ગરમી પેદા થાય છે, કેટલાક સાધનોને આ ગરમીથી નુકસાન થઇ શકે છે. કમ્પ્યુટરના પ્રોસેસર ખૂબ જ ઝડપથી ગરમ થતા હોય છે. તેને ઠંડા રાખવા જરૃરી છે. આ માટે કમ્પ્યુટરમાં હીટ સિન્ક નામનું સાધન બેસાડેલું હોય છે. હીટ સિન્ક વિના કમ્પ્યુટર ચાલે જ નહીં.
હીટ સિન્ક એ એલ્યુમિનિયમનું બનેલું સાદું સાધન છે. એલ્યુમિનિયમ સૌથી વધુ ઝડપે  ગરમીનું વહન કરે છે એટલે એલ્યુમિનિયમ ઝડપથી ગરમ થઇ અને ઠંડુ પણ ઝડપથી થાય છે. એલ્યુમિનિયમ પોતાની નજીક રહેલા ગરમ પદાર્થમાંથી ગરમીનું શોષણ કરી તેને ઠંડા કરે છે. હીટ સિન્ક એલ્યુમિનિયમની જાળી કે નજીક નજીક ગોઠવેલી પાતળી પ્લેટોનો સમૂહ છે. પ્રોસેસરની ઉપર તે ફીટ થાય તેવી રચના હોય છે. હીટ સિન્ક પ્રોસેસરની ગરમી શોષી લે છે અને તેની ઉપર રહેલો પંખો આ ગરમીનું શોષણ કરી બહાર ફેંકે છે. આમ તે કમ્પ્યુટરને ઠંડુ રાખે છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 3 June 2015

મફત નાઇટ કોલીંગ સુવિધા બાદ BSNLની 15 જૂનથી નવી ભેટ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

મફત નાઇટ કોલીંગ સુવિધા બાદ BSNLની 15 જૂનથી નવી ભેટ

- સત્તામાં આવ્યા બાદ એનડીએ સરકારે આ સુવિધાની ખાતરી આપી હતી

અમદાવાદ તા. 2 જૂન, 2015

ટેલીકોમ મંત્રી રવિ શંકર પ્રસાદે આજે કહ્યું કે, બીએસએનએલ 15 જૂનથી સમગ્ર દેશમાં રોમિંગ ફ્રી સેવાની શરુઆત કરવા જઈ રહ્યું છે. પ્રસાદે જણાવ્યું કે, '15 જૂનથી બીએસએનએલ આખા દેશમાં રોમિંગ ફ્રી થશે.'

ઉલ્લેખનીય છે કે, સત્તામાં આવ્યા બાદથી જ એનડીએ સરકારે ફ્રી નેશનલ રોમિંગ કરવાની ખાતરી આપી હતી. જો કે, આ અગાઉ યુપીએ સરકાર પણ ફ્રી નેશનલ રોમિંગની ખાતરી આપી હતી. સાથે સાથે વર્ષની શરુઆતમાં વોડાફોન અને રિલાયન્સે પણ રોમિંગ ચાર્જીસ ન્યુનતમ કરવાની પહેલ કરી હતી.

પ્રસાદે એ પણ કહ્યું કે, સ્પેક્ટ્રમ શેયરિંગ અને ટ્રેડિંગ પોલિસી આ મહીને કેબિનેટની સામે મુકવામાં આવશે. જુલાઈ કે ઓગસ્ટ સુધી ઈન્ડિયા પોસ્ટને પેમેન્ટ બેંક લાઈસન્સ પણ મળી શકે છે.

BSNL પોતાની લેન્ડલાઈન સેવાના ઓછા થતા વ્યાપરને સુધારવા માટે રાત્રે ફ્રી કોલીંગની સુવિધા ગત મહીનાથી શરુ કરી હતી. 1 મેથી શરુ થયેલી આ સ્કીમ હેઠળ BSNLએ દેશનાં કોઈ પણ મોબાઈલ ફોન સહિતનાં ઓપરેટરને રાત્રે 9થી સવારનાં 7 સુધી ફ્રી કોલીંગની સુવિધા આપી છે.

ટ્રાઈ પ્રમાણે, લેન્ડલાઈનમાં સૌથી વધારે કસ્ટમર હોવા છતા આ સેગમેન્ટમાં ફેબ્રુઆરીમાં BSNLએ સૌથી વધારે ઝડપીથી પોતાનાં કસ્ટમરો ખોયા હતા. જો કે, આ દરમ્યાન એરટેલને સૌથી વધારે ગ્રાહકો મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીનાં અંતમાં BSNL નાં લેન્ડ લાઈન યુઝર્સની સંખ્યા 1.66 કરોડ હતી.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

29 જુલાઈએ આવી રહ્યું છે Windows 10, આ યુઝર્સને મળશે એકદમ ફ્રી...

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

29 જુલાઈએ આવી રહ્યું છે Windows 10, આ યુઝર્સને મળશે એકદમ ફ્રી...

- માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10ને 7 અલગ અલગ એડિશનમાં લાવ્યું છે

- નવી ઓએસને 111 ભાષાઓની સાથે દુનિયાનાં 190 દેશોમાં લોન્ચ કરી રહ્યું છે

અમદાવાદ તા. 2 જૂન, 2015

માઈક્રોસોફ્ટ વિન્ડોઝનું નેક્સ્ટ જનરેશન વર્ઝન 29 જુલાઈનાં રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. કંપની તેને વિન્ડોઝ 10 નામેથી લઈને આવી છે. તેમાં ખાસ વાત એ છે કે આ વર્ઝન કોમ્પ્યુટરની સાથે સાથે સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે પણ આવી રહ્યું છે.

કોમ્પ્યુટર અને હાર્ડવેર સહિત તેની સાથે જોડાયેલી એસેસરીઝ અને સોફ્ટવેર સેલ કરનાર ઓનલાઈન રિટેલરે Windows 10 માટે પ્રી ઓર્ડર લેવાનું પણ શરુ કરી દીધું છે. આ રિટેલર દ્વારા માઈક્રોસોફ્ટ Windows 10 હોમ OEM 109.99 ડોલર એટલે કે અંદાજે 7000 રૂપિયા અને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10 પ્રોફેશનલ ઓઈએમને 149.99 ડોલર અંદાજે 9500 રૂપિયામાં પ્રી બુક કરવામાં આવી રહ્યું છે.

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10ને 7 અલગ અલગ એડિશનમાં લાવવામાં આવ્યું છે જેમાં વિન્ડોઝનું હોમ, મોબાઈલ, મોબાઈલ એન્ટરપ્રાઈઝ, પ્રો, એન્ટરપ્રાઈઝ, એજ્યુકેશન. 10 આઈઓટી કોર છે. માઈક્રોસોફ્ટ પોતાનાં વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમને 111 ભાષાઓની સાથે દુનિયાનાં 190 દેશોમાં લોન્ચ કરી રહ્યું છે.

માઈક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8નાં વર્ઝન યુઝર્સને વિન્ડોઝ 10 એકદમ ફ્રી આપવામાં આવશે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 2 June 2015

વિશ્વની શ્રેષ્ઠ લેન્ડમાર્ક ઇમારતોમાં આગ્રાના તાજમહેલનો ત્રીજો ક્રમ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

વિશ્વની શ્રેષ્ઠ લેન્ડમાર્ક ઇમારતોમાં આગ્રાના તાજમહેલનો ત્રીજો ક્રમ

- પેરૃનુ માચુ પિચુ પ્રથમ અને કમ્બોડિયાનું અંગકોરવાટ બીજા સ્થાને રહ્યા

(પીટીઆઇ)    લંડન, તા.૨
સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરતા પર્યટકોએ વિશ્વમાં ટોચની ત્રણ લેન્ડમાર્ક ઇમારતોમાં આગ્રાના તાજમહેલને ત્રીજા સ્થાને મુક્યો હતો, એમ એક જાણીતી પ્રવાસ આયોજક વેબસાઇટે અત્રે કહ્યું હતું.

ટ્રીપ એડવાઇઝરના ૨૦૧૫ ટ્રાવેલર એટ્રેકશન વાટ અનુસાર, ટોચના લેન્ડમાર્કની યાદીમાં તાજમહેલનો ક્રમ ત્રીજો હતો. ' ટ્રાવેલર્સ ચોઇઝ લેન્ડમાર્ક દ્વારા વિશ્વની કેટલીક ટોચની આઇકોનિક ઇમારતો જે આકર્ષણનું કેન્દ્ર હોય છે એની એક યાદી તૈયાર કરવામાં આવી હતી' એમ ટ્રિપ એડવાઇઝરના મુખ્ય માર્કેટિંગ અધિકારી બારબરા મેસિંગે કહ્યું હતું.

મોગલ બાદશાહ શાહ જહાન દ્વારા એમના પત્નીની યાદમાં બંધાવવામાં આવેલ તાજ સફેદ સંગેમરમરથી બનાવવામાં આવ્યો હતો. એને પ્રેમના પ્રતિક તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯૮૩માં, એને યુનેસ્કોની વિશ્વની હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યો હતો. તાજને જોવા માટે દર વર્ષે ૨.૪ કરોડ લોકો આવે છે જેમાં બે લાખ કરતાં પણ વધારે તો વિદેશીઓ હોય છે.  યુકેમાં ટાવર ઓફ લંડનને શ્રેષ્ઠ લેન્ડમાર્ક તરીકે ગણવામાં આવ્યો હતો. સ્કોટલેન્ડમાં આવેલું એડિનબરો કેસ્લ બીજા સ્થાને હતું.

યુકેમાં તો અનેક લેન્ડમાર્ક ઇમારતો આવેલી છે. ઉનાળામાં તો આ તમામ જગ્યાએ ખૂબ જ આકર્ષણ જમાવે છે. લોકો એને જોવા માટે અગાઉથી બુકિંગ કરાવી લે છે.