સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 16 December 2015

મહાભારત કાળે તળાવોનું મહાત્મ્ય

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



મહાભારત કાળે તળાવોનું મહાત્મ્ય

Author: 
વિનીત કુંભારાણા
મહાભારત યુદ્ઘમાં બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે ધર્મનું રહસ્ય જાણી લેવા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠીરને આજ્ઞા કરે છે. આથી ભીષ્મ પિતામહને પ્રણામ કરીને યુધિષ્ઠીરે વિવિધ પ્રશ્નો પૂછયાં છે. મહાભારતના અનુશાસનપર્વ-દાનધર્મ પર્વના અધ્યાય અઠ્ઠાવનમાં એક પ્રશ્ન આ મુજબ છે:

11યુધિષ્ઠીર : હે ભરતશ્રેષ્ઠ કુરુસિંહ ! હવે હું તમારી પાસેથી બગીચાઓ તથા તળાવો બાંધવાથી મળતું ફળ સાંભળવા ઇચ્છું છું.

ભીષ્મ પિતામહ : જેનો દેખાવ ઘણો જ સુંદર હોય, જેમાં પુષ્કળ પ્રકારનું ધાન્ય ઉત્પન્ન કરવાની શકિત હોય, જેનો દેખાવ વિચિત્ર ધાતુઓથી વિભૂષિત હોય અને જેમાં પ્રાણીમાત્રને નિવાસ કરવાની અનુકૂળતા હોય, તે ભૂમિ શ્રેષ્ઠ કહેવાય છે. એવી ભૂમિમાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં તળાવો બંધાવવા અને તળાવો ખોદાવવા તે ઉત્તમ ગણાય છે, માટે તે સર્વના અનુસંધાનમાં હું અનુક્રમે કહું છું. જે પુરુષે તળાવો બંધાવેલા હોય છે તે પુરુષ ત્રણેય લોકમાં પૂજાય છે. કેમ કે, તળાવ પ્રાણીમાત્રને પોતાના મિત્રની પેઠે ઉપકાર કરનારું છે, સૂર્યને પ્રસન્ન કરનારું છે અને દેવોને પોષણ કરનારું છે. આથી તળાવો બાંધવા તે અતિ ઉત્તમ કિર્તિજનક છે. વિદ્ઘાનો કહે છે કે, તળાવો બંધાવવાથી ધર્મ, અર્થ અને કાજનું ફળ મળે છે. કોઇ યોગ્ય પ્રદેશ ઉપર તળાવ બંધાવવાથી ઘણું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે, તળાવ એક મોટા આશ્રમરૂપ હોય છે. તળાવ ચારેય પ્રકારના પ્રાણીઓને આશ્રમરૂપ થઇ પડે છે માટે ખોદાવેલા કે બંધાવેલા તળાવો ઉપર લક્ષ્મી આવે છે. તળાવો ખોદાવવાથી કે બંધાવવાથી જે ગુણો અને ફળ પ્રાપ્તિ ઋષિઓએ કહી છે એ હવે હું તને કહું છું-જે પુરુષે બંધાવેલા તળાવમાં વર્ષાકાળમાં પાણી રહે છે તેને અગ્નિહોમનું ફળ મળે છે. જે પુરુષે બંધાવેલા તળાવમાં શરદઋતુમાં પાણી રહે છે તે પુરુષને મરણ બાદ એક હજાર ગાયોના દાન જેટલું ઉત્તમ ફળ મળે છે. જેના તળાવમાં હેમંતઋતુ સુધી પાણી રહે છે તે પુરુષને પૂષ્કળ સુવર્ણ દાનવાળા યજ્ઞનું ફળ મળે છે. જણે બંધાવેલો તળાવમાં શિશિરઋતુ સુધી પાણી રહે છે તેને અગ્નિષ્ટહોમનું ફળ મળે છે. જે પુરુષે મોટા આશ્રયવાળું તળાવ બંધાવેલું હોય, જેમાં વસંતઋતુ સુધી પાણી રહે છે તે પુરુષને અતિરામ યજ્ઞનું ફળ મળે છે. જેના તળાવમાં ગ્રીષ્મકાળ સુધી પાણી રહે છે તે વ્યકિતને અÅવમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

જે વ્યકિતે બંધાવેલા જળાશયોમાં ગાયો તથા સત્પુરુષો જળપાન કરે છે, તો એ વ્યકિતનું આખું કુળ સુખ-સમૃદ્ઘિ ભોગવે છે. જેના તળાવોમાં તૃષાતૂર થયેલા ગાયો, મૃગો, પક્ષીઓ અને મનુષ્યો જળપાન કરે છે તે વ્યકિતને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. જેણે બંધાવેલા તળાવમાં પ્રાણીઓ જળપાન કરે છે, સ્નાન કરે છે તથા વિશ્રાંતિ લે છે તે પુરુષને મરણ પછી અનંત ફળ પ્રાપ્ત થાય છે. હે તાત્ ! જળ એક દુર્લભ વસ્તું ગણાય છે અને પરલોકમાં તો એ વિશેષ કરીને દુર્લભ છે માટે જળનું દાન કરવાથી સનાતન કાળની તૃપ્તિ મેળવી શકાય છે. હે નરસિંહ ! જાણી લે કે તળાવ બંધાવવાથી જે જળતૃપ્તિ થાય છે તે સર્વ દાનોમાં અત્યંત શ્રેષ્ઠ છે અને સર્વ દાનો કરતાં વિશેષ છે. આથી જળનું દાન તો અવશ્ય કરવું જોઇએ. આ રીતે મેં તને તળાવો બંધાવવાનું ઉત્તમ ફળ કહ્યું.

મહાભારતમાં ભીષ્મએ બાણશૈયા ઉપર સૂતેલી અવસ્થામાં યુધિષ્ઠીર સમક્ષ ઉચ્ચારેલી આ વાણી આજે પાંચ હજાર વર્ષ પછીએ તળાવનું અનુપમ મહાત્મ્ય સમજાવે છે. તળાવ અનેકનું જીવનદાતા છે. માટીમાં રહેલા બેકેટેરિયા અને સૂક્ષ્મ કીડા-મંકોડાથી માંડીને અનેક મળતાં જળચરો જળના આશ્રયે રહીને ખોરાક મેળવે છે તથા જીવનથી મરણ સુધીનો કાળ વ્યતિત કરે છે. કુતરાં, ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ તળાવથી જ પોતાની તરસ છીપાવે છે. એ જ રીતે અનેક જાતના પક્ષીઓ પણ તળાવના જળથી જ પોતાની તૃષાથી સંતૃપ્તિ મેળવે છે. આવા તળાવના જ જળથી ઘાસ, લતાઓ અને વૃક્ષો પોષણપામી લીલાછમ્મ રહે છે તથા અનેક જીવોને આહાર પૂરો પાડે છે. તો, મનુષ્યો પણ ધાર્મિક ક્રિયાઓ, સ્નાન જેવી પ્રવૃતિ માટે જળાશયના જળનો આશરો લે છે.

આપણે ત્યાં જો નદીઓ લોકમાતા કહેવાય છે તો તળાવ પિતા કે મિત્ર સમાન છે. ખાસ કરીને આજનો યુગ કે જેમાં જળ દુર્લભ બનતું જાય છે ત્યારે આપણે ધર્મ દ્વારા પ્રાપ્ત થયેલી પરંપરામાં તળાવો બંધાવતા, ખોદાવવા કે તેનો જીણોદ્ઘાર કરવા એ ઉત્તમ કર્મ છે. આવા કર્મમાં યથાશકિત પોતપોતાના સામર્થ્ય મુજબ દરેક વ્યકિતએ સહકાર આપવો જોઇએ. ઓછામાં ઓછું આપણે એવું તો કરી જ શકીએ કે, આપણે આપણા વાવ, કૂવા અને તળાવોમાં ગંદકી ન નાખીએ, બીજાને ગંદકી કરતાં અટકાવીએ અને તેે સ્વચ્છ રાખીએ. આજના આધુનિક યુગની આ એક ઉત્તમ સેવા કહેવાશે. જળદેવતાનું સન્માન કરવું એ આપણો ધર્મ છે અને આજના યુગની તીવ્ર માગ છે.

વિનીત કુંભારાણા
Source :-http://hindi.indiawaterportal.org/node/47881
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

પાણીના ગંભીરતમ પ્રશ્નોને કાયમી ધોરણે કઇ રીતે ઉકેલી શકાય ? - Save the world - 6

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



પાણીના ગંભીરતમ પ્રશ્નોને કાયમી ધોરણે કઇ રીતે ઉકેલી શકાય ?

Author: 
વિનીત કુંભારાણા
પાણીનો પ્રશ્નએ વિશ્વનો ગંભીરતમ પ્રશ્ન છે. ઘણા દેશો પીવાના પાણીની આયાત કરે છે. એમ કહવાય છે કે હવે પછીનું યુધ્દ્ધ પાણી માટે થશે. મોટા ભાગનું પાણી બરફના સ્વરૂપમાં થીજી ગયેલું છે. વિશ્વમાં જમીન પરના કુદરતી અને કૃત્રિમ જળસંગ્રહ સ્થાનોમાં કુલ મીઠા પાણીનો ભાગ ૧ ટકા પણ નથી, માત્ર ૦.૩૬૬ ટકા જ છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં વિશ્વના ૪૮ દેશોમાં પાણીની કારમી કટોકટી પ્રવર્તશે અને તેના કારણે પાણી રમખાણો, યુધ્ધો, સંઘર્ષો<, હિંસા ફાટી નીકળશે. અત્યારે વિશ્વના દેશો કે જેમાં ૪૦ ટકા પ્રજા રહે છે, ત્યાં પાણીના ગંભીરતમ પ્રશ્નો છે.

આપણા દેશમાં ૫૦ ટકાથી વધારે લોકોને શુધ્દ્ધ સલામત પીવાનું પાણી મળતું નથી. પાણીના પ્રદૂષ્ણના પ્રશ્નો ગંભીર બની રહ્યા છે. દેશની મહાનદીઓ સૌથી વધારે પ્રદુષિત છે. ગુજરાત રાજયના ૧૫ જિલ્લાઓમાં ફલોરાઇડવાળા પાણીના અને ૧૬ જિલ્લાઓમાં ખારા પાણીના પ્રશ્નો છે. બોરવેલ દ્રારા મેળવાતા પાણીમાં ફલોરાઇડ અને નાઇટ્રેટનું પ્રમાણ વધતું જાય છે. ખારાશની તીવ્ર સમસ્યાવાળા ગામોની સંખ્યા ૪૫૦થી વધારે છે, તો ૪૦૦ ગામોમાં પાણીમાં નાઇટ્રેટના પ્રશ્નો છે. ગુજરાતમાં ૮૫ ઉપરાંત નદીઓ છે. પણ બારમાસી નદીએા તો ૮ જ છે.

એક અભ્યાસ પ્રમાણે ભારતમાં ૧ ઘનમીટર પાણીના ઉપયોગ દ્રારા ૭.૫ અમેરિકન ડોલરના મૂલ્યનું ઉત્પાદન થાય છે. જયારે આટલા જ પાણીના ઊપયાગથી બ્રિટનમાં ૪૪૩.૭ ડોલર અને સ્વીડનમાં ૯૨.૨ ડોલરના મૂલ્યનું ઉત્પાદન થાય છે. આમ, આપણા દેશમાં વધારે પાણીથી ઓછું ઉત્પાદન થાય છે. ખેતીના પાકોની તરાહ એવી છે કે તેમાં વધારે પાણીની જરૂર છે, તો ઉદ્યોગોને પણ મોટા પ્રમાણમાં પાણીની જરૂર છે.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટના અભ્યાસ પ્રમાણે ભારતના ઉદ્યોગો ૧ લીટર પાણીના વપરાશ સામે ૫થી ૮ લીટર પાણી પ્રદુષિત કરે છે. ભારતીય ઉદ્યોગો પ્રતિ વર્ષ આશરે ૪૦ અબજ ઘનમીટર પાણીનો વપરાશ કરે છે. અને ૨૦૦થી ૩૨૦ અબજ ઘનમીટર પાણી પ્રદુષિત કરે છે.

આપણે ત્યાં ઉનાળાના આરંભે જ પીવાના પાણીના પ્રÅનો ગંભીર બનવા લાગ્યા છે. શહેરો અને ગામોમાં પાણીના પ્રશ્નો છે. રાજય સરકાર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા ઉપરાંત અન્ય પ્રયાસો કરે છે. નગરપાલિકાઓ અને પંચાયતો પણ પોતાની રીતે પાણીના પ્રશ્નો હળવા બનાવવાના પ્રયાસો કરે છે, પરંતુ હવે એ સમય આવી ગયો છે કે પાણીના પ્રશ્નો ઉકેલવાના કાયમી ધોરણે પ્રયાસો કરવા જ જોઇએ.

સૌ પ્રથમ તો સપ્રમાણ સમયસર અને પૂરતા વરસાદ માટે આપણે જંગલો અને વૃક્ષોની વ્યાપક ઝૂંબેશ હાથ ધરવી જોઇશે. 'છોડમાં રણછોડ છે" આ મહામંત્રને સૌએ આત્મસાત કરવો પડશે. એક વ્યકિતએ ઓછામાં ઓછા બે વૃક્ષોને ઉછેરવાની કામગીરી માટે સંકલ્પબદ્ધ થવું જોઇએ. એજ રીતે દરેક શેરીઓ, સોસાયટીઓ, ઘરઆંગણે, ખેતરના શેઢે, સીમમાં, ખરાબાની અને બિન ઉપયોગી જમીન, દરિયા કિનારે, પહાડીઓ વગેરેમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષ ઊછેર અભિયાન હાથ ધરવું જોઇએ. જંગલો કે વૃક્ષો કાપનારાઓને આકરામાં આકરી સજા થવી જોઇએ. વધારે ઊંચા અને ઘેઘૂર, ઘટાટોપ વૃક્ષો અને જંગલોથી વધારે વરસાદ આવશે. આજે પણ જંગલાચ્છાદિત વિસ્તારોમાં વધારે વરસાદ પડે જ છે અને વારંવાર પડે છે. આથી પાણીના પ્રશ્નો હલ થઇ શકશે.

જળસંચય અભિયાનની પણ તાતી આવશ્યકતા છે. વર્ષ ૧૯૯૯-૨૦૦૦ની આસપાસ લોકોમાં જે જળજાગૃતિ અને ચેતના આવી હતી તેના કરતાં અનેક ગણી લોકચેતનાની જરૂર છે. સૂકી નદીઓને ઊંડી અને પહોળી બનાવીને તેમાં વરસાદના પાણીને સંગ્રહ કરવું જોઇએ. આ ઉપરાંત તળાવો અને ચેકડેમોમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઇએ. ચોટીલા જેવા વિસ્તારો કે જયાં ચારેબાજુ પહાડીઓ/ટેકરીઓ આવેલી છે તેમાં નર્મદા, મહી, તાપીનું પૂરતું પાણી ભરીને પાણીના પ્રશ્નોને કાયમી રીતે હલ કરી શકાય, કારણ કે બાંધકામનું ખર્ચ ઓછું આવશે અને વિશાળ મહાસાગરો તૈયાર થશે. કલ્પસર યોજનાનો સત્વરે અમલ કરવા ઉપરાંત બારમાસી મોટી નદીઓને સાંકળીને સૂકી નદીઓમાં તેના પાણીને ઠાલવવું જોઇએ.

કૂવાના પાણીના તળ ઊંચા લાવવા માટે ચેકડેમની કામગીરી જ સૌથી વધારે શ્રેષ્ઠ છે. આ માટે રાજય સરકારની સરદાર પટેલના નામે જળસંચય યોજના અને કેન્દ્રની વોટરશેડ યોજના છે. એક ગામમાં સરેરાશ ઓછામાં ઓછા ૭૫ ચેકડેમ જોઇએ. તે હિસાબે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ૧૩,૫૦,૦૦૦ ચેકડેમની જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં સરેરાશ ૭૫ થી ૩૦૦ ચેકડેમો અને શહેરી વિસ્તારોમાં સરેરાશ ૧૦૦૦ થી ૧૦,૦૦૦ ચેકડેમોની જરૂર છે. લોકો પોતાનો ફાળો સાધનો અને શ્રમ દ્વારા તેમજ શહેરો અને વિદેશોમાં સ્થાયી થયેલા મૂળ ગામના લોકોનો ફાળો અને સરકારી સહાયથી અત્યારથી જ ચેકડેમોની કામગીરીને એક લોકઆંદોલનનાં સ્વરૂપમાં સત્વરે શરૂ કરવાની જરૂર છે.

દેશમાં સિંચાઇ અને પીવાના પાણીનું મુખ્ય સ્રોત કૂવાઓ છે, તો ચોમાસાના કૂવા રિચાર્જ કામગીરીને ચેકડેમની સાથે જ આવરી લેવાની આવશ્યકતા છે. કૂવા રિચાર્જની કામગીરીમાં ખેતર કે વાડીમાં આવેલા કૂવા નજીક કૂંડી બનાવીને વહી જતાં પાણીને ઢાળ, પાળા, આડબંધ દ્વારા રોકીને તેને કૂંડીમાં ઠાલવવું જોઇએ. કૂંડીના પાણીને ૧૮ ઇંચના પાઇપ દ્વારા કૂવામાં ઊતારીને તે પાણી કૂવામાં જાય, તે જાતની વ્યવસ્થા કરવી જોઇએ. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પ થી ૧૦ મોટા ડેમો બાંધીને તેમાં વરસાદનું પાણી સંગ્રહી શકાય. 'જળ એજ જીવન" છે તે માત્ર મનુષ્ય જ નહીં પણ, તમામ પ્રાણીઓ, તમામ સૃષ્ટિ, સમગ્ર સમાજ અર્થકારણ અને સંસ્કૃતિ માટે પણ સાચું છે.

વિનીત કુંભારાણા
Source :-http://hindi.indiawaterportal.org/node/46297
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

આવી રહ્યું છે આપમેળે વિસર્જન પામતું વિઘટનક્ષમ પ્લાસ્ટિક...! - Save the world - 5

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



આવી રહ્યું છે આપમેળે વિસર્જન પામતું વિઘટનક્ષમ પ્લાસ્ટિક...!

Author: 
વિનીત કુંભારાણા
આજના સમયમાં પર્યાવરણના અનુસંધાને ગ્લોબલ વોર્મિંગ પછી કોઇ ખતરારૂપ પદાર્થ હોય તો એ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકનો સદતંર નાશ કરી શકાતો નથી. આજે જગતભરમાં પ્લાસ્ટિકના વપરાશ બાદ તેના પહાડો વસુંધરા ઉપર ખડકાઇ રહ્યા છે. પ્લાસ્ટિકના બહોળા વપરાશમાં વિકસીત દેશોનો ફાળો બહુ મોટો છે અને સાથે-સાથે વિકાસશીલ દેશોનો ફાળો પણ જેવો તેવો નથી. PlasticPlasticભારતમાં વર્ષે ૫૦ લાખ ટન પ્લાસ્ટિકનો વપરાશ છે. વપરાશ બાદ આ પ્લાસ્ટિક આશરે ૫૦૦ વર્ષ સુધી વસુંધરા ઉપર પડયું રહે છે આથી હવે રસાયણશાસ્ત્રીઓ દ્વારા બાયોડિગે્રડેબલ પ્લાસ્ટિક બનાવવું જરૂરી બની ગયું છે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એટલે એવું પ્લાસ્ટિક કે જેનો વપરાશ બાદ આપોઆપ નાશ થાય! બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવાનું કાર્ય રસાયણશાસ્ત્રીઓનું નથી એટલે હવે બાયોટેકનોલોજિસ્ટ દ્વારા તેના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે.

પ્લાસ્ટિક પોલિમર વડે બને છે જેમાં મોનોમરને લાઇનબંધ જોડવા માટે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે, પણ મોનોમરના કાચા માલ તરીકે પ્રેટ્રોલિયમ વાપર્યુ હોય તો તેને થાળે પાડતાં સમયે સેન્દ્રિય કોહવાણ થતું નથી. કહેવાનો અર્થ એ કે કુદરતી રીતે બેકટેરિયા દ્વારા તેનું વિસર્જન થઇ શકતું નથી. પ્લાસ્ટિક કુદરતી રીતે આપોઆપ વિસર્જન પામે એ માટે તેના મોનોમર સેન્દ્રિય હોવા જરૂરી છે. ટુંકમાં પ્લાસ્ટિક બનાવવા માટેના જરૂરી એવા મોનોમર રાસાયણિક રીતે નહી પણ બાયોલોજિકલ રીતે બનેલા હોવા જોઇએ. અમેરિકન બાયોટેકનોલોજિસ્ટ ડો. ઓલિવર પીપલ્સે આ બાબતમાં સંશોધન કરેલું છે. બેકટેરિયાનો અભ્યાસ કરતી વખતે ડો. ઓલિવરે બેકટેરિયાના પોષકદ્વાવણમાં 'ધવલતા" શોધી કાઢી છે. બેકટેરિયાના શરીરમાં તેમણે ડઝનબંધ સફેદ દાણા શોધી કાઢયા છે. આ સફેદ દાણા બેકટેરિયા માટે શકિતનો સ્ત્રોત છે જે ખોરાકના અભાવના સમયે કામ લાગે છે. જોકે આ કોઇ અસાધારણ બાબત નથી કારણ કે, જીવજગતમાં દરેક પ્રાણી કે વનસ્પતિ પોતાના શરીરમાં આવા પૂરવઠાનો સંગ્રહ કરીને રાખતાં હોય છે. વનસ્પતિ સ્ટાર્ચ બનાવે છે તો પ્રાણીઓ ચરબી બનાવે છે. ડો. ઓલિવર કહે છે કે, ''બેકટેરિયાએ ચયાપચય દ્વારા બનાવેલા આ સફેદ દાણા સ્ટાર્ચ કે ચરબી નથી પણ પોલિમર છે એટલે કે પ્લાસ્ટિક છે. બિલકુલ સામાન્ય પ્લાસ્ટિક જેવું જ એ પ્લાસ્ટિક છે અને ડિગ્રેડેબલ છે."" ડો. ઓલિવરે પોતાના સંશોધન દ્વારા પ્લાસ્ટિકના જીવંત કારખાના તરફ વિશ્વનું ધ્યાન દોર્યુ છે, પણ આ બાબતનું બહુમાન તેમને જતું નથી કારણ કે, બ્રિટનની એક કંપની કેટલાક વર્ષથી 'આલ્કલીજિન્સ યુટ્રોકલ" નામના બેકટેરિયા પાસેથી પ્લાસ્ટિક બનાવવાનું કાર્ય કરાવે છે. ભવિષ્યમાં ખનિજતેલના ભંડારો ખૂટી જાય તો પ્લાસ્ટિક બનાવવા માટે બેકટેરિયા ઉપર મદાર રાખવો પડે તેવું આ કંપની માને છે. એ કંપનીએ બેકટેરિયા દ્વારા બનાવેલું પ્લાસ્ટિક સામાન્ય પ્લાસ્ટિક કરતાં ૩૦ ગણું વધારે મોઘું પડે છે. બીજી તકલીફ એ છે કે તેનું જથ્થાબંધ ઉત્પાદન લઇ શકાતું નથી કારણ કે, આલ્કલીજિન્સ યુટ્રોકલ દ્વારા બનેલા પ્લાસ્ટિકનું બંધારણ સામાન્ય પ્લાસ્ટિક કરતાં સહેજ જુદું છે. બેકટેરિયા દ્વારા બનાવેલા પ્લાસ્ટિકમાં મોનોમરનું જોડાણ મજબૂત નથી એટલે બેકટેરિયાને આપવામાં આવતાં પોષકદ્વાવણમાં સેન્દ્રિય એસિડના થોડાક ટીંપા નાખવા પડે છે. આમ કરવાથી મોનોમરના જોડાણમાં મજબૂતી આવે છે પણ બેકટેરિયાની ઉત્પાદનક્ષમતા ઘટી જાય છે.

ડો. ઓલિવરે આ બાબતે વિચારવાનું શરૂ કર્યુ. તેઓ એક તારણ ઉપર આવ્યા કે, આલ્કલીજિન્સ યુટ્રોકલ બેકટેરિયાના શરીરમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાની એસેમ્બલી લાઇન બદલી નાખવામાં આવે તો કેમ?! બેકટેરિયાના શરીરમાં મોનોમરનો કાચો માલ એસિટિકોએ નામનું રસાયણ બનાવે છે. એક એન્ઝાઇમ તેના બે રેણુને જોડે છે. બીજો એન્ઝાઇમ તેની સાથે હાઇડ્રોજનનો અણુ ઉમેરે છે જે તેમાં મજબૂતી આપે છે અને ત્રીજો એન્ઝાઇમ આવા સંખ્યાબંધ માનોમરને એક તાંતણે બાંધે છે. આમ બાયોલોજિકલ રીતે તૈયાર થયેલું પ્લાસ્ટિક એટલું સુપરફાઇન હોય છે કે તેને કારખાનામાં બનાવવું અશકય છે.

કુદરતી રીતે બેકટેરિયા દ્વારા બનતા પ્લાસ્ટિકમાં બે ખામી છે: એક-પ્લાસ્ટિકનું ઉત્પાદન ઓછું થાય છે અને બીજું-જે ઉત્પાદન તૈયાર થાય છે તેને સરળતાપૂર્વક હસ્તગત કરી શકાતું નથી. બેકટેરિયાના શરીરમાં ઉત્પન્ન થતું પ્લાસ્ટિક મેળવવા માટે બેકટેરિયાનો ખાતમો બોલાવવો પડે! જોકે આવું ન કરવું પડે એ માટે અહીં બાયોટેકનોલોજિની 'જાદુઇ છડી" કામ લાગે છે. બ્રહ્માના કુંભારચાકડે સજીવોને ઘાટઘૂટ ભલે બીબાઢાળ મળેલું હોય પણ બાયોટેકનોલોજિ દ્વારા તેમાં સુધારા-વધારા કરી શકાય છે. E-coliE-coliડો. ઓલિવર અને તેમના સાથી પ્રો. એન્થનીએ બેકટેરિયાની જેનેટિક એન્જિનિયરીંગનો અભ્યાસ હાથ ધર્યો. કુદરતનો આભાર કે આવા પ્રયોગો માટે કુદરતે માનવજાતને ઇવેરિશિયા કોલાઇ(ઇ.કોલાઇ)નામના હાથવગા બેકટેરિયા આપેલા છે. આ બેકટેરિયાના શરીરમાં પારકા જિન્સનું નિરૂપણ કરવામાં આવે તો એ તેમનો મુંગા મોઢે સ્વીકાર કરી લે છે એટલું જ નહી પણ એ જિન્સ મુજબ પોતાનો ગુણધર્મ પણ બદલાવી નાખે છે. કુદરતે જિન્સને દરેક સજીવ માટે કમ્પ્યુટર પ્રોગ્રામ તરીકે બનાવ્યો છે પરિણામે શરીરની દરેક પ્રક્રિયા એ જિન્સના પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે. જિન્સને પ્રોગ્રામ કહીએ તો ઇ.કોલાઇ બેકટેરિયા એક કમ્પ્યુટર છે કે તેને જિન્સ દ્વારા મળેલા પ્રોગ્રામને અનુસરવામાં કશો બાધ નથી. આમેય બેકટેરિયાનું જિનેટિક એન્જિનિયરીંગ કરવું સહેલું છે. બેકટેરિયામાં ડી.એન.એ.નું ગુંચળું માનવ ડી.એન.એ. જેટલું જટિલ હોતું નથી. માનવમાં ડી.એન.એ.ના જટિલ ગુંચળામાં ક્રોમોસોમ્સ સચવાયેલા હોય છે માટે માનવમાં જિન્સનું નિરૂપણ કરવા માટે પહેલા આ જટિલ ગુંચળાને સફળતાપૂર્વક ઉકેલવું પડે એ બાદ તેમાં જિન્સનું નિરૂપણ કરી ફરી તેને સફળતાપૂર્વક સંકેલવું પડે. જયારે બેકટેરિયામાં આ પ્રક્રિયા સરળ છે. બેકટેરિયાની બ્લૂપ્રિન્ટમાં ઝાઝી લખાણપટ્ટી નથી માટે ડી.એન.એ. એક ટચુકડી રીંગમાં ગોઠવાયેલું છે. આ રીંગને પ્લાઝમિડ કહે છે. આ પ્લાઝમિડનો ટુકડો કાપીને આસાનીથી બીજા બેકટેરિયાના પ્લાઝમિડ સાથે જોડી શકાય છે. એ પછી બેકટેરિયા નવા પ્લાઝમિડ પ્રમાણે પોતાનો ગુણધર્મ બદલી નાખે છે. ડો. ઓલિવર અને તેમના સાથી પ્રો. એન્થનીએ આલ્કલીજિન્સ યુટ્રોકલ બેકટેરિયાના શરીરમાં પોલિમર બનાવતાં પ્લાઝમિડના ટુકડાને કાપીને ઇ.કોલાઇ બેકટેરિયાના કુદરતી પ્લાઝમિડમાંથી એટલો જ ટુકડો કાપીને તેના સ્થાને આલ્કલીજિન્સ યુટ્રોકલ બેકટેરિયાના પ્લાઝમિડનો ટુકડો જોડી દીધો. આ રીતે પ્લાસ્ટિક બનાવવાનો પ્રોગ્રામ મળતાં જ ઇ.કોલાઇ બેકટેરિયા પ્લાસ્ટિક બનાવતાં જીવંત કારખાના બની ગયા. હવે સવાલ એ થાય કે પ્લાસ્ટિક બનાવવા માટે આલ્કલીજિન્સ યુટ્રોકલ બેકટેરિયાને બદલે ઇ.કોલાઇ બેકટેરિયાનો ઉપયોગ શા માટે કરવો?! અગાઉ કહ્યું તેમ બેકટેરિયા પ્લાસ્ટિક બનાવીને તેનો સંગ્રહ કરે છે માટે તે મેળવવા માટે બેકટેરિયાને મારી નાખવા પડે પણ ઇ.કોલાઇ બેકટેરિયામાં એક કરતાં વધારે જિન્સનું નિરૂપણ કરી શકાય છે. ડો ઓલિવર અને તેમના સાથી અન્ય બેકટેરિયામાં એવું જિન્સ શોધી રહ્યા છે જેનાથી ઇ.કોલાઇ બેકટેરિયાએ બનાવેલો કુદરતી પ્લાસ્ટિકનો 'બફરસ્ટોક" આસાનીથી હસ્તગત કરી શકાય અને બેકટેરિયાને મારી નાખવા પણ ન પડે. જો આવું જિન્સ મળી જાય તો તેને ઇ.કોલાઇના પ્લાઝમિડ સાથે જોડી શકાય અને માનવજાતને ડિગ્રેડેબલ પ્લાસ્ટિક મળી શકે!

બેશક, આ ચમત્કાર ભવિષ્યનો છે પણ એ ભવિષ્ય હવે બહુ દૂર નથી કારણ કે, બેકટેરિયાના જિનેટિક બંધારણ સાથે રમત રમવાની 'ગુરૂચાવી" માનવજાતના હાથમાં આવી ગઇ છે એટલે બેકટેરિયાને ચોક્કસ વસ્તુંના ઉત્પાદન કરતાં કારખાનામાં ફેરવી શકાય તેમ છે. ખરેખર તો બેકટેરિયા દ્વારા એક હજાર વસ્તુઓનું ઉત્પાદન કરાવી શકાય છે તેમાં પ્લાસ્ટિકનો ક્રમ તો વીસમો છે! ખેર, માનવજાતે બ્રહ્માના કુંભારચાકડાની સામે પોતાનો પર્સનલ કુંભારચાકડો શરૂ કર્યો છે તો કદાચ ભવિષ્યમાં તેના દુષ્પરિણામો પણ માનવજાતે જ ભોગવવા પડે!!

વિનીત કુંભારાણા
Source :-http://hindi.indiawaterportal.org/node/48345
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

પર્યાવરણના ભોગે વિજ્ઞાનની (પ્ર)ગતિ - Save the world - 4

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



પર્યાવરણના ભોગે વિજ્ઞાનની (પ્ર)ગતિ

Author: 
વિનીત કુંભારાણા
કવિશ્રી ઉમાશંકર જોષીએ પર્યાવરણ વિશે સુંદર પંકિતની રચના કરી છેે: 'વિશાળતાએ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે..."

આપણી આ સંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનિજો અને પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યાવરણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે એ જૈવમંડળમાં આશરે ૩,૫૦,૦૦૦ જાતિઓ અને ૧૦,૭૫,૮૪૦ પ્રાણીઓની જાતિઓ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નિર્જીવ સૃષ્ટિ! સમગ્ર સૃષ્ટિમાં માનવ, જીવજંતુઓ, પ્રાણીઓ, પંખીઓ અને વનસ્પતિઓ નભે, વિહરે અને સૌ કોઇ પોત પોતાની રીતે પોતાનું જીવન સરળતાથી ચલાવી શકે એવી કુદરતી વ્યવસ્થા હતી!....કદાચ હજુ પણ છે...પરંતુ માનવ નામના સામાજિક પ્રાણીએ વસુંધરા ઉપરની બધી જ કુદરતી સંપત્તિને પોતાની માની તેનો વિજ્ઞાન અને ટેકનોલોજિના સંદર્ભમાં ઉપયોગ કરી ઘણું બધું પોતાના જીવન માટે મેળવ્યું...અને સાથે-સાથે કુદરતી પર્યાવરણને વિનાશની સમીપે પહોચાડી દીધુ છે.

વિજ્ઞાન એ પ્રયોગો દ્વારા પૂરવાર થયેલું જ્ઞાન છે અને ટેકનોલોજિ એ જ્ઞાનનનો ઉપયોગ કરે છે. વિજ્ઞાન એક અસીમ શકિત છે. વિજ્ઞાન અનેક અજાણ્યા, રહસ્યમયી પ્રદેશોના દ્વાર ખોલવા માટેની ચમત્કારિક ચાવી છે. એ ચાવીથી ખોલવામાં આવેલો દરવાજો સ્વર્ગનો પણ હોય અથવા નર્કનો પણ હોય! વિજ્ઞાન આધારિત ટેકનોલોજિની શોધ જો કોઇ સારા વ્યકિતઓના હાથમાં હોય ત્યાં સુધી કોઇ પરવા નથી પણ એ શોધ જો કોઇ દુષ્ટ વ્યકિતના હાથમાં આવી જાય તો વિનાશના એંધાણ સ્પષ્ટ જોવા મળતા હોય છે. અગાઉના વર્ષોમાં ખેતી કુદરત આધારિત હતી. આજે ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને જિનેટીકલી મોડીફાઇડ બિયારણોને કારણે ખેતી સમૃદ્ઘ બની છે પણ સાથે-સાથે જમીન, પાણી, હવામાન અને માનવોના સ્વાસ્થ્ય પ્રદૂષિત થયા છે. વસુંધરા ઉપર સ્થાપવામાં આવેલા વિવિધ પાવર સ્ટેશનો, અણુ રિએકટરો, વિવિધ પ્રકારના બોમ્બના અખતરાઓ અને વિકાસના નામે બીજી અનેકવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓને કારણે વસુંધરાનું સ્વાસ્થ્ય પણ પ્રદૂષિત થઇ રહ્યું છે. અવકાશમાં ફેકવામાં આવતાં ઉપગ્રહો, તેમના લોન્ચરના કાટમાળ, મિસાઇલ્સ ટેકનોલોજિ જેવી વિકાસની કામગીરીને કારણે સ્વર્ગસમાન વસુંધરા નર્કાગારમાં ફેરવાઇ રહી છે.

વસુંધરાની ઉત્પતિ બાદ વિજ્ઞાનનાં સદર્ભમાં એમ કહી શકાય કે, વિજ્ઞાને પ્રગતિ કરી નથી પરંતુ ફકત ગતિ કરી છે. માનવના સંદર્ભમાં પણ આ વાકય સોળે આના સાચું સાબિત થઇ શકે! વિજ્ઞાન કે માનવની આ કહેવાતી ગતિને કારણે વિશ્વમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય બાબતે સમસ્યો ઊભી થઇ છે. વિજ્ઞાનની વિવિધ શોધો દ્વારા પ્રકૃતિનો ખોં નીકળી ગયો છે. વિજ્ઞાનના આંધળા અનુકરણને કારણે આપણે આપણી ભવ્ય સંસ્કૃતિને હાંસિયામાં મુકતા થઇ ગયા છીએ. અગાઉ કદી નામ પણ સાંભળ્યા ન હોય તેવા અનેક રોગો આજે મહામારી રૂપે પ્રચલિત થયા છે, જેના કારણે મૃત્યુની સંભાવના આશરે ૮૦% જેટલી હોય છે. વિજ્ઞાનની ટેકણ લાકડી દ્વારા માનવે કરેલી ગતિને કારણે જે લાભ થયા છે તેના કરતાં બમણું નુકશાન થયું છે એવું કહેવામાં જરાય અતિશયોકિત નથી! ઇ.સ. ૧૯૪૫ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા નામના ખંધા રાષ્ટ્રએ જપાનના હિરોશીમા અના નાગાસાકી શહેરો ઉપર અણુ બોમ્બનો 'અખતરો" કરીને માનવતાને મારી નાખી હતી. હવે આજે અમેરિકા અને તેના 'જાતભાઇ" જેવા રાષ્ટ્રો પાસે અણુ બોમ્બ કરતાં પણ વધુ શકિતશાળી હોઇડ્રોજન બોમ્બ છે. ઇ.સ. ૧૯૨૮ માં કલોરોફોસ નામના વૈજ્ઞાનિકે પ્રકૃતિમાંથી કાર્બનને ઓળખી બતાવ્યો. આજે ઘર વપરાશની વિવિધ ચીજ-વસ્તુઓમાં કાર્બનના સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘર વપરાશની ચીજ-વસ્તુઓના વપરાશ દરમ્યાન ઉત્સર્ગ પામતાં બીન-ઉપયોગી ઝેરી વાયુઓ પર્યાવરણના ચોકીદાર સમાન ઓઝોનના સ્તરને ભરખી જાય છે.

પ્રદૂષણ એ પ્રકૃતિને માનવ દ્વારા મળેલું દૂષણ છે. આપણે બધા જાણીએ છીએ કે, વૃક્ષો માનવજાતને ઓકિસજન આપે છે, આમ છતાં પણ માનવ વૃક્ષોનું નિકંદન કાઢવાના 'મિશન" ઉપર એકાગ્રતાથી કાર્ય કરી રહ્યો છે. આજે માનવ કોઇપણ વૃક્ષ તેને નડતું પણ ન હોય તેમ છતાંય તેના ઉપર ઘા કરતાં અચકાતો નથી. પર્યાવરણમાં રહીને નિરાંતે શ્વાસ લેતો માનવ આવી ઘણી બાબતોને આરામથી નજરઅંદાજ કરી રહ્યો છે. 'પર્યાવરણવાદીઓ"ના એક અહેવાલ પ્રમાણે આજે જે ઝડપે પ્રદૂષણ વધી રહ્યું છે, અને આ જ ઝડપે પ્રદૂષણ વધતું રહ્યું તો ઇ.સ. ૨૦૨૫ સુધીમાં વસુંધરાને નવું નામ આપવું પડશે અને એ નામ કદાચ 'વૈશ્વિક કબ્રસ્તાન" હશે! ભવિષ્યમાં આવા પ્રકારની સ્થિતિનો સામનો ન કરવો પડે એ માટે પર્યાવરણની જાળવણી કરવી જરૂરી છે. આ વાત બધા સમજે પણ પ્રથમ કદમ ઉપાડે કોણ? પર્યાવરણની જાળવણી કરવાની પણોજણમાં રખેને મારી પ્રગતિ અટકી જશે તો.....? સૌ કોઇ મુંઝવણમાં છે અને આવી મુંઝવણ સમયે કયારેક કેટલીક 'વિશ્વવિભૂતિ"ઓ આપણને ન સમજાય તેવી વાત કરી નાખે છે. ગ્લોબલ વોર્મિંગનો જ દાખલો લ્યો તો, વિશ્વવિભૂતિઓ એમ કહે છે કે, એ તો કુદરતી પ્રક્રિયા છે એ વિશે કશું કરવાની જરૂર નથી. આવું કહેનારી વિશ્વવિભૂતિઓને એટલું જ કહેવું જોઇએ કે, મહારાજ આપ બિમારીનો ભોગ બનો છો એ કુદરતી પ્રક્રિયા છે એના વિશે કશું કરવાની જરૂર નથી. આજે આપણી વસુંધરા બિમારી પડી ગઇ છે. વસુંધરાને ગ્લોબલ વોર્મિંગ જેવા સૂક્ષ્મ નહી પણ વિશાળ કિટાણુંનો ચેપ લાગેલો છે. બીજું કંઇ નહી પણ વસુંધરાને લાગેલો આ ચેપ દૂર કરવાની જરૂર છે.

જેમ ધૂળવાળું રાષ્ટ્ર રેગિસ્તાન કહેવાય તેમ સંસ્કાર વગરનું ઘર સ્મશાન કહેવાય. માતા પોતાના બાળકને બાલ્યાવસ્થાથી સાચવીને જેમ પુખ્તવયનો થાય તો પણ તેની સંભાળ લેવાનું છોડતી નથી તેમ માનવે પણ પોતાની માતા વસુંધરાની સાર-સંભાળ પોતાના જીવનના અંત સુધી લેવી જોઇએ.!

વિનીત કુંભારાણા

Source :-http://hindi.indiawaterportal.org/node/48346
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

આપણું વિશ્વ અને પાણી - Save the world - 3

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



આપણું વિશ્વ અને પાણી

Author: 
વિનીત કુંભારાણા
વિશ્વમાં પાણીની સમસ્યા અંગે આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતાં નથી. આ વાત જયારે યુનાઇટેડ નેશન્સ(યુ. એન.) કહી ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તિવ્ર અછતથી પીડાઇ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વકરતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહી આવે તો વિશ્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે તેમ છે. વિશ્વની પાણીની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરીને સંયુકત રાષ્ટ્ર સંઘે અહેવાલમાં નોંધ કરી છે કે, વિશ્વમાં દિવસેને દિવસે ખોરાકની માંગ અને જળની અછત આવી રીતે જ વધતી જશે તો આવનારા વર્ષોમાં વિશ્વના અમુક દેશો ખોરાક અને પાણી માટે રીતસરના વલખા મારતાં હશે. સમગ્ર વિશ્વમાં ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્ત્વ સમજવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. ઇ.સ. ૧૯૯૩ના વર્ષની સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કરેલો છે. દર વર્ષે પાણીને અનુલક્ષીને એક થીમ નક્કી કરવામાં આવે છે.

વર્ષ ૧૯૯૬માં પાણીની અછત ધરાવતાં શહેરોને ધ્યાને રાખીને થીમ બનાવવામાં આવી હતી. ૧૪ વર્ષ બાદ ફરી એ જ થીમ વર્ષ ૨૦૧૧ના વર્ષે રાખવી પડી છે જે દર્શાવે છે કે દોઢ દાયકા બાદ પણ શહેરોમાં પાણીની ચિંતા ઓછી થઇ શકી નથી. શહેરો માટે સંતોષકારક પાણી મેળવવું તે એક મોટો પડકાર છે. વર્ષ ૨૦૦૩માં પણ 'ભવિષ્ય માટેનું પાણી" એવી થીમ આયોજિત કરવામાં આવી હતી, પણ એ બાબતે પણ એવું કહી શકાય કે, હાલ તો આપણે આપણા વર્તમાનમાં પણ પૂરતું પાણી મેળવી કે બચાવી શકતા નથી તો ભવિષ્યનું ભાથું શુ ???

વિશ્વ જળ દિવસ નિમિત્તે યુ. એન. વોટર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 'એડવોકેસી ગાઇડ એન્ડ એકશન હેન્ડ બુક"માં નોંધવામાં આવેલી હકીકતો ઉપર એક નજર ફેરવી લેવી પણ જરૂરી છે: વિશ્વના શહેરોમાં વસતિ વધારો ૨ વ્યકિત/સેકન્ડ છે. વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો થયો છે. છેલ્લા દશકામાં વિશ્વના દેશોમાં ૮૨૭.૬ મિલિયન લોકો શહેરોમાં વિસ્થાપિત થયેલા છે અને તેઓ પીવાના પાણીની અછત અને સ્વચ્છતાના મુદ્રે પ્રભાવિત થયેલા છે. વિશ્વમાં આજની તારીખે ૨૭% લોકો ઘરે પાઇપલાઇનથી પાણી મેળવી શકતા નથી. વિશ્વના મેગા સીટીમાં દર વર્ષે ૨૫૦-૫૦૦ ઘનમીટર પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થતું રહે છે. વિશ્વના ચારમાંથી દરેક એક સીટીમાં ૭૯૪ મિલિયન લોકોને સેનીટેશન અંગેની યોગ્ય સગવડતા મળતી નથી જેને કારણે કોલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે.

વિશ્વમાં પાણીને કારણે ઉદ્‌ભવી રહેલી બધી સમસ્યાની સામે શહેરોમાં પાણીનું યોગ્ય વ્યવસ્થાપનનો પ્રાણ પ્રશ્નનો જવાબ તો હજુ મેળવવાનો બાકી છે. જે ઝડપે શહેરોમાં વસતિ વધારો થઇ રહ્યો છે અને સામે પાણીને જે અછત ઊભી થઇ રહ્યી છે તે પડકારની સામે વિશ્વમાં હજુ સુધી કોઇ રણનીતિનું આયોજન કરવામાં આવેલું નથી. જોકે ભારતવર્ષમાં હવે ભૂગર્ભજળના વ્યવસ્થાપન અંગેની કામગીરી આગમી બારમી પંચવર્ષિય યોજના મારફતે કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૧૨ના વિશ્વ જળ દિવસની થીમ વોટર એન્ડ ફૂડ સિકયુરિટી છે. થીમની કેચલાઇનમાં દર્શાવેલું છે કે, વિશ્વ તરસ્યું છે કારણે કે આપણે ભૂખ્યા છીએ. સરસ વાત લખી નાખી છે એક જ લાઇનમાં ! આપણી પાણી મેળવવાની ભૂખ હજુ પણ પ્રજવલ્લિત છે. પાણીની ભૂખનો જવાળામુખી હજુ શાંત થયો નથી. આજે સ્થિતિ એવી છે કે, લોકોને પાણી એકદમ હાથવગું જોઇએ છીએ. આવી રીતે પાણી મેળવી લેવાની લાહ્યમાં પૃથ્વીની હાલત ચારણી જેવી થઇ ગઇ છે. બોરવેલની ટેકનોલોજિ સારી છે એની ના નહી પણ કહેવત છે કે અતિની ગતિ નહી. આપણે આજે ભૂગર્ભજળ મેળવવા માટે એટલા ઊંડા ઉતરી ગયા છીએ કે, ભવિષ્યમાં ભૂતળમાં દરિયાના ખારા પાણી ઘુસી આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ બાબતનો પૂરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામો છે. આજની તારીખે એ ગામોના ભૂગર્ભજળના સ્રોતોમાં દરિયાના ખારા પાણી આવી ગયા છે અને દિવસેને દિવસે આ સમસ્યા વકરતી જાય છે. આ સમસ્યાને કાબુમાં લેવાના પગલાઓ લેવામાં નહી આવે તો એક અંદાજ પ્રમાણે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે દરિયાકાંઠાથી દૂર વિસ્તારમાં પણ બોરવેલ કરવામાં આવે તો પણ તેમાંથી ખારૂં પાણી પ્રાપ્ત થશે.

આ વર્ષે વિશ્વ જળ દિવસની થીમમાં પાણીની સાથે ખોરાકને જોડવામાં આવેલું છે. આ એક અગત્યનો મુદો છે. વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. આપણે જાણીએ છીએ કે, ખોરાક ખેતીના પાક ઉત્પાદન દ્વારા મળે છે અને તેના માટે જમીનની સાથે પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી વરસાદ(ગ્રીન વોટર) અને નદી, તળાવો વેટલેન્ડસ અને એકિવફર(બ્લુ વોટર) દ્વારા પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ખેડી શકાય તેવી જમીનમાંથી ૨૦% જમીન પિયતખેતીની છે જે વિશ્વના ૪૦% ખોરાક માટેના ઉત્પાદનો રળી આપે છે. આની સામે તળાવો અને વેટલેન્ડસના પાણીમાંથી પણ ફૂડ સિકયુરિટી મળે છે. જો આવા તળાવો કે વેટલેન્ડસનું પાણી ખેત ઉત્પાદન માટે વાપરી નાખવામાં આવે તો તેમાંથી મળતી ફૂડ સિકયુરિટી નષ્ટ પામે!

ખોરાક સાથે પાણી અન્ય રીતે પણ જોડાયેલું છે. ઉદાહરણ જોઇએ તો યુ. એન.ના અહેવાલ પ્રમાણે એક કપ ચા બનાવવા માટે ૩૫ લિટર પાણીની જરૂરિયાત રહે છે. વાત અસ્વભાવીક લાગે પણ સાચી છે કારણ કે, અહીં ફકત ચા બનાવવા માટે વપરાતાં પાણીની વાત નથી પણ એક કપ ચા બનાવવા માટે વપરાતી ચાની ભૂકીનું ઉત્પાદન કરવા તેમજ તેના પ્રોસીંગમાં વપરાતાં પાણીની સાથે ચા બનાવવાથી લઇને ચા પીધા બાદ કપ-રકાબી ધોવાની પ્રક્રિયા સુધી વપરાતા પાણીની વાત કરવામાં આવી રહી છે. કોણ, કયાં, કેવી રીતે પાણી વાપરી રહ્યું છે એ ઊંડાણપૂર્વક જોવાનું શરૂ કરવું પડશે તો જ આપણને ખ્યાલ આવશે કે, કયાં બીન જરૂરી પાણીનો વપરાશ થઇ રહ્યો છે.

દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતવર્ષમાં વાર્ષિક ભૂગર્ભજળના ખેંચાણનો દર ખૂબ જ વધારે છે અને આ પ્રકારનું ભૂગર્ભજળનું શોષણ પાણીના સ્તરને સતત નીચું લઇ જાય છે. વર્ષ ૨૦૦૫ના વર્લ્ડ બેન્કના હેવાલ પ્રમાણે જો પાણીના વ્યવસ્થાપન અંગેની પોલિસીમાં ફેરફાર કરવામાં નહી આવે તો આવનારા બે દાયકા બાદ પાણીની ખૂબ જ તંગી હશે. અહી પાણીના સંદર્ભમાં અર્થતંત્રને સમજવાની જરૂર છે. જેટલું પાણી મળી શકે છે એ પ્રમાણે તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થઇ શકે, એ માટે શહેરોમાં દરેક વ્યકિતએ પાણીનો ઉપયોગ કરવાની પોતાની ટેવને બદલવાની જરૂર છે. જયાં એક લોટા પાણીથી કાર્ય સંપન્ન થઇ શકતું હોય ત્યાં એક બાલટી પાણી બગાડવાની જરૂર નથી. આ જાતનો અભિગમ અપનાવવામાં આવે તો શહેરોમાં પાણીની તંગીને મહદઅંશે ઓછી કરી શકાય. આ માટે કોઇ બાહ્યશકિત નહી પણ ફકત આંતરિક મક્કમ મનોબળની જરૂર છે જે કદાચ દરેક સમજદાર વ્યકિત કેળવી શકે!

વિનીત કુંભારાણા

Source :-http://hindi.indiawaterportal.org/node/46298
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

૨૦૧૭માં ઈસરોનું મૂન મિશન 'ચંદ્રયાન-૨' ચંદ્ર પર ઉતરશે

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



૨૦૧૭માં ઈસરોનું મૂન મિશન 'ચંદ્રયાન-૨' ચંદ્ર પર ઉતરશે

ચંદ્રયાન-૧ની સફળતા પછી

૨૦૧૯માં ભારતનું પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ-૧ને લોન્ચ કરાશેઃ ઈસરોએ વિવિધ દેશોના ઉપગ્રહોને લોન્ચ કરીને ૧૫ (ડોલર) અને ૮૦ (યુરો) મિલિયનની કમાણી કરી
ન્યુ દિલ્હી, તા.૧૬
ચંદ્રયાન-૧ની સફળતા પછી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ૨૦૧૯-૨૦માં દેશનું પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ-૧ની તૈયારી કરી રહ્યું છે.

જો કે ભારતનું બીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-૨ ૨૦૧૭મા ચંદ્રમા પર ઉતરશે. લોકસભમાં એક સવાલનો જવાબ દેતા રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ ચંદ્રની ધરતી પર ૨૦૧૭માં ઉતરશે. ચંદ્રયાન-૨નો હેતુ ચંદ્ર પર જીવનની સંભાવના અને તેના પર અભ્યાસ કરવાનું છે. હાલમાં ઈસરો દ્રારા ભારતનું પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ-૧ પર કામ ચાલી રહ્યું છે.
સોલાર મિશનનો હેતું સૂર્યનો અભ્યાસ કરવાનો છે. તેના માટે ૩૭૮ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જિતેન્દ્ર સિંહેએ કહ્યું હતું કે, ભારતે સ્પેસ માર્કેટમાં પ્રવેશ કરી લીધો છે અને તાજેતરમાં સિંગાપોરના છ ઉપગ્રહોને લોન્ચ પણ કરી બતાવ્યાં છે. જેનાથી ભારતને ૨.૬ મિલિયન યુરોની કમાણી થશે. આદિત્ય એલ-૧ મિશન સૂર્ય અને પૃથ્વીની આસપાસનો અભ્યાસ કરશે. જે પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દુર છે. આ મિશનમાં સાત પેલોડ હશે જેમાં એક કોર્નોગ્રાફનો પણ સમાવેશ થાય છે. જેનાથી સૂર્યના બાહ્ય સ્તરના તેજચક્રનું પણ નિરીક્ષણ થઈ શકે છે.
ભારતે ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ પ્રોગ્રામ અને એસોસિયેટેડ ગ્રાઉન્ડ સેગમેન્ટ માટે ૧૪૨૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. જો કે અત્યારસુધીમાં ભારતે વિવિધ દેશોના સેટેલાઈટ લોન્ચ કરીને ૧૫ મિલિયન ડોલર અને ૮૦ મિલિયન યુરોની કમાણી કરી છે. આગામી સમયમાં પ મિલિયન ડોલર અને ૬૫ મિલિયન યુરોના પ્રોજેક્ટ ઈસરો પાસે પાઈપલાઈન પર છે.

Source :- http://gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 7 December 2015

ગ્લોબલ વોર્મિંગથી ૨૦પ૦ સુધીમાં લાખો એશિયનો ભૂખમરાથી પીડાતા હશે - Save the world - 2

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



ગ્લોબલ વોર્મિંગથી ૨૦પ૦ સુધીમાં લાખો એશિયનો ભૂખમરાથી પીડાતા હશે

- એશિયા અને આફ્રિકા ખંડમાં વધારે
- અસર થવાની સંભાવના વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી
- અસહ્ય તાપમાનના લીધે ખાદ્યાન્નના ઉત્પાદન અને તેના લીધે તેના ભાવ પર વિપરીત અસર પડશે


પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવાની ગમે તેટલી હિ‌દાયત આપવામાં આવે કે ચેતવણી આપવામાં આવે, માનવી જેનું નામ, નિયમોને તોડવામાં જ તેને મજા. આજે પ્રકૃતિમાં જે અસમતુલા સર્જા‍ઇ છે તેનું એક કારણ માનવીની લાલચ અને વૃત્તિ ગણી શકાય. ગ્લોબલ વોર્મિગ પણ આની નીપજ છે. જો આ જ સ્થિતિ રહી તો વર્ષ ૨૦પ૦ સુધીમાં એશિયા અને આફ્રિકાના લાખો લોકો ભૂખમરાથી પીડાતા હશે તેવી ચેતવણી વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી છે. આપણી ધરતીનું તાપમાન જે રીતે વધી રહ્યું છે તેના પરથી આ તારણ ખોટું નહીં જ પડે એટલું તો કહી જ શકાય. બે મુખ્ય ખંડ-એશિયા અને આફ્રિકામાં આકરી ગરમીના લીધે ૨૦પ૦માં ગ્લોબલ વોર્મિગ, પૂર અને કારમા દુકાળના લીધે ખાદ્યાન્નના ભાવો આસમાને પહોંચી જશે, સામે પક્ષે ઉપજ ઓછી થશે.

તાપમાન વધીને ડબલ થઇ જશે

ધ ઓબ્ઝર્વરના અહેવાલ અનુસાર વિયેતનામ, કમ્બોડિયા, થાઇલેન્ડ અને લાઓસ જેવા દેશોની સ્થિતિ એવી બની જશે કે ત્યાંનું તાપમાન અત્યારે જે છે તેના કરતાં ડબલ થઇ જશે, જેની કોઇએ કલ્પના પણ નહીં કરી હોય અને આ દેશોમાં ૧૦૦ મિલિયન લોકો વસતા હશે કે જેમના માટે પૂરતો ખાદ્ય જથ્થો ઉપલબ્ધ નહીં હોય, આથી ભૂખમરાની સ્થિતિ આવી જશે. એવું પણ બની શકે કે અહીં વરસાદ અસામાન્ય કહી શકાય તેટલો પડશે કે જેથી પૂરની સ્થિતિ સર્જા‍શે અને પાકનું ધોવાણ થઇ જાય.

જોખમી પિરિયડ શરૂ

યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવાયું હતું કે આપણે અત્યારે જોખમી અને અચોક્કસ પિરિયડમાં ઓલરેડી આવી જ ગયા છીએ. ક્લાયમેન્ટ ચેઇન્જ તો ગેમ ચેન્જર બની જશે, જેના લીધે અનાજના ભાવોમાં અસામાન્ય વધારો જોવા મળશે. આથી લાંબો વિચાર કરીને પણ દુ:ખી અને ગરીબોને બચાવવાનું અત્યારથી જ પ્લાનિંગ જરૂરી છે.

ફૂડ પ્રોડકશન વધશે, સામે વસતીમાં પણ નોંધનીય વધારો દેખાશે

વર્ષ ૨૦પ૦માં ફૂડ પ્રોડકશન તો વધારે થશે અને તેમાં ૬૦ ટકાનો આંશિક વધારો થશે તો સામે પક્ષે વસતી પણ વધી જશે, આથી ડિમાન્ડ જેટલી વધશે તેની સરખામણીમાં સપ્લાય મળશે નહીં, અને ફીટેસ્ટ હુ સર્વાઇવ જેવી સ્થિતિ સર્જા‍શે. આ સ્થિતિના પરિણામે શ્રીમંતો અને ગરીબો વચ્ચેની અસમતૂલાની જે ખાઇ સર્જા‍ઇ છે તે વધુ પહોળી બનાવશે અને બની શકે કે ભ્રષ્ટાચારને પણ છૂટો દૌર મળી જાય. જેમાં ભોગવવાનું તો ગરીબો અને પછાતોને જ આવશે.
 Source :- http://www.divyabhaskar.co.in/news/INT-millions-of-asians-will-be-suffer-from-hunger-by-of-global-warming-4235631-NOR.html

હિમશીલા ઓગળવા માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર નથી


નવી દિલ્હી 16, જાન્યુઆરી

સામાન્ય રીતે આપણે એવું માનતા આવ્યાં છીએ કે હિમશીલા ઓગળવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. પરંતુ આ ધારણાને નકારી કાઢતાં વિજ્ઞાન મંત્રાલયનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હિમશિલા ઓગળવા પાછળ બીજા કારણ પણ જવાબદાર છે.

વિજ્ઞાન મંત્રીનાં સલાહકાર અખિલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી એજન્સીઓ દ્વારા થયેલા નિરીક્ષણનાં આધારે જાણી શકાય છે કે ગંગોત્રીની હિમશીલા પીગળવાનાં દરમાં ઘટાડો નોંધાયો છે.

તેના પરથી જાણી શકાય કે હિમશીલા પીગળવાનું કારણ માત્ર ગ્લોબલ વોર્મિગ ના હોઈ શકે. પરંતુ તેને કુદરતી ઘટના ગણાવી શકાય. ગુપ્તાએ જણાવ્યું હતું કે ગંગોત્રી હિમશીલા ઓગળવાની પ્રક્રિયા બંધ થઈ નથી, પરંતુ તેમાં ઘટાડો ચોક્કસથી થયો છે.

ભારત સરકારે નેશનલ એકશન પ્લાન ફોર ક્લાઈમેન્ટ ચેઇન્જ અંતર્ગત હિમાલય જલવાયુ સંરક્ષણ નામે એક રાષ્ટ્રીય મિશન હાથ ધર્યું છે. ગંગા, બ્રહ્મપુત્રા, યમુના જેવી ઘણી નદીઓ હિમાલયમાંથી નીકળે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાલયની પર્વતશ્રૃંખલામાં જલવાયુથી થતું  પરિવર્તન 1.3 અરબ લોકોનાં જીવનને અસર કરી શકે છે.


Source :- http://www.sandesh.com/article.aspx?newsid=27168
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/