સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 18 February 2016

એમેઝોનના જંગલોમાંથી જીવતા ઊકાળી નાખે એવા ગરમ પાણીની નદી મળી!

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



એમેઝોનના જંગલોમાંથી જીવતા ઊકાળી નાખે એવા ગરમ પાણીની નદી મળી!

- કુદરતી અજાયબી જેવા એમેઝોનનના જંગલનું લેટેસ્ટ નજરાણું

- તાપમાન ૪૯ ડિગ્રીથી માંડીને ૯૧ ડિગ્રી સુધીનું

અત્યાર સુધી દંતકથારૃપ માયાન્તુયાચુ નામની આ નદી હકીકતમાં મળી આવી
અમદાવાદ, તા.૧૮
બ્રાઝિલ સહિત દક્ષિણ અમેરિકા ખંડમાં ફેલાયેલા એમેઝોનના જંગલો એકથી એક ચડિયાતી અજાયબીઓથી ભરાયેલા છે. આ અજાયબીનો લેટેસ્ટ પુરાવો એક નદી દ્વારા મળી આવ્યો છે. પેરુમાંથી સંશોધકોને એક નદી મળી આવી છે, જેનું પાણી અત્યંત ગરમ છે. એટલું બધું ગરમ કે કોઈ વ્યક્તિ તેમાં હાથ બોળે તો ઉકાળી નાખે. આ નદી અંદાજે ૭૦-૮૦ ફીટ પહોળી અને વીસેક ફીટ ઊંડી છે. લંબાઈ હાલની ગણતરી પ્રમાણે સાતેક કિલોમીટર છે. આ નદીનું તાપમાન અલગ અલગ સ્થળે ૪૯ ડીગ્રી સેન્ટીગ્રેડથી ૯૨ ડીગ્રી સુધીનું નોંધાયુ છે.
પેરુની દંતકથાઓમાં આ નદીનો દાયકાઓથી ઉલ્લેખ થતો આવ્યો છે. પરંતુ સંશોધકો તેની હાજરી અંગે શંકાશીલ હતાં. પણ હવે ભુસ્તરશાસ્ત્રી એન્ડ્રીસ રૃઝોએ નજરોનજર જોયા પછી તેની હાજરી સ્વિકારી હતી. આટલી બધી માત્રામાં નદીનું પાણી ઉકળતું રાખવા માટે મોટે પાયે ઊષ્મા ઊર્જાની જરૃર પડે. એ ઊર્જા ક્યાંથી આવી રહી છે એ હજુ સંશોધન કરવાનું છે. અહીં નજીકમાં કોઈ જ્વાળામુખી નથી, એટલે ઊર્જા ક્યાંથી આવે છે એ પણ રહસ્ય છે. પાણી કેટલું ગરમ છે, એ તપાસવા માટે સંશોધક ટુકડીએ તેમાં એક દેડકાને મુકી જોયો હતો, જેનું થોડી ક્ષણોમાં મોત થયુ હતું. રૃઝોએ પોતાનો હાથ નાખ્યો તો એ હાથ પણ થર્ડ ડીગ્રી અનુભવતો હોય એમ ગરમ થયો હતો.
જોકે પૃથ્વીના પેટાળમાં અતિશય ગરમી ધરાવતો મેગ્મા વહે છે. સંશોધકોએ અહીં જોયુ છે કે કેટલીક તીરાડો છે. એ જમીની તીરાડો સંભવત પૃથ્વીના મધ્ય ભાગ સુધી પહોંચતી હોય અને ત્યાંથી મળતી વરાળ પાણીને ગરમ કરતી હોય એવુ બની શકે. અમેરિકાની સાઉધર્ન મેથડિસ્ટ યુનિવર્સિટીમાં પીએચ.ડી કરતાં રૃઝોએ વર્ષો પહેલાં આ નદીની દંતકથા સાંભળી હતી. ૧૨ વર્ષ પહેલા સ્પેનમાંથી સોનુ શોધવા આવેલા એક સાહસિકે આ નદીનો ઉલ્લેખ કર્યો હતો. થોડા સમય પહેલા ફરીથી એક મહિલાએ આ નદી જોઈ હોવાનો દાવો કર્યો હતો. એ પછી રૃઝોએ મુલાકાત લઈ તપાસ કરી હતી.
રૃઝોએ મુલાકાત લેતા પહેલા સરકારના ભુસ્તરશાસ્ત્ર વિભાગ, માઈનિંગ કરતી કંપનીઓ અને અન્ય સંશોધકોને સવાલ કર્યો હતો કે શું સતત ઉકળતું પાણી હોય એવી વહેતી નદી શક્ય છે? ત્યારે બધાએ ના પાડી હતી. હવે સૌ કોઈ આ નદીની હાજરીથી સરપ્રાઈઝ થયા છે અને હાજરી સ્વીકારે પણ છે. અલબત્ત, જ્વાળામુખી હોય એ વિસ્તારમાં જમીનમાંથી નીકળતું પાણી, ઝરણા ગરમ હોઈ શકે. પરંતુ નજીકનો સક્રિય જ્વાળામુખી છેક સાડા છસ્સો કિલોમીટર દૂર છે. એટલે તેની અસર આ નદી પર હોય એવી શક્યતા નહિંવત્ છે. ગરમ પાણીને કારણે નદીના પાણી ઉપર સતત વરાળ છવાયેલી રહે છે. તેના કારણે દૃશ્ય પણ સ્પષ્ટ જોવુ મુશ્કેલ છે.

ગુજરાતમાં પણ છે, ગરમ પાણીનું પ્રાગટય
તુલસીશ્યામ (ઊના), ઉનાઈ (વાંસદા), અરણાઈ (વલસાડ), ટુવા (ગોધરા).. જેવા સ્થળોએ ગરમ પાણીના ઝરા વહે જ છે, પણ ક્યાંય નદી નથી. એટલે પેરુમાં મળી આવેલી નદી સાથે તેની સરખામણી ન થઈ શકે. વળી ગુજરાતના આ બધા સ્થળોએ પાણી એટલુ બધુ ગરમ નથી હોતું કે લોકો તેમાં સ્નાન ન કરી શકે. ઉનાઈમાં તો પાણી નીકળતુ બંધ પણ થઈને ફરી શરૃ થયુ હતું.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment