Gayatri Freelancer Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gayatri Freelancer Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
ગાંધીનગર જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકામાં કોંગ્રેસનો પંજોભાજપે સાંઠગાંઠથી છીનવેલો ગઢ કોંગ્રેસે પાછો મેળવ્યો
ભાજપે બે નગરપાલિકા મેળવી સંતોષ માનવો પડયોઃસ્થાનિક સ્વરાજ્યની ૧૮૨ બેઠકમાંથી ૧૧૩માં કોંગ્રેસનો વિજય
ગાંધીનગર,બુધવાર ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર થતાંની સાથે જ કોંગ્રેસનો વિજય રથ દોડયો હતો. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં રપ બેઠકો સાથે જીત મેળવ્યા બાદ કોંગ્રેસે ભાજપ પાસે રહેલી કલોલ, માણસા દહેગામ તાલુકા પંચાયત પણ આંચકી લીધી છે. કલોલ તાલુકા પંચાયતમાં ર૮ બેઠકો માંથી ર૪ કોંગ્રેસે અને ૪ ભાજપે જીતી છે તો માણસા તાલુકા પંચાયતમાં ર૪ બેઠકોમાંથી ૧૮ કોંગ્રેસ અને છ ભાજપ પાસે આવી છે. જ્યારે દહેગામ તાલુકા પંચાયતની ર૮ બેઠકોમાંથી ૧૭ કોંગ્રેસ અને ૧૧ બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો છે. જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની છ ચૂંટણીઓમાંથી ચારમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે જ્યારે બન્ને નગરપાલિકાઓ ભાજપના હાથમાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ગત ચૂંટણી બાદ કોંગ્રેસ પાસે એક દહેગામ નગરપાલિકા જ રહી હતી. ત્યારે આ પરિણામો થકી કોંગ્રેસે ગાંધીનગર જિલ્લો તેનો ગઢ છે તે સાબિત કરી દીધું છે. ગાંધીનગર જિલ્લામાં ગત રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજ સવારથી જ જિલ્લાના ચારેય તાલુકામાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૃઆતથી જ કોંગ્રેસે વિજય મેળવવાનું શરૃ કરી દીધું હતું તો જિલ્લા પંચાયતની સાથેસાથે તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો પંજો ફરી વળ્યો હતો.કોંગ્રેસે જનમતથી જીતેલી જિલ્લા પંચાયતને ભાજપે તોડી પોતાની સત્તા બેસાડી દીધી હતી. ત્યારે આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ૩૦માંથી રપ બેઠકો મેળવી કોંગ્રેસે જિલ્લા પંચાયત ઉપર ફરી પોતાનો પંજો બેસાડી દીધો છે. તેની સાથે જિલ્લામાં કલોલ, માણસા, દહેગામ તાલુકા પંચાયત અત્યાર સુધી ભાજપના હાથમાં હતી ત્યારે આ ત્રણેય તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે ભાજપના હાથમાંથી ઝુંટવી લીધી છે. આ તાલુકા પંચાયતોના ઈતિહાસ ઉપર નજર કરીએ તો ગત ચૂંટણીમાં માણસાની ૧૧ બેઠકો ભાજપ પાસે હતી. જ્યારે નવ બેઠકો કોંગ્રેસ પાસે હતી. જ્યારે નવા સીંમાકન પ્રમાણે ર૪ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૮માં કોંગ્રેસે વિજય મેળવ્યો છે અને ભાજપે ફકત છ સીટો હાંસલ કરી છે. આ જ પ્રકારે દહેગામ તાલુકા પંચાયતની વાત કરીએ તો આ તાલુકા પંચાયતમાં ગત ચૂંટણીમાં ર૩ બેઠકો હતી જેમાં ૧ર ભાજપ પાસે અને ૧૧ કોંગ્રેસ પાસે હતી. નવા સીમાંકન પ્રમાણે દહેગામ તાલુકા પંચાયતની ર૮ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં હાલ ૧૭ કોંગ્રેસે અને ૧૧ બેઠકો ભાજપે જીતી લીધી છે. આ જ પ્રકારે કલોલ તાલુકા પંચાયતમાં ગત ચૂંટણીમાં રપ બેઠકો હતી જેમાંથી ૧૦ કોંગ્રેસ પાસે અને ૧પ ભાજપ પાસે હતી. તો હાલમાં ર૮ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાંથી કોંગ્રેસે ર૪ બેઠકો ઉપર જવલંત વિજય મેળવ્યો છે જ્યારે ફકત ચાર બેઠકોમાં ભાજપ જીત મેળવી શકયું છે. આમ આ ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપના ભગવાને હટાવી કોંગ્રેસ પોતાનો પંજો મારવામાં સફળ રહી છે. તો બન્ને નગરપાલિકાઓ ઉપર નજર કરીએ તો કલોલ નગરપાલિકામાં ગત ચૂંટણીમાં ૪૦ બેઠકો હતી જેમાં ૩૩ ભાજપ પાસે અને ફકત સાત બેઠકો કોંગ્રેસ પાસે રહી હતી. જ્યારે આ વખતે નવા સીમાંકન પ્રમાણે યોજાયેલી ચૂંટણીમાં ૪૪ બેઠકોમાંથી ભાજપે ર૪ ઉપર અને કોંગ્રેસે ર૦ બેઠકો હાંસલ કરી છે. આજ રીતે દહેગામ નગરપાલિકામાં ગત વખતે ર૭ બેઠકો હતી જેમાં ૧૭ કોંગ્રેસ પાસે અને ૧૦ ભાજપ પાસે હતી. જ્યારે નવા સીમાંકન પ્રમાણે યોજાયેલી આ વખતની દહેગામ નગરપાલિકાની ચૂંટણીમાં ર૮ બેઠકો હતી જેમાં ૧૯ બેઠકો ભાજપે કબ્જે કરી છે અને ફકત નવ બેઠકો કોંગ્રેસના હાથમાં આવી છે. એટલે ભાજપે કોંગ્રસ પાસેથી દહેગામ નગરપાલિકા છીનવી લીધી છે. જિલ્લામાં યોજાયેલી આ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત સહિતની છ ચૂંટણીઓમાં ભાજપે ચારમાં વિજય મેળવ્યો છે જ્યારે ભાજપે બે નગરપાલિકામાં જીત મેળવી છે. સ્થાનિક સ્વરાજ્યની વિવિધ કુલ ૧૮૨ બેઠકમાંથી ૧૧૩ બેઠકો ઉપર કોંગ્રેસનો જવલંત વિજય જોવા મળ્યો છે. જ્યારે ભાજપે ૬૯ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.
|
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English
Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD,
Other Software DVD,etc…Click
Here to Online Test
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment