સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 12 October 2017

અમારી સરકાર રામ મંદિરનું નિર્માણ કરી શકશે નહી - પડતર માગણીઓ સંદર્ભે શિક્ષકોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો - કયારેય મોદીએ ખેડૂત - મજૂર - નાના વેપારીઓને પૂછયું છે કે કેશ-ક્રેડિટ કાર્ડ કઇ રીતે કામ કરે છે? રાહુલના સીધા ચાબખા - વિશ્વભરમાં થોડી ક્ષણ માટે ફેસબુક ઠપ થયું - રાજ્ય સરકારની ચૂંટણી ગિફ્ટ, બોનસથી લઈ રહેમરાહે ભરતીની જાહેરાત - આરૂષિ-હેમરાજ ડબલ મર્ડર કેસ, જાણો શું થયું હતું એ કતલની રાતે?

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

અમારી સરકાર રામ મંદિરનું નિર્માણ કરી શકશે નહી
PM મોદીના મંત્રીનું ચોંકાવનારૃં નિવેદન
   નવી દિલ્હી તા. ૧૨ : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરને લઈને કેન્દ્રીય નાણાં રાજયમંત્રી શિવ પ્રતાપ શુકલએ મોટું નિવેદન આપ્યું છે. હિન્દી વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર તેમણએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રામ મંદિરના નામ પર કયારેય ચૂંટણી નથી લડી. સરકાર રામ મંદિરનું નિર્માણ નહીં કરી શકે. મંત્રીનું માનીએ રામ અમારી સાથે હંમાશે રહ્યા છે અને મંદિર બનાવવા માટે કોર્ટ અને એકબીજા સાથે સમજૂતીથી કોઈ નિર્ણય આવે ત્યારે જઈને રામ મંદિર બનશે.
   કેન્દ્રિય મંત્રી શિવ પ્રતાપ બુધવારે લખનઉ જતા પહેલા યૂપીના બસ્તીમાં મુડદ્યાટ પર રોકાયા હતા. અહીંયા બીજેપી કાર્યકર્તાએ માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે વિકાસદર હંમેશા વધતો અને ઘટતો રહે છે. આવું પહેલીવાર નથી થયું. હાલ જીએસટી લાગૂ થવાના ૩ મહિના જ થયા છે. તેના જ આધાર પર ધીરે-ધીરે પરિવર્તન થઈ રહ્યું છે. આખું વિશ્વ આજે ભારતના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યું છે.
   જણાવી દઈએ કે ઉત્ત્।ર પ્રદેશની યોગી સરકાર અયોધ્યામાં સરયૂ તટ પર ભગવાન રામની ૧૦૮ ફૂટ ઉંચી પ્રતિમા સ્થાપિત કરાવશે. એનજીટીની અનુમતિ મળ્યા બાદ તેના પર કામ શરૂ થશે. પર્યટન વિભાગે રાજયપાલને આપેલા એક પ્રેઝન્ટેશનમાં તેની જાણકારી આપી. પ્રદેશ સરકાર અયોધ્યામાં સરયૂ તટ પર ભગવાન રામની ૧૦૮ ફૂટ ઉંચી પ્રતિમાં સ્થાપિત કરાવશે.
Source :- http://www.akilanews.com/12102017/main-news/1507787787-115825

પડતર માગણીઓ સંદર્ભે શિક્ષકોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો

 સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લાના 4210 શિક્ષકો તા.14 સુધી વિરોધ કરશે
સંખેડા: આજથી સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો દ્વારા તેમના પ્રશ્નોનું 100 ટકા નિરાકરણ નહી થતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.જેના ભાગરૂપે આજથી તા.14મી ઓક્ટોબર સુધી તમામ શિક્ષકો દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે.
આ આંદોલનમાં તા.14મી ઓક્ટોબરના રોજ તમામ પ્રાથમિક શાળાઓ સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી એસ.એમ.સી. કમિટિની મીટીંગની સાથે વાલી મંડળની મીટીંગ બોલાવીને ઠરાવની નકલ આપી શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને મોલાશે.તા.15મી ના રોજ જિલ્લાના તમામ શિક્ષકો મહારેલીમાં અમદાવાદ જોડાશે.
શિક્ષકસંઘના પ્રમુખ સુરેશભાઇના જણાવ્યા મુજબ શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવાકે જુની પેંશન સ્કિમ ચાલુ કરવી,વિદ્યા સહાયકોને પુરો પગાર આપવો,રાજ્ય અને કેન્દ્રના શિક્ષકોના પગારની વિસંગતતાઓ દુર કરવી,શિક્ષકોને સિનિયોરીટીના પ્રમાણમાં પ્રમોશન આપવું.જેવા પ્રશ્નો છે.આ સિવાય પણ અન્ય પ્રશ્નો છે.જેનું 100 ટકા નિરાકરણ કરવાની માંગ છે.
10મી ઓક્ટોબર સુધી માગણી નહી સંતોષાય તો આંદોલન કરાશે

