સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 21 January 2016

સુર્યમાળામાં નવમો ગ્રહ શોધાયો હોવાનો વિજ્ઞાાનીઓનો દાવો

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



સુર્યમાળામાં નવમો ગ્રહ શોધાયો હોવાનો વિજ્ઞાાનીઓનો દાવો

- ૧૬૨ વર્ષમાં પ્રથમ વખત સુર્યમાળામાં નવો ગ્રહ ઉમેરાશે

- પ્લુટોને રદબાતલ કર્યા પછી આઠ જ ગ્રહો ગણાય છે

નવમો ગ્રહ અવકાશ વિજ્ઞાાનના ઈતિહાસની મહત્ત્વપૂર્ણ શોધ
પાસાડેના, તા.૨૧
અમેરિકાની કેલિફોનિયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વિજ્ઞાાનીઓએ દાવો કર્યો છે કે સુર્યમાળામાં નવમો ગ્રહ છે. પ્લુટો નવમો ગ્રહ હતો, પણ ૨૦૦૬માં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને તેની ગ્રહ તરીકેની માન્યતા રદ કર્યા પછી સુર્યમાળા આઠ જ ગ્રહની રહી ગઈ હતી. હવે તેમાં નવમો ગ્રહ શોધાયો હોવાનો દાવો થતાં ખગોળવિજ્ઞાાન જગતમાં રોમાંચ ફેલાયો છે. કેમ કે ૧૮૪૫ પછી સુર્યમાળામાં ગ્રહ શોધાયાની આ પહેલી ઘટના છે. સુર્યમાળા બહાર ઘણા ગ્રહો નોંધાતા રહે છે. પણ સુર્ય ફરતે પ્રદક્ષિણા કરતો હોય એવો છેલ્લો ગ્રહ નેપ્ચુન જોન ગાલે અને ઉર્બેઈન લેવેરિયરે શોધ્યો હતો.
સંશોધકોએ ગુરુત્વાકર્ષણ બળના આધારે આ ગ્રહની હાજરી પારખી છે, માટે હજુ તેની ઉલટતપાસ કરવાની બાકી છે. પણ નેપ્ચુન પછી કોઈ મોટો ગોળો હોવાની વાત વિજ્ઞાાનીઓ વિશ્વાસપૂર્ક કહી રહ્યાં છે. કેમ કે નેપ્ચુન પછીના ખાલી આકાશમાં જે ગુરુત્વાકર્ષણ બળ અનુભવાઈ રહ્યું છે એ કોઈ નાના લઘુગ્રહનું ન હોઈ શકે. દૂરના બ્રહ્માંડમાં આવેલા ગ્રહો તેના ગુરુત્વાકર્ષણના આધારે જ શોધાતા હોય છે.
નવમો ગ્રહ ગ્રહ પૃથ્વી કરતાં દસગણુ દળ ધરાવે છે, પણ કદ પૃથ્વી કરતાં ત્રણ ગણુ છે. નવમો ગ્રહ જોકે અત્યંત દૂર છે. સુર્ય અને નેપ્ચુન વચ્ચે અંતર છે, તેનાથી ૨૦ ગણો દૂર આવેલો છે. એટલે એ સુર્ય ફરતે એક ચક્કર કાપવામાં ૧૦થી ૨૦ હજાર વર્ષ જેટલો સમય લેતો હોવાનો વિજ્ઞાાનીઓએ અંદાજ લગાવ્યો છે. આ ગ્રહ પ્લુટો કરતાં તો ૫ હજાર ગણુ વધારે દળ ધરાવે છે, એટલે કે તેને ગ્રહ માનવો જ પડે એટલું મોટું તેનું કદ છે.
૨૦૧૪માં સૌ પ્રથમ વખત ઈન્સ્ટીટયૂટના કેટલાક સંશોધકોએ નેપ્ચુન પછી આવેલા વિવિધ ૧૩ પદાર્થો અંગે અભ્યાસ રજૂ કર્યો હતો. તેમાં પ્રથમ વાર આ ગ્રહ હોવા અંગે ઉલ્લેખ હતો. હવે તે અંગેના મજબૂત પુરાવા મળ્યાં છે. જોકે વધારે નક્કર સાબિતી માટે વિજ્ઞાાનીઓ હવાઈ ટાપુ ખાતે આવેલા ટેલિસ્કોપ દ્વારા નવમા ગ્રહનો સતત અભ્યાસ કરશે. સાથે સાથે દુનિયાના બીજા બધાં મોટા ટેલિસ્કોપ પણ નવાં ગ્રહના અભ્યાસ માટે કામે લાગી ગયા છે.

નવમો ગ્રહ રદ કર્યો, તેમણે જ નવો ગ્રહ શોધ્યો!
નવમા ગ્રહની શોધમાં પ્લાનેટરી એસ્ટ્રોનોમીના પ્રોફેસર માઈક બ્રાઉને મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની ટુકડી જ સંશોધનમાં લાગેલી હતી અને હજુ પણ લાગી છે. પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા રદ કરવા માટે પણ માઈક કારણભૂત છે. કેમ કે તેમણે પ્લુટો જેવડા ઘણા ખગોળિય પદાર્થો શોધી કાઢ્યા હતા. જો પ્લુટો ગ્રહ હોય તો માઈકે શોધેલા કેટલાક ગોળાઓને પણ ગ્રહ ગણવા પડે. એ રીતે ગ્રહોની સંખ્યા ઘણી વધી જાય. માટે એ પછી ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને ગ્રહ અંગેની નવી વ્યાખ્યા તૈયાર કરી પ્લુટોને રદ કર્યો અને પ્લુટોને લઘુગ્રહ તરીકેની નવી ઓળખ આપી. એ પછી તો પ્રોફેસર બ્રાઉને પોતે કઈ રીતે પ્લુટોના મારણ માટે કારણભૂત બન્યા એ અંગે પુસ્તક પણ લખ્યું હતું. નવા ગ્રહની શોધ પછી બ્રાઉને કહ્યુ હતું કે પ્લુટોને ગ્રહ તરીકે હટાવી દેતી વખતે જે લોકો દુઃખી થયાં  હતાં, તેમને મેં હવે નવો ગ્રહ શોધી આપ્યો છે!

ગ્રહ કેમ શોધાય?
નવો ગ્રહ છે એ કેમ ખબર પડે? તેનું અંતર તો અબજો કિલોમીટર દૂર છે. વિજ્ઞાાનીઓ પાસે ગ્રહોની હાજરી પારખવા માટે પાંચ પદ્ધતિ છે. ડોપ્લર ઈફેક્ટ, રેડિયો કિરણો દ્વારા ઓળખાણ, કોઈ ગ્રહ આગળથી અજાણ્યો ગ્રહ પસાર થાય ત્યારે વપરાતી ટ્રાન્ઝિટ મેથડ, સીધી જ નવા ગ્રહની તસવીર મળી આવે અને ગુરુત્વાકર્ષણની માપણી. બ્રહ્માંડમા ફેલાયેલા ગુરુત્વીય મોજાંઓના અભ્યાસ માટે વિજ્ઞાાનીઓ પાસે આઈન્સ્ટાઈની થિયરી છે જ. એ થિયરી પ્રમાણે કોઈ વિશાળ ગ્રહની નજીકથી પસાર થતી વખતે ગુરુત્વાકર્ષણના મોજાં વળાંક લે છે. એ વળાંકના આધારે ખબર પડી આવે કે નજીકમાં કોઈ મોટો ગ્રહ છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment