સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 22 May 2015

ખિસ્સામાં રહી શકે તેવું વિશ્વનું સૌથી નાનું ડ્રોન બનાવાયું

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ખિસ્સામાં રહી શકે તેવું વિશ્વનું સૌથી નાનું ડ્રોન બનાવાયું

હથેળીમાં સમાઇ શકે તેવું ડ્રોન આખી બેટરી ચાર્જ થાય પછી ૮ કલાક સુધી ઉડી શકે છે, રા

નવી દિલ્હી, તા.૨૨            
હવે બજારમાં એક એવું ડ્રોન પણ આવી ગયું છે જેને તમે ઘરમાં કામમાં લાવી શકો છો અને ઉડાડી પણ શકો છો. આની સાઇઝ હાથની હથેળીમાં આવે એટલી છે. ઉપરાંત એને ખિસ્સામાં રાખીને ગમે ત્યાં લઇ જઇ શકાય છે. સ્કેપી નેનો ડ્રોન નામનો આ ડ્રોન હાલમાં ૩૪.૯૯ ડોલરમાં ઉપલબ્ધ છે. એમ મનાય છે કે આ ડ્રોન વિશ્વમાં સૌથી નાનું છે. હવામાં ઉડનાર આ ડ્રોનનું વજન ૧૧.૯ ગ્રામ છે. નાની સોઇઝનું હોવાના કારણે લોકો એને ખિસાસામાં રાખી શકે છે.  સ્કેપી નેનો ડો્રનની ખાસ વાત એ છે કે આમાં ૧૦૦ એમએએચની બેટરી લાગે છે અને એકવાર ચાર્જ કરવા માટે ૩૦ મિનિટનો સમય લાગે છે અને એ સતત સાત થી આઠ કલાક  ઉડી શકે છે. ભારતમાં પણ એ ઉડી શકે છે કારણ કે એમાં એલઇડી લાઇટ્સ લગાડવામાં આવી છે અને એને ફલિપ કરીને પણ રાખી શકાય છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 14 April 2015

ગૂગલ પહેલા બે ગુજરાતીએ બનાવી કાઢી 'ડ્રાઈવર વગરની કાર'

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ગૂગલ પહેલા બે ગુજરાતીએ બનાવી કાઢી 'ડ્રાઈવર વગરની કાર'

- માત્ર 28 દિ'ના રેકોર્ડ સમયમાં ઉભી કરી દીધી કાર, જ્યારે ગૂગલને હજૂ 2 વર્ષ લાગશે

- જાણો, આ કારની લાક્ષણિકતાઓ અને કેવી રીતે કરાશે ઓપરેટ...

અમદાવાદ તા. 11 એપ્રીલ, 2015

ગૂગલે ડ્રાઈવર વગરની કાર બનાવવાનાં પ્રોજેક્ટથી પ્રેરિત થઈને ગુજરાતનાં બે વૈજ્ઞાનિકોએ એ કરી બતાવ્યું જેને કરવામાં ગૂગલને પણ હજૂ 2 વર્ષ લાગશે. જી હાં, આ બંન્ને વૈજ્ઞાનિકોએ ગૂગલ પહેલા જ પોતાની ડીઝાઈન કરેલી ડ્રાઈવર વગરની કાર બનાવી બધાને ચોંકાવી દીધા છે. આટલું જ નહીં પરંતુ તેઓએ આ કાર માત્ર 28 દિવસનાં રેકોર્ડ સમયમાં જ તૈયાર કરી છે.

રેકોર્ડ સમયમાં ડ્રાઈવર વગર ચાલનારી કાર બનાવનાર કૌશલ જાની અને નિરવ દેસાઈ છે. બંન્ને ગુજરાત અમિરાજ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં આસિસ્ટંટ પ્રોફેસર છે. આ કારને મોબાઈલ ફોન અથવા ટેબલેટથી ઓપરેટ કરી શકાય છે.

ગુજરાતનાં આ બંન્ને પ્રોફેસરે ડ્રાઈવર વગરની કરને પોતે જાતે જ ડિઝાઈન કરી છે. આ કાર ઓટોમેટિક સ્ટાર્ટ થાય છે, વળાંક લે છે અને ઓટોમેટિક ગેર પણ બદલાય છે. આ માટે કારમાં હાઈરેન્જ કેમેરા અને વીડિયો સ્ટ્રીમીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારથી કમ્યૂનિકેશન માટે 3જી વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ પર કરવામાં આવ્યો છે. જો કે આ કોમર્શિયલ વર્ઝન ઉતારવામાં આવશે કે નહીં, તે અંગે કઈ કહેવામાં આવ્યું નથી.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 20 March 2015

Internet Explorerને કહો અલવિદા

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Internet Explorerને કહો અલવિદા

- માઈક્રો સોફ્ટ Internet Explorerના સટર બંધ કરી દેશે

- કંપની પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ માટે નવું બ્રાઉઝર લોન્ચ કરશે

અમદાવાદ તા. 20 માર્ચ 2015
1995થી દુનિયાભરમાં ઓળખ ઉભી કરનાર બ્રાઉઝર હવે ઈતિહાસ બનવા જઈ રહ્યું છે. આ તે બ્રાઉઝર છે જેને લોકોને ઈન્ટરનેટને જાણવામાં મદદ કરી. જી હા, અમે વાત કરીએ છીએ ઈન્ટરનેટ બ્રાઉઝર 'એક્સપ્લોરર.' માઈક્રોસોફ્ટની દરેક ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવનાર આ બ્રાઉઝર હવે વિન્ડોઝ 10 બાદ દેખાશે નહીં.
રિપોર્ટ અનુસાર માઈક્રોસોફ્ટ હવે આ બ્રાઉઝરને બંધ કરવા જઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે Internet Explorerની જગ્યાએ કંપની હવે નવું બ્રાઉઝર લોન્ચ કરવા ઈચ્છે છે.

એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર માઈક્રોસોફ્ટ પોતાની આવનારી નવી ઓપરેટિંગ સિસ્ટમ માટે આ નવું બ્રાઉઝર બનાવશે. કંપનીનું આ હળવું બ્રાઉઝર "Spartan" પર કામ કરી રહી છે. હાલ આ એક કોડનેમ છે. ખબર અનુસાર સ્પાર્ટન માઈક્રોસોફ્ટના જાવા સ્ક્રિપ્ટ એન્જીન અને માઈક્રોસોફ્ટના ત્રિન્ડેટ રેન્ડરિંગ (trident rendering) એન્જીનપર બેસ્ડ હશે.

જેનો મતલબ એવો થાય છે કે આ નવું બ્રાઉઝર પોપ્યૂલર વેબકિટ પર બેસ્ડ નહી હોય. જેના પર ક્રોમ અને અન્ય બ્રાઉઝર કામ કરે છે. આ નવું બ્રાઉઝર મોબાઈલ અને કોમ્પ્યૂટર પર પણ ઉપલબ્ધ થશે. માઈક્રોસોફ્ટનું આ નવું બ્રાઉઝર Internet Explorer કરતા 300 ગણું વધારે સારૂ હોવાનું ટેકનોલોજીના જાણકારોનું માનવું છે.

આ વાતમાં એકના બે મત નથી કે Internet Explorer આપણા સૌ કોઈનું પહેલું ઈન્ટરનેટ બ્રાઉઝર રહ્યું છે. Internet Explorerએ 90ના દસકામાં પોતાનો સિક્કો જમાવ્યો હતો. પરંતુ 20મી સદીના અંત સુધીમાં તેનો માર્કેટ હિસ્સામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. બગ અને સિક્યોરિટીમાં છબરડાના કારણે તેની છબી પર ઘણી અસર પાડી હતી.

Source :- http://www.divyabhaskar.co.in/
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 9 December 2014

રહસ્યમય કુવોઃ જમીનની અંદરથી નિકળે છે રોશની, પુરી થાય છે મનોકામના

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

રહસ્યમય કુવોઃ જમીનની અંદરથી નિકળે છે રોશની, પુરી થાય છે મનોકામના

(પોર્ટુગલના સિન્તારા નજીક આવેલો કુવો)
લિસ્બનઃ દુનિયામાં અનેક એવી અજીબોગરીબ અને રહસ્યમય જગ્યાઓ છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવી જ એક અમેઝીંગ જગ્યા પોર્ટુગલના સિન્તારા નજીક આવેલો કુવો છે, જેમાં જમીનની અંદરથી રોશની નિકળે છે અને બહારની તરફ ફેલાય છે. આ કુવો ક્યુંટા ડા રિગાલેરિયોની નજીક છે, જેની બનાવટ પણ વિચિત્ર છે.
ઉલ્લેખનીય છે કે આ કુવાની ઉંડાઈ ચાર માળની ઈમારત જેટલી છે, જે જમીન અંદર તરફ જતાં સાંકડો થતો જાય છે. નવાઈની વાત એ છે કે આ કુવાની અંદર પ્રકાશની કોઈ વ્યવસ્થા નથી. એવામાં આ રોશની ક્યાંથી આવે છે તે રહસ્ય છે. લેડીરિનથિક ગ્રોટા નામનો આ કુવો દેખાવમાં ઉલટા ટાવરની માફક છે.
તેને વિશિંગ વોલ પણ માનવામાં આવે છે. લોકો તેમાં સિક્કા નાખીને પોતાની મનોકામના પુરી કરવાની પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઝડપથી મનોકામના પુરી થાય છે, જો કે જે પણ પર્યટકો અહીં ફરવા આવે છે તેમની વચ્ચે હંમેશા સવાલ ઉઠતો રહે છે કે કુવાની અંદરથી આવતી રોશની આવે છે ક્યાંથી. પરંતુ આ રહસ્ય હજુ વણઉકેલાયુ છે.
આગળની સ્લાઈડમાં જૂઓ આ રહસ્યમય કુવાની કેટલીક અન્ય તસવીરો....

Source :- http://www.divyabhaskar.co.in/
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 20 November 2014

રંગ બદલતા ઝેરી બ્લ્યૂરિંગ ઓક્ટોપસ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

રંગ બદલતા ઝેરી બ્લ્યૂરિંગ ઓક્ટોપસ

કેટલીક જાતના દરિયાઈ જીવો અને જીવજંતુઓને પોતાના રક્ષણ માટે ઝેરી ડંખ હોય છે. દરિયાઈ જીવોમાં સૌથી વધુ કાતિલ ઝેર ધરાવતા બ્લ્યૂરિંગ ઓક્ટોપસ છે. બ્લ્યૂ રિંગ ઓક્ટોપસ ત્રણ જાતના હોય છે. બ્લૂરિંગ ઓક્ટોપસ પેસિફિક અને હિંદ મહાસાગરમાં જોવા મળે છે. આ ઓક્ટોપસ માણસ માટે જોખમી છે.
૧૨ થી ૨૦ સેન્ટિમીટર લાંબા આ ઓક્ટોપસને ૮ પગ હોય છે. અને પીળા રંગની ચામડી પર ભૂરી અને કાળી રિંગની પેટર્ન હોય છે. તે ઉશ્કેરાય કે ગુસ્સે થાય    ત્યારે રિંગના રંગ બદલાઈ જાય છે. બ્લૂ રિંગ ઓક્ટોપસ પરવાળાના ટાપુઓ અને અખાતના છીછરા પાણીમાં રહે છે. મોટે ભાગે ખડકોમાં છુપાઈને બેસે છે અને કરચલા જેવા નાના દરિયાઈ જીવોનો શિકાર કરે છે.
શરીરનો રંગ બદલવા ઉપરાંત બ્લૂ રિંગ ઓક્ટોપસની બીજી એક ખાસિયત જાણીતી છે. તેના આઠ પગમાંથી કોઈ પણ કપાઈ જાય તો નવો ઊગે છે. આ ઓક્ટોપસનું ઝેર ભયંકર હોય છે. તે જેને ડંખ મારે તેના લોહીમાંથી ઓક્સિજન નાશ પામે છે અને શિકાર રૃંધાઈને મૃત્યુ પામે છે. ઓક્ટોપસના  બચ્ચાં જન્મતાંની સાથે જ સ્વતંત્ર થઈ જાય છે અને છુપાવવા માટે ઓક્ટોપસને રંગ બદલવા ઉપરાંત વિવિધ આકાર ધારણ કરવાની શક્તિ પણ છે તે ક્યારેક કોઈ માછલીનો આકાર ધારણ કરીને છુપાઈને ખડક નીચે બેસી રહે અને શિકારની રાહ જુએ છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

સૌથી હળવો અને અદ્ભુત પદાર્થ ઃ એરોજેલ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

સૌથી હળવો અને અદ્ભુત પદાર્થ ઃ એરોજેલ

રબર, થર્મોકોલ, ફોમરબર વિગેરે નરમ અને હળવા પદાર્થો તમે જોયા હશે. તેના ઉપયોગો પણ ઘણાં છે પરંતુ વિશ્વમાં સૌથી હળવા પદાર્થની વાત સાંભળો તો નવાઈ લાગે. એરોજેલ નામનો પદાર્થ આવો જ છે. એરોજેલને ઓળખવા માટે જેલીને યાદ કરવી પડે. જેલી એટલે અર્ધપ્રવાહી, ઢોળાય કે ફેલાય પણ નહીં. આવા અર્ધપ્રવાહી પદાર્થોના પણ ઘણા ઉપયોગ છે. એરોજેલ એટલે થીજાવેલો ધુમાડો. તેને હવાનું અર્ધપ્રવાહી સ્વરૃપ પણ કહેવાય.
૧૯૩૧માં સેમ્યુલ કિસલર નામના વૈજ્ઞાાનીએ પ્રથમ વાર એરોજેલ બનાવ્યું તે ક્રોમિયમ, એલ્યુમિનિયમ જેવી હળવી ધાતુમાંથી બને છે.  એરોજેલ ભલે અર્ધપ્રવાહી હોય પણ સખત અને ઘન છે. સાવ પેસ્ટ જેવું નથી. રબર જેવું નરમ પણ સ્થિતિ સ્થાપક નથી તેને ઘણા આકારમાં ઢાળી શકાય છે. શરુઆતમાં તે જેલી જેવું ચીકણું હોય છે પણ ઘાટ આપ્યા પછી તેમાંથી પાણી સૂકવીને એને ઘન બનાવાય છે. આ પ્રક્રિયા જટિલ છે. કાર્બનમાંથી બનેલો એરોજેલ કાગળ જેવો હોય છે. સૌથી હળવું એરોજેલ સિલિકામાંથી બને છે.
એક ઘન ચોરસમીટર એરોજેલના ટુકડાનું વજન ૧ મિ.ગ્રા. હોય છે. એરોજેલ સામાન્ય અગ્નિમાં સળગતું નથી તેમાંથી ઇલેક્ટ્રિક કરંટ પણ વહેતો નથી. એરોજેલમાં ૧૫ જેટલા અદ્ભુત ગુણો છે તે ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરી લે છે તે ગરમીનો સંગ્રહ કરી શકે છે. એરોજેલમાંથી ઓઢવા માટેના હળવા ધાબળા પણ બને છે, ટેનિસના હળવા રેકેટ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

વિમાનની ઊંચાઈ દર્શાવતું અલ્ટોમીટર

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

વિમાનની ઊંચાઈ દર્શાવતું અલ્ટોમીટર

આકાશમાં વિમાન ઊડતું હોય ત્યારે તે કેટલી ઊંચાઈએ છે તે જાણવું પાઈલટ માટે જરૃરી છે. વિમાનની ઊંચાઈ જાણવા માટે વિમાનમાં અલ્ટોમીટર હોય છે. વિમાનની ઊંચાઈ જમીનની સપાટીથી નહીં. પરંતુ દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ ઊંડે છે તે જાણવા મળે છે.
અલ્ટોમીટર સાદા બેરોમીટરની જેમ જ કામ કરે છે. હવા દબાણ કરે છે. દરિયાની સપાટી નજીક હવાનું દબાણ હોય છે. પરંતુ જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થાય છે અને દબાણ ઘટે છે. વિજ્ઞાાનીઓએ પ્રયોગો કરીને વિવિધ ઊંચાઈએ હવાનું દબાણ કેટલું હોય તે જાણ્યા બાદ ઊંચાઈ માપવાની પદ્ધતિ શોધી. હવાનું દબાણ મીલીબારમાં મપાય છે. દરિયાની સપાટીથી દર ૩૦ ફૂટની ઊંચાઈએ દબાણમાં ૧ મીલીબારનો ઘટાડો થાય છે.
વિમાન જમીન પર હોય ત્યારે અલ્ટોમીટરમાં તેની દરિયાની સપાટીથી ઊંચાઈ દર્શાવે છે. વિમાન આકાશમાં જાય ત્યારે હવાનું દબાણ ઘટતાં તેમાં ઊંચાઈ પણ દર્શાવાય છે.
વિમાનના અલ્ટોમીટરમાં શૂન્યાકાશવાળી સ્થિતિસ્થાપક કેપ્સ્યૂલ હોય છે કેપ્સ્યૂલની સપાટી પર હવાનું દબાણ વધઘટ થાય ત્યારે ફેરફાર થાય છે તેની સાથે જોડાયેલી કાંટો ડાયલ પર ફરીને દબાણની વધઘટ દેખાડે છે. આધુનિક અલ્ટોમીટરમાં કમપ્યૂટર વડે ડીજીટલ પદ્ધતિથી ડાયલ પર સીધા આંકડા જોવા મળે છે.