ડભોઇ તાલુકા સહીત વડોદરા જીલ્લા પ્રાથમિક શિક્ષકસંઘ ધ્વારા આજરોજ શાળાઓ શરુ થતાજ પોતાના શર્ટ અને શિક્ષીકાઓ એ ડ્રેસ કે સાડી પર કાળી પટ્ટી ધારણ કરી પોતાની સરકાર સામેની પડતર માંગણીઓ ને લઈ ને ગુજરાત કર્મચારી મહામંડળના સહયોગથી વિરોધ નોધાવ્યો હતો.અને અગાઉ સરકાર ને આપેલ 10 મી ઓકટોબર સુધીમા માંગણીઓ નહી સંતોષાય તો આંદોલન કરાશે ! તેના ભાગરુપે બીજા તબક્કાની લડતના મંડાણ થયા છે.ત્યારે 15 મી ઓકટોબરના રોજ અમદાવાદ ખાતે એકલાખ શિક્ષકો ની રેલી સરકાર સામેની માંગણીઓને લઈને નિકળવાની હોવાનુ પણ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યુ હત


Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-PAN-OMC-in-relation-to-the-demands-of-the-teachers-teachers-took-the-chalatiti-and-prote-571855.html?ref=dbnotify&utm_source=browser&utm_medium=push_notification&utm_campaign=db_notifications_autobot

કયારેય મોદીએ ખેડૂત - મજૂર - નાના વેપારીઓને પૂછયું છે કે કેશ-ક્રેડિટ કાર્ડ કઇ રીતે કામ કરે છે? રાહુલના સીધા ચાબખા
   નવી દિલ્હી તા. ૧૨ : પોતાના નિવેદનને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેનાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું અન્ય એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ગોધરામાં રોડ શો કર્યો હતો. જેમાં ભીડ ઉમટી હતી. રાહુલે નિવેદન આપ્યું હતું કે વર્ષ ૨૦૨૫ સુધીમાં મોદી ગુજરાતના દરેક વ્યકિતને ચંદ્ર પર જવા માટે રોકેટ આપશે. આ પછી ૨૦૨૮ સુધીમાં ગુજરાતવાસીઓને ચંદ્ર પર ઘર આપશે અને ૨૦૩૦માં મોદીજી ચંદ્રને ધરતી પર લાવશે.
   રાહુલ ગાંધીએ ચંદ્રના બહાને વડાપ્રધાન અને રાજયની બીજેપી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે, 'મોદીજી તમારી પાર્ટી ૨૨ વર્ષથી અહીં સરકારમાં છે અને હવે તમે કહો છો કે ૨૦૨૨ સુધીમાં તમે ગુજરાતથી ગરીબીને દૂર કરશો.' પીએમ મોદીના આ જ વાયદા પર રાહુલે નિશાન સાધ્યું હતું.
   ઉપરાંત રાહુલે કહ્યું હતું કે, 'તેમને અચાનક જ અડધી રાતે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના નોટથી નફરત થઇ હતી. આથી તેમણે નોટને રદ કરી હતી.' રાહુલે વારંવાર મોદી શબ્દ વાપરતાં સવાલ કર્યો હતો કે શું કયારેય મોદીએ ખેડૂત, મજૂર અને નાના વ્યાપારીઓને પૂછ્યું કે શું તેઓ રોકડ અથવા ક્રેડિટ કાર્ડ કઇ રીતે પોતાનું કામ કરે છે.
   રાહુલે કહ્યું હતું કે,'કોંગ્રેસે તેમને આગ્રહ કર્યો હતો કે જીએસટી પર ધીમે ધીમે આગળ વધવું જોઇએ. પરંતુ તેમણે અને નાણામંત્રી (અરૂણ જેટલી)એ ના પાડી હતી. તેમણે અમારી એક વાત સાંભળી નહીં.' આ ઉપરાંત તેમણે ભાજપ અગ્રણીના પુત્રની કંપની પર ઇશારો કરતાં કહ્યું હતું કે 'એક નવી કંપનીનો જન્મ થાય છે. એક સમાચાર વેબસાઇટના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૪માં મોદી સરકારે સત્તા સંભાળ્યા પછી આ કંપનીનું ટર્નઓવર ૧૬૦૦૦ ગણું થઇ જાય છે.'
   નોંધનીય છે કે રાહુલ ગાંધી પોતાના વિવાદિત નિવેદનોને લઇને ટીકાનો શિકાર બનતાં રહે છે. ગુજરાત ટૂર દરિયાન જ રાહુલ આરએસએસ પર ટીપ્પણી કરીને બીજેપી અને સંઘના નિશાન પર આવ્યાં હતાં. રાહુલે કહ્યું હતું કે, 'તેમની (BJP)ની વિચારસરણી છે કે જયાં સુધી મહિલા ચુપ રહે ત્યાં સુધી ઠીક છે. જેવું મહિલા મોં ખોલે કે તેને ચુપ કરાવો. તેમનું મુખ્ય સંગઠન RSS છે. કેટલી મહિલાઓ છે તેમાં ? શું શાખામાં મહિલાઓને કયારેય શોર્ટ્સમાં જોઇ છે? મેં તો નથી જોઇ.'
Source :- http://www.akilanews.com/12102017/main-news/1507787807-115826
વિશ્વભરમાં થોડી ક્ષણ માટે ફેસબુક ઠપ થયું
   નવી દિલ્હી તા. ૧૨ : બુધવારે સમગ્ર વિશ્વમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક સેવા ઠપ થઈ ગઈ હતી. થોડી વાર માટે યુઝર્સ ફેસબુક પર ફોટો પોસ્ટ કરી શકતા નહતા તેમજ કોઈ સ્ટેટસ પણ પોસ્ટ કરી શકાતું નહતું.
   ફેસબુક ડેસ્કટોપ અને મોબાઈલ બન્ને પર કામ કરતું બંધ થઈ ગયું હતું. જો કે ફોટો શેરિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામની પણ આજ હાલત હતી. જો કે થોડો સમય બાદ બન્ને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પુનઃ રાબેતા મુજબ કામ કરવા લાગી હતી.
   મોટાભાગના યુઝર્સનું ફેસબુક પેજ અપલોડ જ થતું નહતું. કોઈ પોતાના એકાઉન્ટમાં લોગઈન કરી શકતું નહતું. મોબાઈલ અને ડેસ્કટોપ સ્ક્રીન પર જુદી જુદી એરર મેસેજ જોવા મળતી હતી. ફેસબુક પેજ ઓપન કરવા પર 'ફેસબુક ટૂંક સમયમાં પરત ફરશે' તેવો મેસેજ દર્શાવવામાં આવતો હતો.
Source :- http://www.akilanews.com/12102017/main-news/1507787772-115824


રાજ્ય સરકારની ચૂંટણી ગિફ્ટ, બોનસથી લઈ રહેમરાહે ભરતીની જાહેરાત

આજે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરે તેવી શક્યતા છે 
અમદાવાદ: આજે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ કરે એ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કરીને દીવાળી પર ચૂંટણી ગિફ્ટ આપી હોય તેમ એક બાદ એક જાહેરાત કરીને લોકોને ખુશ કરવા પ્રયાસ કર્યો હતો. જેમાં વર્ગ 4ના કર્મચારીઓને 3500 લેખે બોનસ, ઔડાના રિંગ રોડ પર ટેક્સમાં પેસેન્જરને મુક્તિ અને સફાઈ કર્મીઓને કાયમી કરવા માટેના નિયમ તેમજ રહેમરાહે ભરતીની જાહેરાત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત

- વર્ગ-4ના 35 હજાર કર્મીઓને 3500મી મર્યાદામાં બોનસ
- સફાઈ કામદારોને નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં મહેકમ 48 ટકા મર્યાદામાં કાયમી કરવા માટે સરકારની પરવાનગીમાંથી મુક્તિ
- રોજગદારોને કાયમી કરવા મંજૂરી
- સફાઈ કર્મીઓને આકસ્મિક મોત થાય તો ઉચ્ચક રકમ નહીં પરંતુ રહેમરાહે નોકરી અપાશે
- રાજ્ય અને પંચાયતના કર્મીઓના 8 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોને 1 ટકાના મોંઘવારી ભથ્થાનો લાભ
- મકાન ખરીદી પર બિલ્ડર અને ખરીદનારને લાભ મળે તે માટેની પ્રક્રિયા સરકારે પૂર્ણ કરી કોમન જીડીસીઆર અમલ


Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-gujarat-deputy-cm-nitin-patel-announcement-on-diwali-gift-NOR.html?ref=ht

આરૂષિ-હેમરાજ ડબલ મર્ડર કેસ, જાણો શું થયું હતું એ કતલની રાતે?

 આરૂષિ અને હેમરાજનું એક જ પદ્ધતિ પ્રમાણે ગળુ કાપવામાં આવ્યું હતું, સીબીઆઈને છે ઓનર કિલિંગની શંકા
નવી દિલ્હી: આરૂષિ અને હેમરાજની 16 મે, 2008ના રોજ હત્યા કરવામાં આવી હતી. લગભગ સાડા પાંચ વર્ષ ચાલેલી તપાસ અને સુનાવણી પછી CBI સ્પેશ્યલ કોર્ટે તેના માતા-પિતાને દોષિત જાહેર કર્યા હતા. આરૂષિની હત્યા ગળું કાપીને કરવામાં આવી હતી. જ્યારે 45 વર્ષના હેમરાજની બોડી આરૂષિના મર્ડરના એક દિવસ બાદ તલવાર દંપતીના ઘરની છત પર એક કૂલરમાંથી મળી હતી. હેમરાજ તલવાર દંપતીના ઘરમાં કામ કરતો હતો. તપાસના એક ભાગ તરીકે માનવામાં આવે છે કે આ હત્યા ઓનર કિલિંગ હતી. નોંધનીય છે કે, સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે આ કેસમાં 26 નવેમ્બર 2013ના રોજ આરૂષિના માતા-પિતાને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા આપી છે.
તો આજે અમે તમને જણાવીએ છીએ કે હકીકતમાં તે કત્લની રાત્રે શું થયું તલવાર દંપતીના ઘરે
જજને કહ્યું- આરોપીઓ પાસે નથી કોઈ જવાબ
આરૂષિ- હેમરાજ મર્ડર કેસ આજે પણ ગુનાનું વિશ્લેષણ હાલ પણ પરિસ્થિતિના પુરાવા પર આધારિત છે. આ કેસને એટલો સમય થઈ ગયો છે કે, હવે તે વિશે ઘણી જુદી-જુદી વાર્તાઓ બની ગઈ છે. સીબીઆઈના મત પ્રમાણે આ હત્યામાં માતા-પિતા દોષિત હોવાના સંકેતો મળી રહ્યા છે. કારણ કે પૂછપરછ દરમિયાન તેઓ ખુલાસો નથી કરી શક્યા કે, આરૂષિના રૂમના દરવાજાનું તાળું તે રાત્રે કેવી રીતે ખુલી ગયું હતું. જ્યારે માતા-પિતાને પણ સામે આ જ પ્રશ્ન છે કે, તે રાત્રે તેઓ ચાવી કેવી રીતે ભૂલી ગયા.

આ વિશે જજ શ્યામ લાલે કહ્યું છે કે, આરોપીઓએ આ વિશે કોઈ જવાબ નથી આપ્યો કે, આરૂષિના રૂમનો દરવાજો અને કોણે અને કેવી રીતે ખોલ્યો. પરંતુ આરૂષિની માતા નૂપુરનું કહેવું છે કે, આ તેના જીવનની સૌથી મોટી ભૂલ છે. તેણે કહ્યું- તે રાત્રે કદાચ હું ચાવી દરવાજા પાસે જ ભૂલી ગઈ હતી. નોંધીનીય છે કે, નોઈડા જલવાયુ વિહારમાં તલવાર પરિવારનું ઘર છે. તલવાર પરિવાર બે બેડરૂમના ફ્લેટમાં સેકન્ડ ફ્લોર પર રહે છે. હેમરાજ પાસે આરૂષિના રૂમને બાદ કરતા ઘરના દરેક રૂમની ચાવી હતી.
જાણો સમગ્ર ઘટના ક્રમ
15 મે, 2008

આરૂષિના મનમાં ચાલતુ હતું કે, બે દિવસ સ્કૂલે જવાનું છે પછી બર્થ-ડેની મોટી પાર્ટી થશે. 19મે એ આરૂષિની બર્થ-ડે હતી અને તે દિવસે મોટી પાર્ટી મોડે સુધી કરવાનું પ્લાનિંગ હતું. તે રાત્રે આરૂષિના પિતા રાજેશ તલવારનું લેપટોપ ચાલતું નથી હોતું,તેથી તેઓ આરૂષિના રુમમાં કોમ્પ્યૂટરનું થોડું કામ પતાવા આવે છે. રાજેશ કોમ્પ્યૂટર પર થોડી વાર કામ કરે છે અને આ દરમિયાન આરૂષિ અને તેની માતા વાતો કરતા હોય છે. રાજેશનું કામ પત્યા પછી તેઓ તેમના રૂમમાં જાય છે પરંતુ રોજની જેમ આરૂષિના રૂમની બહાર રોજ રાત્રે તાળુ મારતા હોય છે તે ભૂલી જાય છે.
16 મે, 2008
રોજ સવારે 6 વાગે કામવાળી આવતી હોય છે. તેના માટે રોજ હેમરાજ દરવાજો ખોલતો હોય છે. તે દિવસે પણ કામવાળી બાઈ ભારતીએ બેલ વગાડી. પણ તે દિવસે હેમરાજે દરવાજો ન ખોલ્યો. તે વાંરવાર કોલબેલ અને ઘરની બહારનો લોખંડનો દરવાજો ખખડાવતી રહી. અંતે નૂપુર ઉઠે છે અને લાકડાનો દરવાજો ખોલીને પૂછે છે કે હેમરાજ ક્યાં છે? ભારતી કહે છે. મને નથી ખબર. લોખંડની ગ્રીલ વાળો દરવાજો લોક હોય છે. તેથી ભારતી કહે છે દરવાજો બહારથી બંધ છે તેથી તમે ચાવી આપો. હું તે ખોલી દઉં.

જ્યારે ભારતી દરવાજો ખોલીને ઘરની અંદર જાય છે ત્યારે નૂપુર અને રાજેશ તલવાર રોઈ રહ્યા હોય છે. નૂપુર ભારતીને વળગીને પણ ખૂબ રડે છે અને કહે છે કે, આરૂષિના રૂમમાં જઈને જો, શું થયું. ભારતી અને નૂપુર આરૂષીના રૂમમાં જાય છે. નૂપુર આરૂષીને ઓઢાડેલી ચાદર હટાવે છે તો તે લોહીથી લથ-બથ પડી હોય છે. આરૂષિના ગળામાં લોહીની પાતળી ધાર દેખાય છે અને નૂપુર આરૂષિને કહે છે, જો હેમરાજે શુ કર્યું? ભારતી પડોશીઓને બોલાવાની વાત કરે છે અને નૂપુર તેમાં સહમતી પણ આપે છે.
પોલીસ અને મીડિયાને થઈ જાણ

16, મે 2008માં સવારે સાડા છ વાગ્યા સુધી તો પોલીસ અને મીડિયાને પણ ઘટનાની જાણ થઈ ગઈ. 9 વાગે આરૂષિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો. યુપી પોલીસના ફોટોગ્રાફર અને ફિંગર પ્રિન્ટ કલેક્ટર ચુન્નીલાલ ગૌતમ પણ આ કેસમાં શંકાસ્પદ રહ્યા હતા. ગૌતમે તે દિવસે સવારે ઘટના સ્થળની ખૂબ તસવીરો અને આંગળીઓની ફિંગર પ્રિન્ટની પણ તસવીર લીધી હતી લીધી હતી.. તેમ છતા 24માંથી 22 ફિંગર પ્રિન્ટ અસ્પષ્ટ છે. તેના 23 ફોટો નેગેટિવ સાથે મેચ નથી થતા.
17 મે 2008

ડીસીપી કે.કે. ગૌતમ તલવાર દંપતીના ઘરે આવે છે. એક પોલીસવાળાની શંકાના આધારે તે તલવારના ફ્લેટની તપાસ કરવાનું વિચારે છે. ત્યારે તેમને હેમરાજના રૂમમાંથી વાઈન, કિંગફિશર બિયર અને સ્પ્રાઈટની ત્રણ બોટલ મલી આવે છે. ત્યાં 3 ગ્લાસ પણ હતા. હેમરાજની પથારી અસ્ત-વ્યસ્ત હતી. જેથી ખબર પડી કે આ રૂમમાં હેમરાજ સાથે અન્ય લોકો પણ હતા. હેમરાજના ટોયલેટમાંથી પણ ખૂબ વાસ મારતી હતી.
એક જ રીતે કાપવામાં આવ્યા છે બંનેના ગળા

- ડીસીપી લોહીના ધબ્બા વાળી સીડીઓથી છત પર જાય છે. ત્યાં જઈને જોવે છે તો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. છત ઉપર પણ સુકાયેલા લોહીના ધબ્બા જોવે છે. કુલરમાં પણ લોહી જેવું લાલ પાણી દેખાય છે અને બાજુમાં એક વાસ મારતો મૃતદેહ પડેલો જોવા મળે છે. તેના માથા ઉપર પણ તેવા જ નિશાન જોવા મળ્યા જેવા આરૂષિના માથા ઉપર હતા. બંનેનું ગળું પણ એક જ રીતે કાપેલુ જોવા મળે છે. શરીર પર અન્ય ઈજાના કોઈ નિશાન જોવા મળતા નથી. મેના તડકામાં બે દિવસ સુધી છત પર પડી રહેલી લાશની એવી હાલત થઈ ગઈ હતી કે રાજેશ પણ હેમરાજને ઓળખી નહતો શક્યો.
હત્યાને જાહેર કરાયું ઓનર કિલિંગ

23 મેની સવારે પોલીસ આઈજી ગુરદર્શન સિંહે જાહેરાત કરી કે, આ ઓનર કિલિંગ છે. તેમણે કહ્યું કે, પિતા અને દિકરી બંને કેરેક્ટરલેસ હતા. હત્યાની રાત્રે રાજેશ મોડી રાત સુધી જાગતો હતો. કારણકે તેમનું ઈન્ટરનેટ રાત્રે 3 વાગ્યા સુધી ચાલતુ હોવાના પુરાવા મળ્યા છે. રાજેશને આરૂષિના રૂમમાંથી અમુક અવાજ આવ્યો. તેણે જઈને જોયું તો, હેમરાજ આરૂષિની સાથે તેના બેડ પર હતો. આ જોઈને રાજેશને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે બંનેના માથામાં ગોલ્ફ સ્ટીક મારીને બંનેની હત્યા કરી દીધી. આ હત્યામં નૂપુરે પણ તેની મદદ કરી. તેઓ જીવતા ન રહે તે માટે છેલ્લે તેણે બંનેના ગળાની નસ પણ કાપી દીધી. નોંધનીય છે કે, તલવાર દંપતિ નોઈડામાં રેસિડન્સ ડોક્ટર હતા. તેથી તેઓને વધારે સારી રીતે ખબર હતી કે ગળાની કઈ નસ કાપવાથી વ્યક્તિનું મૃત્યું થાય.
મા-બાપને જાહેર કરાયા દોષિત

સીબીઆઈ સ્પેશિયલ કોર્ટનું માનવું છે કે, બંનેએ મળીને આરૂષિ અને હેમરાજનું ગળું કાપ્યું છે. તે ઉપરાંત ઘટના સ્થળની સાફ સફાઈ અને પૂરાવા નાબુદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નોઈડા પોલીસ પછી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પણ આરૂષિના માતા-પિતાને દોષિત જાહેર કર્યા છે. એમ્સમાં ક્લીનિકલ મનોચિકિત્સક પ્રોફેસર ડૉ. મંજૂ મહેતાનું કહેવું છે કે, ગુના વિશે હંમેશા જે પ્રકારનું વિચારવામાં આવે છે તેવુ જ હોય તે જરૂરી નથી.
 Source :- https://www.divyabhaskar.co.in/news/NAT-aarushi-hemraj-double-murder-case-gujarati-news-5718999-PHO.html?ref=ht
 
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment