સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 January 2018

હાર્દિક પટેલ સુરતમાં : કોર્ટ અને પોલીસ મથકમાં હાજરી : જેલમાં બંધ કાર્યકરોને મળશે - પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સામે ફરીયાદ કરવા બ્રહ્મસમાજની અરજી - દેશની અદાલતોમાં અઢી કરોડથી વધુ કેસ પેન્ડીંગ - ૨૦૦ની નોટ માટે બેંકો ATMમાં ફેરફાર કરે બેંકોને ૧૦૦૦ કરોડનો કરવો પડશે ખર્ચ - ગાંધીધામ આગઃ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સરકારે ખરીદેલી ૧ર કરોડની મગફળી રામભરોસે? તમામ જથ્થો ખાખ, જવાબદાર કોણ?

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

હાર્દિક પટેલ સુરતમાં : કોર્ટ અને પોલીસ મથકમાં હાજરી : જેલમાં બંધ કાર્યકરોને મળશે 
રાજકોટ, તા. ૪: પાટીદાર અનામત  આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે સુરતમાં કોર્ટ અને પોલીસ મથકે હાજરી આપી હતી. ખાસ કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ વિરૂદ્ધના કેસમાં આજે સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે જ હાર્દિક પટેલ અકિલા પાસ કાર્યકરો સાથે પણ મુલાકાત કરવાનો છે. ઉપરાંત બપોર બાદ લાજપોર જેલમાં કાર્યકરો સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનામતની માંગ કરીને જોરદાર આંદોલન છેડીને દેશભરમાં ખળભળાટ મચાવનાર અકીલા પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. સુરતના પાટીદાર યુવાન વિપુલ દેસાઇને હાર્દિક પટેલે વિવાદિત સલાહ આપી હતી.  જેના કારણે હાર્દિક પટેલ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/04-01-2018/68190

પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સામે ફરીયાદ કરવા બ્રહ્મસમાજની અરજી 
રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવા અરજી કરાઇઃ હાર્દિકની સ્પષ્ટતાવાળો વિડીયો વાયરલ આવુ કંઇ બોલ્યો નથી અમદાવાદઃ બ્રહ્મસમાજ વિરૂધ્ધ અપશબ્દો બોલવાના મામલે પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સામે ફરીયાદ કરવા રામોલ પોલીસ મથકે અરજી કરાઇ છે હાર્દિક અકિલા પટેલ સામે ફરીયાદ નોંધવા માટે બ્રહ્મસમાજે અરજી કરી હતી. બ્રહ્મસમાજ વિરૂધ્ધમાં અપશબ્દો બોલવા મુદ્દે ફરીયાદ નોંધાવવા માટે અરજી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય  છે કે અનામત આંદોલન  સમિતિના કન્વીરનર અકીલા હાર્દિક પટેલે બ્રહ્મસમાજને લઇ અભદ્ર ટીપ્પણી કરી છે. આ અભદ્ર ટિપ્પણી  અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી. જો કે  વિડીયો દ્વારા હાર્દિક પટેલે એ વિડિયો બનાવટી ઉભો કરાયેલ અને બ્રાહ્મણોને હમેશા પુજનીય ગણાવેલ છે અને આમ છતા કોઇ દુઃખ થયું હોય તો માફી  માંગી છે.

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/04-01-2018/68189
દેશની અદાલતોમાં અઢી કરોડથી વધુ કેસ પેન્ડીંગ 
સુપ્રિમ કોર્ટમાં ૬, હાઇકોર્ટમાં ૩૮૯ અને નીચલી અદાલતોમાં પ૯૮૪ જજોની અછત નવી દિલ્હી તા.૪ : દેશભરની અદાલતોમાં ર કરોડ ૬૦ લાખ કેસ પેન્ડીંગ છે અને ૬૦૦૦થી વધુ જજોની જગ્યાઓ ખાલી છે. અત્યારે સુપ્રિમ કોર્ટમાં ૬, હાઇકોર્ટમાં ૩૮૯ અને નીચલી અદાલતોમાં પ૯૮૪ જજોની અછત છે. અકિલા આ સિવાય ૯ હાઇકોર્ટ એવી છે કે જયાં ચીફ જસ્ટીસની પોસ્ટ ખાલી છે ત્યાં એકઝી. ચીફ જસ્ટીસ થકી કામ થઇ રહ્યુ છે તો સુપ્રિમ કોર્ટમાં આ વર્ષે ૭ વધુ જ્જ નિવૃત થઇ જશે. કેન્દ્રીય કાનૂન મંત્રાલયના રિપોર્ટ અકીલા મુજબ સુપ્રિમ કોર્ટ તરફથી આ પોસ્ટને ભરવા માટે કેન્દ્ર સરકારને કોઇ દરખાસ્ત નથી મોકલાઇ. કેન્દ્રીય રાજયમંત્રી પી.પી.ચૌધરીએ જણાવ્યુ છે કે દેશની નીચલી અદાલતોમાં જ્જોની કુલ રર૬૭૭ પોસ્ટમાંથી ર૬.૩૮ ટકા ખાલી છે પરંતુ ત્યાં હાલ ૧૬૬૯૩ જજો જ કામ કરે છે. સુપ્રિમ કોર્ટમાં કુલ ૩૧ પોસ્ટ છે જયારે દેશની ર૪ હાઇકોર્ટમાં જજોની સંખ્યા ૧૦૪૮ છે. એકલા સિક્કીમ હાઇકોર્ટમાં જજોની કોઇ પોસ્ટ ખાલી નથી ત્યાં ત્રણ જ્જ છે. ચૌધરીના કહેવા મુજબ કાનૂન મંત્રાલયે ર૦૧૬માં સુપ્રિમ કોર્ટના ચાર, હાઇકોર્ટના ૧ર૬ જ્જ અને હાઇકોર્ટના જ ૧૪ ચીફ જસ્ટીસની નિયુકિતના કોલેજીયમની દરખાસ્ત મંજુર કરી હતી જે એક દાયકાનો રેકોર્ડ છે. આ સિવાય ર૦૧૭માં સુપ્રિમ કોર્ટમાં પાંચ જ્જ, હાઇકોર્ટના ૮ ચીફ જસ્ટીસ અને હાઇકોર્ટના ૧૧પ જ્જોની નિયુકિત કરવામાં આવી હતી.

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121156

૨૦૦ની નોટ માટે બેંકો ATMમાં ફેરફાર કરે બેંકોને ૧૦૦૦ કરોડનો કરવો પડશે ખર્ચ 
મુંબઇ તા.૪: RBIએ બેન્કોને તેમના ATM રિકેલિબ્રેટ કરવા આદેશ આપ્યો છે જેથી તેમાં રૂ.૨૦૦ની નોટ ભરી શકાય. નીચા મૂલ્યની નોટનો પુરવઠો વધારવા માટે ૨૦૦ની વધારે નોટ ચલણમાં આવશે તેમ બે સૂત્રોએ જણાવ્યું હતું. આરબીઆઇના આદેશનું પાલન કરવામાં અકિલા બેન્કિંગ ઉદ્યોગને એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવે તેવી શકયતા છે બેડ લોનના કારણે બેન્કોની સ્થિતિ પહેલેથી ખરાબ છે ત્યારે તેમણે ATMને રિકેલિબ્રેટ કરવા વધારે ખર્ચ કરવો પડશે. એક બેન્કરે કહ્યું કે અકીલા આરબીઆઇએ બેન્કો અને ATM ઉત્પાદક કંપનીઓને જણાવ્યું છે કે શકય એટલી વહેલી તકે ATMમાંથી રૂ.૨૦૦ની નોટ મળવી જોઇએ. બજારમાં ૨૦૦૦ની નોટ સામે નાની નોટની પણ જરૂર હોવાથી આ ઉપયોગી પગલું છે. આ પ્રોજેકટને સંપૂર્ણ લાગુ કરવામાં પાંચથી છ મહિના લાગી શકે છે. આ અંગે આરબીઆઇનો પ્રતિભાવ જાણવા માટે મોકલવામાં આવેલા મેઇનનો જવાબ મળ્યો ન હતો. ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટ બંધ કરી ત્યારે તેનો હેતુ કાળાં નાણાંની સંગ્રહખોરી ખતમ કરવાનો હતો પરંતુ રૂ.૨૦૦૦ની નોટ બહાર પાડીને નોટબંધીનો આંખો હેતુ જ માર્યો ગયો હતો. તેના કારણે આરબીઆઇની ભારે ટીકા થઇ હતી. ગયા વર્ષથી એટીએમમાં રૂ.૨૦૦૦ની નોટ ભરવામાં આવી તેના કારણે સરેરાશ ઉપાડની રકમ વધી જતી હતી. તેમાં ઘટાડો કરવા માટે આરબીઆઇ રૂ.૨૦૦ની નોટનો ઉપયોગ કરશે. ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર ૨૦૧૬માં એટીએમમાંથી રૂ.૨.૨૨ લાખ કરોડનો ઉપાડ થયો હતો જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૭માં રૂ.૨.૪૪ લાખ કરોડ એટીએમમાંથી ઉપાડવામાં આવ્યા હતા. મોદી સરકારે મોટી નોટ્સ ચલણમાંથી પરત ખેંચી લીધી તેના કારણે બજારમાં નોટ્સની અછત હતી પરંત હવે નોટબંધી અગાઉના સ્તરથી ૯૫ ટકા સુધી કરન્સી બજારમાં પરત આવી ગઇ છે. તેનું મૂલ્ય રૂ.૧૭ લાખ કરોડ થાય છે. બેન્કો શરૂઆતમાં એટીએમમાં ફેરફાર કરતાં ખચકાતી હતી પરંતુ હવે તેમણે રૂ.૧,૦૦૦ કરોડનો ખર્ચ કરીને એટીએમ રૂ.૨૦૦ની નોટ માટે તૈયાર કરવા પડશે. આ પ્રક્રિયામાં દેશમાં ૨.૨ લાખ એટીએમને રિકેલિબ્રેટ કરવા પડશે જેમાં છ મહિના જેટલો સમય લાગશે. એટીએમ ઉદ્યોગના અગ્રણી લોની એન્ટનીએ જણાવ્યું કે રિકેલિબ્રેશનનું કામ હજુ શરૂ જ થયું છે. હિટાચી પેમેન્ટ સર્વિસિસના એમડી એન્ટનીએ જણાવ્યું કે અમારે એટીએમના કેટલાક સમૂહ શોધીને તેને કેલિબ્રેટ કરવા પડશે. આ કામ ઝડપથી કરવાનું હશે તો તેમાં ખર્ચ પણ વધારે આવશે. રિકેલિબ્રેશન પ્રક્રિયામાં સ્પેસર્સ ઇન્સ્ટોલ કરવાના રહેશે. જેથી કરન્સીની સાઇઝ એડ્જસ્ટ કરી શકાય એક અંદાજ પ્રમાણે રિકેલિબ્રેશન કરવામાં દરેક એટીએમ દીઠ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ આવશે. ગયા વર્ષે જુલાઇમાં આરબીઆઇએ રૂ.૨૦૦૦ની ચલણી નોટ છાપવાનું બંધ કરીને રૂ.૨૦૦ના છાપકામ પર ધ્યાન આપ્યું હતું.

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121157

ગાંધીધામ આગઃ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સરકારે ખરીદેલી ૧ર કરોડની મગફળી રામભરોસે? તમામ જથ્થો ખાખ, જવાબદાર કોણ? 
હજીયે આગ ભભૂકે છે, ૬ર હજાર ૬૯૧ બોરી મગફળી નાશ પામી, સરકાર તરફથી સંજય નંદન દોડી આવ્યા, પણ આગનાં કારણ માટે બધા જ મૌન ભુજ તા. ૪ :.. ગાંધીધામનાં કીડાણા ગામે સંઘવી વેર હાઉસના ગોડાઉનમાં લાગેલી આગે અનેક અકિલા સવાલો સજર્યા છે. આ આગમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સરકારે ટેકાના ભાવે ખરીદેલી ૬ર હજાર ૬૯૧ બોરી મગફળી જેની કિંમત ૧ર કરોડ થવા જાય છે. તે તમામ બળીને ખાખ થઇ ગઇ છે. આગ હજીયે ભભૂકે છે. જો કે, પરિસ્થિતિ નિયંત્રણમાં અકીલા છે. પરંતુ આગને લઇને સર્જાયેલા સવાલો શંકા સર્જી રહ્યા છે. આટલી મોટી  સંખ્યામાં મગફળીની બોરીઓ પડી હતી તેની સલામતી માટે કોઇ વ્યવસ્થા કરાઇ નહોતી. ગોડાઉનમાં સીસી ટીવી કેમેરા કે પછી અગ્નિશમન સાધનો પણ રખાયા નહોતાં. મગફળીના જથ્થાના વીમો ન હોતો. સવાલોની ભરમાર વચ્ચે સરકાર તરફથી અધિકારી સંજય નંદન ગાંધીનગરથી દોડી આવ્યા હતાં.પણ, આગનાં ારણ અંગે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર, અંજાર પ્રાંત કચેરી, કેસરકારના ઉચ્ચ અધિકારીઓ  તમામે મૌન સાધી લીધું છે.

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/04-01-2018/79622

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

આઝાદીના 70 વર્ષે પણ દલિતો પર અત્યાચારઃ કોરેગાંવ મુદ્દે હાર્દિક - કોરેગાંવ મુદ્દે સુરતમાં દલિત સંગઠનોએ રેલી કાઢી, રોડ પર સર્જાયો ટ્રાફિકજામ - મહારાષ્ટ્ર હિંસાનો વિરોધ જૂનાગઢમાં, શાંતિપૂર્ણ બંધ, દલિત સંગઠનોની રેલી - પુણેમાં જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે FIR; મુંબઈમાં અનેકની અટકાયત - કપરાડા અને ડાંગમાં શિક્ષકોના કારણે ભાજપ હાર્યું ;ભાજપના સાંસદ કે,સી,પટેલની ધમકીથી ચકચાર

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

આઝાદીના 70 વર્ષે પણ દલિતો પર અત્યાચારઃ કોરેગાંવ મુદ્દે હાર્દિક

રોજ કોઈને કોઈ નારાજ થાય છે ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે: હાર્દિક પટેલ
સુરતઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો, આ કેસમાં આજે(ગુરૂવાર) મુદત હોય હાર્દિક કોર્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન હાર્દિકે ભીમા કોરેગાંવ અંગે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખની વાત છે. દેશ આઝાદ થયાના 70 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર એ દુઃખની વાત છે. 



ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છેઃ હાર્દિક

હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપ્યા બાદ જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચમાં સમયસર હાજર રહ્યો છું. અને સુરતની લાજપોર જેલમાં બંધ આંદોલનકારીઓની મુલાકાતનું આયોજન કર્યું છે. ભાજપના ધારાસભ્યોમાં જોવા મળેલી નારાજગી અંગે જણાવ્યું હતું કે, કોઈ પણની સરકાર હોય 58થી 60 ખાતા હોય છે. ભાજપના 99 ધારાસભ્ય છે. સિનિયરોને ખાતા ફાળવી દેવા જોઈએ. જેથી કોઈ નારાજ ન થાય. રોજ કોઈને કોઈ નારાજ થાય છે ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે.

પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ ખૂબ જ સારું: હાર્દિક

કોંગ્રેસના વિરોધપક્ષના નેતાની પસંદગી અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પણ સારી રીતે સમજે છે કે, તમામ સમાજને સાથે રાખી ચાલવાનું હોય છે. કોંગ્રેસને આટલી સીટ મળવા પાછળ પાટીદાર અનામત આંદોલન છે. કોંગ્રેસમાંથી કોઈ યુવા નેતા, લોકોને ગમતો નેતા આવે તો સારી વાત છે. પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ ખૂબ જ સારું છે. 
Source :- https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-hardik-patel-present-in-court-about-sedition-case-hardik-say-about-bhima-koregaon-violence-NOR.html?ref=ht

કોરેગાંવ મુદ્દે સુરતમાં દલિત સંગઠનોએ રેલી કાઢી, રોડ પર સર્જાયો ટ્રાફિકજામ

સુરતના દલિત સંગઠનોએ રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી
સુરતઃ મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસાની આગની જ્વાળાઓ સુરત સુધી પહોંચી ગઈ છે. મુંબઇ, ઔરંગાબાદ અને અહમદનગર સહિતનાં શહેરો બાદ સુરતના દલિત સંગઠનોએ રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. અને કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. દરમિયાન કલેક્ટર કચેરી બહાર રસ્તા પર સૂઈ જઈ નારેબાજી કરતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

મહારાષ્ટ્રના સીએમના રાજીનામાની માંગ

મહારાષ્ટ્રના પુણેમાં સોમવારે ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જેને કારણે દલિત સંગઠનોએ મંગળવારથી મહારાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. દલિત સંગઠનોએ સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે એક પેસેન્જર ટ્રેનને તેમજ એક માલગાડીને અટકાવી હતી. ત્યારબાદ આજે ફરી દલિત સંગઠનોએ રિંગ રોડ આંબેડકર પ્રિતમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. કલેક્ટર કચેરી બહાર લોકો રસ્તા પર સૂઈ જઈ નારેબાજી કરી હતી. મહારાષ્ટ્રના સીએમના રાજીનામાની માંગ કરી દલિત સંગઠનોએ કલેક્ટરને ભીમા કોરેગાવ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું હતું.

Source :- https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-bhima-koregaon-violence-rally-in-surat-traffic-jam-held-on-rally-root-NOR.html?ref=ht

મહારાષ્ટ્ર હિંસાનો વિરોધ જૂનાગઢમાં, શાંતિપૂર્ણ બંધ, દલિત સંગઠનોની રેલી

બંધની અસરને પગલે બસ વ્યવહાર અને પેટ્રોલપંપ સદંતર બંધ રાખવામાં આવ્યા હતા
જૂનાગઢ: મહારાષ્ટ્રના પુણે પાસે ભીમા કોંરેગાંવમાં થયેલી હિંસાની જ્વાળા ગુજરાત સુધી પહોચી ગઈ છે. બુધવારે ધોરાજીમાં દલિત સંગઠનોએ એસટી બસ સળગાવી હતી. સુરતમાં ટ્રેનો રોકવામાં આવી. વાપીમાં હાઈવે પર ચક્કાજામ કરાયો. ગુજરાતની 46 ST બસ અટકાવી દેવાઈ. ઉપલેટા, જામનગર, અમદાવાદ, ગાંધીનગરના રૂટ બંધ કરવાની ફરજ પડાઈ હતી. ત્યારે બીજા દિવસે પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તેની અસર જોવા મળી હતી. દલિત સંગઠનોએ રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કર્યો હતો. તો બંધની અસરને પગલે બસ વ્યવહાર અને પેટ્રોલપંપ સદંતર બંધ રાખવામાં આવ્યા હતા.

ક્યાં જોવા મળી બંધની અસર
જૂનાગઢના વંથલીમાં દલિતોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. 20 મિનિટથી વધારે સમય સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી. તો જૂનાગઢમાં પણ રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ ચક્કાજામ કર્યો હતો. બંધ પગલે જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાલીખમ થઈ ગયું હતું અને બસો બસ ડેપોમાં જ ખડકી દેવામાં આવી હતી. જનજીવનને બંધની અસર જોવા મળી રહી છે.

 Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-bhima-koregaon-riots-opposite-in-jundagadh-and-gir-somnath-gujarati-news-5784165-PHO.html?ref=ht

પુણેમાં જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે FIR; મુંબઈમાં અનેકની અટકાયત

પુણે પોલીસે કુલ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ વિરૂદ્ધ FIR દાખલ કરી છે
મુંબઈ/પુણેઃ ભીમા-કોરેગાંવ યુદ્ધની વરસી પર ભડકેલી હિંસાની અસર સમગ્ર મહારાષ્ટ્રમાં જોવા મળી હતી. બુધવારે દલિત નેતા પ્રકાશ આંબેડકરની આગેવાનીમાં અનેક સંગઠનોએ રાજ્ય બંધનું એલાન કર્યુ હતું. આ દરમિયાન મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં હિંસા થઈ હતી. પુણે પોલીસે કુલ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ વિરૂદ્ધ FIR દાખલ કરી છે. તો મુંબઈ પોલીસે ગુરૂવારે છાત્ર ભારતીનો કાર્યક્રમ રદ કરી અનેક લોકોની અટકાયત કરી છે. આ કાર્યક્રમમાં મેવાણી અને ખાલિદ વક્ત તરીકે હાજર રહેવાના હતા.

મેવાણી-ખાલિદ વિરૂદ્ધ કેસ

- ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ વિરૂદ્ધ કલમ 153(એ), 505, 117 અંતર્ગત પુણેમાં FIR દાખલ કરવામાં આવી છે.
- આ બંને પર પુણેમાં થયેલાં કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ દેવાનો આરોપ છે.
- મહારાષ્ટ્ર બંધ દરમિયાન બુધવારે થયેલી હિંસા પછી મુંબઈ પોલીસે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને વિદ્યાર્થી નેતા ખાલિદને કાર્યક્રમના આયોજન માટે અનુમતી આપી ન હતી.

પોલીસે હિંસાનો હવાલો આપી કાર્યક્રમ રદ કર્યો, અનેકની કરી અટકાયત

- આ બંને નેતા વક્તા તરીકે છાત્ર ભારતીના એક કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. છાત્ર ભારતનીના ઉપાધ્યક્ષ સાગર ભાલેરાવે આ અંગે જાણકારી આપી હતી. 
- સાગર ભાલેરાવે જણાવ્યું કે, "ભાઈદાસ હોલને પોતાના સંગઠનના ઓલ ઈન્ડિયા સમિટ માટે રિઝર્વ કર્યું હતું. પરંતુ પોલીસ હવે આ કાર્યક્રમમાં કોઈને જવા નથી દેતી. મુંબઈ પોલીસ હિંસાનો હવાલો આપીને કાર્યક્રમને રદ કરી દીધો છે."
- મુંબઈ પોલીસે કાર્યક્રમ સ્થળ પર પહોંચેલા લોકોને અંદર જતાં રોક્યા હતા ત્યારે વિદ્યાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચારો પણ થયા હતા અને લોકો પરાણે અંદર જવાના પ્રયાસ કરતા હતા.
- આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓમાં ઘર્ષણ પણ થયું હતું. પોલીસે સાવચેતીના ભાગરૂપે અનેકની અટકાયત પણ કરી છે. 
- મુંબઈ પોલીસનું કહેવું છે કે, "આ લોકોએ કલમ 144નું ઉલ્લંઘન કર્યું હતું અને તેથી તેઓની અટકાયત કરવામાં આવી છે."
મેવાણીએ પીએમ મોદી પર કર્યા હતા વાકપ્રહાર

- જિજ્ઞેશ મેવાણીએ 31 ડિસેમ્બરનાં રોજ ભીમા-કોરેગાવમાં આપેલાં એક ભાષણમાં પીએમ મોદી વિરૂદ્ધ તીખા શબ્દોમાં નિંદા કરી હતી.
- મેવાણીએ કહ્યું હતું કે, "ગુજરાત પછી સમગ્ર દેશમાં આપણે 56 ઈંચની છાતીને ફાડીને રાખી દઈશું. આ દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 'કર્મયોગી' પુસ્તક લખ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે સફાઈકર્મીઓને સફાઈ કરવામાં આધ્યાત્મિક આનંદ મળે છે. આ જ નવ પેશવાઇ છે. હું પીએમને આહ્વાન કરૂ છું કે તેઓ અહીં આવે અને દલિતોની સાથે એક દિવસ ગટરમાં ઉતરીને નવી પેશવાઇનો આનંદ લે."
શું છે સમગ્ર મામલો

- આ પૂરો વિવાદ 1લી જાન્યુઆરી, 1818નાં રોજ થયેલાં તે યુદ્ધને લઈને છે જેમાં અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે કોરેગાંવ ભીમાં લડાઈ થઈ હતી.
- આ યુદ્ધમાં અંગ્રેજોએ પશવાને હરાવ્યાં હતા જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત તે હતી કે ઇસ્ટ ઈન્ડિયાની સેનામાં મોટા ભાગના લોકો દલિત હતા.
- આ યુદ્ધમાં જીતનો જશ્ન મનાવવા માટે દલિત જૂથ દ્વારા પુણેમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે મુદ્દે વિવાદ થયો હતો.
- દલિત અને મરાઠા જૂથનાં લોકો આમનેસામને આવી ગયા હતા. આ કાર્યક્રમમાં જ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદે ભાષણ આપ્યું હતું. 
- સોમવારે પુણેથી ભડકેલી હિંસાની આગ મંગળવારે મુંબઈ સહિત રાજ્યના અને વિસ્તારોમાં ફેલાઈ હતી. દલિત અને હિંદુવાદી સંગઠનો આમને સામને આવી ગયા હતા.
- મુંબઈ પોલીસના પીઆરઓએ કહ્યું હતું કે અનેક વિસ્તારોમાંથી 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
 Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-pune-policer-registerd-fir-against-jignesh-mevani-and-umar-khalid-gujarati-news-5784181-PHO.html?ref=ht

કપરાડા અને ડાંગમાં શિક્ષકોના કારણે ભાજપ હાર્યું ;ભાજપના સાંસદ કે,સી,પટેલની ધમકીથી ચકચાર પારડીના કાર્યક્રમમાં શિક્ષકોને જોઈ લેવા કાર્યકરોને સૂચના ;સાંસદની ખુલી ધમકીને લઈને યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ અમદાવાદ : રાજ્યમાં પાતળી બહુમતીથી ભાજપની છઠ્ઠી વખત સરકાર બની છે ત્યારે ભાજપના લક્ષ્યાંક કરતા અકિલા ઓછી બેઠક આવતા અને હાર માટે કોઈને નિમિત્ત માનીને ભાજપના નેતાઓ હિસાબ કરવા લાગ્યા હોવાનું ભાજપના સાંસદની ભાષા પરથી જણાઈ રહયું છે ભાજપના સાંસદ કે.સી. પટેલે પોતાના જિલ્લાના શિક્ષકોને ખુલ્લી ધમકી અકીલા આપી છે. પારડી ખાતે યોજાયેલા ભાજપના એક કાર્યક્રમ દરમિયાન સાંસદે જાહેર મંચ પરથી પોતાના કાર્યકર્તાઓને સૂચના પણ આપી હતી કે જ્યાં પણ શિક્ષકો નોકરી કરી રહ્યા હોય ત્યાં તેમને જોઈ લો.કારણ કે, શિક્ષકોના કારણે જ કપરાડા અને ડાંગમાં ભાજપની હાર થઈ છે બીજી તરફ સાંસદની આ ધમકીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે કપરાડાના ધારાસભ્ય જિતુ ચૌધરીએ આ ખુલ્લી ધમકીને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/04-01-2018/68187

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/